જો તમે પણ સૂતી સમયે કરો છો આ ભૂલો તો થશે મોટુ નુકસાન, આજથી જ આદત બદલો અને રહો એલર્ટ

જો તમે પણ સૂતી સમયે કરો છો આ ભૂલો તો થશે મોટુ નુકસાન, આજથી જ આદત બદલો અને રહો એલર્ટ

અનેક લોકોને સૂતી સમયે અનેક આદતો હોય છે. કોઈને ખાસ તકિયો હોય તો જ ઊંઘ આવે, કોઈને ડીમ લાઈટ હોય તો ઊંઘ આવે અને કોઈને અંધારું હોય તો જ ઊંઘ આવે. હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ સૂવાની વિવિધ આદતોની.

image source

હાલમાં એક રિસર્ચમાં સાબિત થયું છે કે કેટલાક લોકોને રૂમમાં લાઈટ હોય તો તેઓ સારી રીતે સૂઈ શકતા નથી. જેનાથી દિવસે તમારી કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.નવા શોધમાં મળતી જાણકારી અનુસાર રાતે લાઈટથી પ્રભાવિત થતા હોવાની જાણકારી મળી રહી છે.

image source

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના એક રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયા 24 કલાક કામ કરનારો સમાજ બની છે. બહાર ખૂબ અજવાળું રાખે છે. જેમકે સ્ટ્રીટ લાઈટની મદદથી અનેક કામ સરળ બને છે. તેનાથી કામકાજમાં સરળતા અને સુરક્ષા પણ મળે છે. પણ ચિંતાની વાત તો એ છે કે આસપાસ અંધારાને આપણે ઘટાડી રહ્યા છીએ. તેનાથી ઊંઘ પ્રભાવિત થાય છે.

image source

ગ્રામ્ય વિસ્તારોમાં અને નાના શહેરોના લોકોની તુલનાએ મોટા શહેરોમાં લોકો 3-4 ગણા વધારે રાતના સમયે પ્રકાશમાં રહે છે. આ શોધ માટે 15863 લોકો પર સર્વે કરાયો અને તે પણ 8 વર્ષ સુધી. પરિણામ એ આવ્યું કે ઓછા પ્રકાશમાં રહેનારાની સરખામણીએ જે લોકો વધારે પ્રકાશમાં રહે છે તેઓ ઊંઘની સમસ્યાથી પીડાય છે.

image source

તો હવે તમે પણ સૂતી સમયે આ ભૂલ કરો છો તો તમારે ચેતી જવાની જરૂર છે. જો તમે તરત જ આ ભૂલ નહીં સુધારો તો તમે એક મોટા નુકસાનમાં ફસાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ