જલ્સા કરોને જેંતીલાલ

સુસ્મિતા સેન આ વિડીયોમાં કરી રહી છે જોરદાર ડાન્સ, જોઇ લો VIDEOમાં તમે પણ

સુષ્મિતા સેનના દીકરીઓ સાથેના આ ડાન્સ વિડિયોએ મજાવી છે ધૂમઃ જુઓ તમે પણ

સુષ્મિતા સેન ઘણા લાંબા સમયથી ફિલ્મોમાં જોવામાં નથી આવી પણ તેણી સોશિયલ મિડિયા પર એક અત્યંત એક્ટિવ સ્ટાર છે. તે અવારનવાર પોતાની દીકરીઓ સાથે પોતાના બોય ફ્રેન્ડ સાથેની હળવી પળોની, પ્રવાસની, જીમમાં ફિટનેસ એક્સરસાઇઝની, વિવિધ ડાન્સની તસ્વીરો તેમજ વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે.

હાલ તેણીનો એક વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. તેણી આ વિડિયોમાં પોતાની દીકરીઓ સાથે ડાન્સ કરી રહી છે. સુષ્મિતા ભૂતપૂર્વ મિસ યુનિવર્સ છે અને જો આજે તેણીને ફરી તે કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો મોકો મળે તો તેણી ફરી ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવે તેટલી જ સુંદર અને તેટલી જ ફીટ છે.

તેણીએ વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છેઃ કોઈ જોતું ન હોય તેમ ડાન્સ કરો

તેણીની આ વિડિયો તેણીના બૉયફ્રેન્ડ રોહમાન શૌલે રેકોર્ડ કરી છે. આ વિડિયો આંઠ મિનિટ લાંબો છે. અને હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેણી પોતાની બન્ને દીકરીઓ સાથે ડાન્સ કરી રહી છે.

આ વિડિયોના કેપ્શનમાં તેણીએ લોકોને પણ તેમની સાથે ડાન્સ કરવાનું આહવાન આપ્યું હતું. તેણીએ કેપ્શનમાં લખ્યું હતું કે આ ડાન્સના કારણે તેણી કેવી રીતે પોતાની દીકરીઓની વધારે નજીક આવી હતી. તેણીએ આ ડાન્સને ફેમિલિ એક્સરસાઇઝ ગણાવી હતી.

આ ડાન્સ બાદ તેણીએ એક પર્ફેક્ટ ફેમિલિ ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેણી પોતે, રોહમાન શૌલ, અલિસાહ, અને રેની હતા અને દરેક એકબીજાને ચિયર કરી રહ્યા હતા. ફોટો શેર કરતાં તેણીએ કેપ્શનમાં પોતાના ફેન્સને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આ પહેલાં પણ નવા વર્ષનું સ્વાગત કરતી એક પોસ્ટ સુષ્મિતાએ સોશિયેલ મિડિયા પર શેર કરી હતી. જેમાં તેણીએ પોતાના તેણીએ નવા વર્ષનું આગમન કરતાં લખ્યું છે – એક એવું વર્ષ જ્યાં આફપણે એકબીજાના સ્પિરિટને ઉંચકીશું !! ચાલો આ કરીએ !!! અને સાથે તેણીએ પોતાની બન્ને દીકરીઓ અલિસાહ અને રેનીના નામનો પણ પણ લખ્યાઉલ્લેખ કર્યો છે અને બોયફ્રેન્ડ રોહમન શૌલને પણ ટેગ કર્યો છે.

તમને જણાવી દઈએ કે સુષ્મિતાએ લગ્ન નથી કર્યા. પણ તેણીએ બે દીકરીઓને દત્તક લીધી છે અને તેણી તેમનું ગર્વભેર લાલનપાલન કરી રહી છે. સુષ્મિતા અવારનવાર પોતાની દીકરીઓ સાથેની તસ્વીરો પણ શેર કરે છે.

થોડા સમય પહેલાં તેણી વેકેશન માટે દીકરીઓ અને બૉયફ્રેન્ડ સાથે વિદેશ ગઈ હતી તે વખતે પણ તેણીએની કેટલીક રોમેન્ટિક તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. આ પહેલાં પણ સુષ્મિતાના કેટલીાક એક્ટર્સ તોજાણીતી હસ્તીઓ કેટલાક ડીરેક્ટર્સ સાથે અફેર્સ રહ્યા છે. તેણીએ ક્યારેય પોતાના પ્રેમ સંબંધને નથી છૂપાવ્યા. તે હંમેશા મુક્ત અભિવ્યક્તિમાં માનતી આવી છે.

આ પહેલાં તેણીએ રોેહમાનની ગીટાર વગાડતી એક વિડિયો પણ શેર કરી હતી. જેને પોસ્ટ કરતી વખતે તેણે પોતાની દીકરી રેની અને રોહમાનની માફી પણ માગી હતી. અને તેણી તેમને ખૂબ પ્રેમ કરે છે તે પણ લખ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version