સુતી વખતે આ વસ્તુઓને રાખો ઓશિકા નીચે થશે અપાર ધનલાભ…

આપણી સામે ઘણા બધા લોકો એવા હોય છે જે ખુબ જ થોડા સમયમાં રંકમાંથી રાજા થઈ ગયા હોય છે. અને કેટલાક એવા ઉદાહરણ હોય છે કે જેઓ ભણતરના નામે કંગાળ હોય છે પણ તેમની પાસેનું ધન અખૂટ હોય છે. અને ઘણીવાર આવા ઉદાહરણ જોઈને કેટલાકને નિરાશા પણ આવતી હોય છે. તો નિરાશ થવાની કોઈ જ જરૂર નથી તમારી મહેનતને તેનું ફળ આપવા માટે આ ઉપાય અજમાવો.

સામાન્ય રીતે માણસ જ્યારે રાત્રે સુતો હોય છે ત્યારે તેના ઓશિકા નીચે મોટે ભાગે તેનો મોબાઈલ જ જોવા મળતો હોય છે. જે વિષે ઘણા બધા વૈજ્ઞાનિક તારણોને ટાંકતા અહેવાલો પણ આવી ગાય છે કે મેબાઈલના વેવ્સ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરતાં હોય છે. પણ હવે તમારે તમારા ઓશિકા નીચે મોબાઈલ નહીં પણ આ વસ્તુઓ રાખીને તમારા ભાગ્યને ચમકાવવાનું છે.

આપણી ઘણી બધી સમસ્યાઓ એવી હોય છે જેનાથી છુટકારો મેળવવાનો આપણને કોઈ જ ઉપાય નથી સુજતો તો તેવા સમયે તમારે વાસ્તુશાસ્ત્રનો સહારો લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આપણી મોટા ભાગની બધી જ સમસ્યાઓનો ઉપાય છે. તેમાં તમારે રાત્રે સુતી વખતે તમારા ઓશિકા નીચે શું રાખવું જોઈએ તે વિષે કેટલીક ટીપ્સ સૂચવવામાં આવી છે.

પવિત્ર ધાર્મિક ગ્રંથ

દરેક ધર્મના તેના પેતાના પવિત્ર ગ્રંથ હોય છે જેને જે-તે ધર્મના લોકો ફોલો કરતા હોય છે અને તેને અનુસરતા હોય છે. હીન્દુ ધર્મમાં ભાગવત ગીતાને પવિત્ર માનવામાં આવે છે અને તે એટલી પવિત્ર છે કે કોર્ટમાં સાચું બોલવા માટે તેના સમ ખવડાવવામાં આવે છે.

તો રોજ રાત્રે તમે સુઓ ત્યારે તમારા ઓશિકા નીચે તમારે ભાગવત ગિતાને રાખવી જોઈએ. ભાગવતગીતાનું અસ્તિત્ત્વ તમારી આસપાસની ઉર્જાને પોઝિટીવ બનાવશે અને તમારામાં પણ હકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. તેમ તમારું મન શાંત રહેવાથી તમને ઉંઘ પણ સારી આવશે. ભાગવત ગીતાને ઓશિકા નીચે રાખવાથી તમે પુર્ણ કાર્યક્ષમતાથી કામ કરી શકશો અને તમે પ્રગતિ પામશો.

જો તમારા ઘરમાં ભાગવત ગીતા ન હોય તો તમે સુંદરકાંડનું પુસ્તક અથવા હનુમાન ચાલીસા પણ તકિયા નીચે રાખી શકો છો. હનુમાન ચાલીસા તકિયા નીચે રાખવાથી તમને રાત્રે બિહામણા સ્વપ્નો નથી આવતા. અને તમારું નસીબ પણ ચમકવા લાગે છે.

લોખંડની વસ્તુ

પવિત્ર પુસ્તક ઉપરાંત તમે રાત્રે સુતી વખતે તમારા તકિયા નીચે કોઈ લોખંડની વસ્તુ પણ રાખી શકો છો. જેમ કે લોખંડની ચાવી. લોખંડનો સિક્કો. તેમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર જતી રહે છે.

ભગવાનને અર્પિત કરેલા પુષ્પ

પવિત્ર ગ્રંથ ઉપરાંત તમે તમારા ઓશિકા નીચે મંદીરમાં દેવી દેવતા પર ચડાવેલા ફુલ પણ રાખી શકો છો. આમ કરવાથી તમારી આસપાસની હવા તો મહેકી જ ઉઠશે અને તમને ઉંઘ પણ સારી આવશે પણ તમારા પર ભગવાનની કૃપા પણ રહેશે.

પુસ્તકોઃ પરિક્ષા દરમિયાન તમને જો નિષ્ફળ જવાનો ભય રહેતો હોય તો તમારે નિત્ય સરસ્વતી દેવીની પુજા કરવી અને સુતી વખતે તમારા ઓશિકાની બાજુમાં પુસ્તક પણ રાખવા તેમ કરવાથી તમને સફળતા મળશે.

ખાધ્ય વસ્તુ

આમ તો ખાદ્ય વસ્તુ પથારીમાં રાખવાથી કીડીઓ થવાનો ભય રહે છે પણ જો તમે સુતી વખતે તમારા ઓશિકા નીચે લસણ રાખશો તો સૌભાગ્યની પ્રાપ્તિ થશે. તેનાથી ઉંઘ સારી આવે છે. એવું પણ કેહવાય છે કે જો લસણને ખીસ્સામાં રાખવામાં આવે તો ધનલાભ પણ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ