આ નદી વિશે તમે ભાગ્યે જ જાણતા હશો, અહીં વહે છે સોનું, જાણીને પણ નહીં કરો વિશ્વાસ

દેશ અને દુનિયામાં અનેક નદીઓ છે અને તે પોતાની ખાસિયતોથી જાણીતી છે. દુનિયામાં પણ લાખો કરોડો નદીઓ છે. અનેક નદીઓ કેટલાક રહસ્યોને લઈને પણ જાણીતી છે. તેમાં અવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. આ નદીઓને કુદરતનો ચમત્કાર પણ માનવામાં આવે છે. તેને એક કરિશ્માનું નામ આપી દેવામાં આવે છે. ભારતમાં પણ અનેક નદીઓ છે. જેની પૂજા કરાય છે.

image source

દેશની એક નદી ગંગા જે સૌથી પવિત્ર માનવામાં આવે છે. પણ ગજબની વાત એ છે કે આ નદીના પાણી અનેક વર્ષો સુધ ખરાબ થતા નથી. આવી જ એક નદી છે જે અનોખી ખાસિયત ઘરાવે છે. જી હા, આ નદીમાં સોનું વહે છે. આ નદીના કિનારે રહેતા લોકો સોનાના પાણીથી સ્નાન કરે છે. આ નદી જ તેમની રોજી રોટી છે.

image source

આ નદીના કિનારે રહેતા લોકો માટે તે એક રોજગાર છે. આ નદી ઝારખંડમાં આવેલી છે. આ નદીનું નામ પણ સ્વર્ણ રેખા રાખવામાં આવ્યું છે. નદીનું સોના સાથે ખાસ કનેક્શન હોવાથી નામ આ પ્રમાણે રખાયું છે. રોજ અહીં હજારો લોકો આ નદી અને તેની રેતીમાંથી સોનું કાઢે છે. આ નદીમાં સોનું ક્યાંથી આવે છે તે એક રહસ્ય બની રહ્યું છે. અહીં સોનું ક્યાંથી આવે છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

image source

કેટલાક ભૂ વૈજ્ઞાનિકો માને છે કે આ નદી અનેક ચટ્ટાનો સાથે અથડાઈને પસાર થાય છે. માનવામાં આવે છે કે ઘર્ષણના કારણે સોનાના કણ તેમાં મિક્સ થઈ જાય છે. પણ આ કારણ પણ યોગ્ય છે તેમ કહી શકાય નહીં.

image source

સ્વર્ણ રેખા નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં થઈને પસાર થાય છે. તેની કુલ લંબાઈ 474 કિલોમીટર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્વર્ણ રેખાની સહાયક નદી છે તેનું નામ છે કરકરી. આ નદીની રેતીમાં સોનાના કણ મળી આવ્યા છે. આ નદીની રેતીમાંથી અહીં રહેતા લોકો દિવસમાં સોનાના એક કે બે કણ કાઢી લેતા હોય છે. એક મહિનામાં નદીની આ રેતીમાંથી તેઓ 60-80 સોનાના કણ કાઢી લે છે.

image source

આ કણ ખૂબ જ બારીક હોય છે. તેને શોધવામાં પણ ખાસ મહેનત કરવી પડે છે. આ કણ ચોખાના દાણા જેટલા બારીક હોય છે. માટે તેને મહામુશ્કેલીએ મેળવવામાં આવે છે. અહીં રહેતા લોકોની રોજગારી જ આ સોનાના કણ છે. તેઓ તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ