સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી વિષે તમે આ નહીં જાણતા હોવ ! સુષ્મા સ્વરાજે તેનું નામ બાંસુરી આ કારણસર રાખ્યું હતું

ગત મંગળવારે સુષ્મા સ્વરાજનું નિધન થયું અને આખો દેશ શોકમાં ડૂબી ગયો. સુષ્મા સ્વરાજ હંમેશા એક સ્વચ્છ રાજનીતીમાં માનનારા નેતા હતા. તેમના નેતા તરીકેના એક આગવા વ્યક્તિત્વએ તેમને પોલિટિક્સમાં એક અલગ જ પવિત્રતા જન્માવી હતી જે હવે કદાચ ક્યારેય જોવા નહીં મળે.

2016માં તેમણે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તેણી ઘણા લાંબા સમયથી ગંભીર રીતે બિમાર હતા અને તે કારણસર જ તેમણે છેલ્લી ચૂંટણીમાં ઉભા રહેવાની ના પાડી હતી. કેટલાએ લોકોએ તેમને પોતાની કીડની દાનમાં આપવાની ઓફર કરી હતી જેનો તેમણે નમ્ર રીતે સ્વિકાર કર્યો હતો.

સુષ્મા સ્વરાજની અંતિમ વિધિ તેમની એકની એક દીકરીના હાથે જ કરવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધીમા તેમના અસ્થિ પણ ગંગામાં વિલિન થઈ ગયા હશે. આ દરેક વિધિ દરમિયાન પિતા પુત્રી ખુબ જ ભાવુક જોવા મળ્યા હતા.

સુષ્મા સ્વરાજ એટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા કે તેમના વ્યક્તિત્વના ઓજસમાં તેમના પતિ અને તેમની દીકરી વધું પ્રકાશમાં જોવા ન મળ્યા. પણ તેમના મૃત્યુ બાદ તેમની દીકરીની તસ્વીરો મિડિયામાં જોઈને લોકોમાં તેણી વિષે વધારે જાણવાની ઇચ્છા જાગી છે.

પણ દીકરી વિષે જાણતા પહેલા આપણે તેમના પતિ વિષે જાણી લેવું જોઈએ. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ સુષ્મા સ્વરાજે પોતાની સાથે લો કોલેજમાં અભ્યાસ કરતાં સહવિદ્યાર્થી સાથે 1975માં પ્રેમ લગ્ન કર્યા હતા.

જો કે તેમના આ લગ્નનો સુષ્મા સ્વરાજના કુટુંબે વિરોધ કર્યો હતો તે વખતે બન્ને પતિ-પત્ની એક સાથે સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. સ્વરાજ ત્રણ વર્ષ સુધી મિઝોરમના ગવર્નર પણ રહી ચુક્યા છે.

આ બન્નેને માત્ર એક જ દીકરી છે જેનું નામ બાંસુરી છે. તેના આ નામ પાછળ પણ એક મહત્ત્વનું કારણ છૂપાયેલું છે. સુષ્મા સ્વરાજ શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેમને ભગવાન શ્રીકૃષ્ણ પર ખુબ શ્રદ્ધા હતી. તે શ્રીકૃષ્ણના એવા ભક્ત હતા કે તેઓ પણ શ્રીકૃષ્ણની જેમ અનેક રૂપે ભૂમિકા નિભાવવા માગતા હતા.

તેમના જીવનમાં તેમની દીકરીનુ એક ખાસ સ્થાન છે અને માટે જ તેમણે તેણીનું નામ રાખતી વખતે ખુબ જ વિચાર કર્યો હતો. જે રીતે ભગવાન શ્રીકૃષ્ણને તેમની વાંસળી એટલે કે હીંદીમાં બાંસુરી ખુબ પ્રિય છે તેવી જ રીતે તેમને પણ તેમની દીકરી ખુબ પ્રિય હતી અને માટે જ તેમણે પોતાની દીકરીનું નામ બાંસુરી રાખ્યું હતું.

બાંસુરીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને યુ.કેના જ ઇનર ટેમ્પલમાંથી કાયદાની ડીગ્રી પણ મેળવી છે. તેણી પણ તેના પિતાની જેમ ક્રીમીનલ લોયર છે. તેણી હાલ દિલ્લી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વકીલાત કરી રહી છે.

સુષ્મા સ્વરાજનું અંગત જીવન

સુષ્મા સ્વરાજે પોતાની નેતા તરીકેની ભૂમિકા તો કર્તવ્યનિષ્ઠાથી નિભાવી જ છે પણ તેણી એક આદર્શ માતા અને એક આદર્શ પત્ની પણ રહ્યા છે. તેઓ પોતાના પતિના પત્ની કરતાં વધારે તેમના મિત્ર હતા. તેણી પોતાની દીકરીની પણ ખુબ જ નજીક હતા.

સુષ્મા સ્વરાજનો પરિવાર

સુષ્મા સ્વરાજના નજીકના કુટુંબીજનોમાં તેમના પતિ અને દીકરી ઉપરાંત તેમની બહેન અને તેમના ભાઈ પણ છે. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. અને તેણી ખુબ ખૂલીને પોતાના પિતા સાથે રાજકારણની ચર્ચાઓ કરતા હતા. તમને જણાવી દીએ કે તેઓ એક જાણિતા વૈદ પણ હતા અને ગંભીર બિમારીઓને તેઓ આયુર્વેદના ઉપચારથી મટાડતા હતા.

વાંચનના શોખીન હતાં સુષ્મા સ્વરાજ

2009માં તેઓ જ્યારે વિદિશા લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે તેમણે ત્યાં એક પુસ્તકાલય બનાવડાવ્યું હતું. તેઓ પોતાના લોકોને એટલા ચાહતા હતા કે તેમણે તેમના માટે ખાસ સગવડો ઉભી કરી હતી. પુસ્તકાલયમાં તેમણે મોટા અક્ષરોએ લખાવ્યું હતું કે વિદિશાના લોકો અહીંથી કોઈ પણ એક પુસ્તક લઈ જઈ શકે છે.

તેમને પુસ્તકો ઉપરાંત સંગીત સાંભળવાનો પણ ખુબ શોખ હતા. જો કે તેમને નવરાશની પળોમાં ફિલ્મી ગીતો કે અન્ય ક્લાસીક મ્યુઝિક નહીં પણ શિવ તાંડવ સાંભળવું ગમતું હતું.

સુષ્મા સ્વરાજે પોતાના જીવન કાળમાં 32 કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે. અને તેના વિષે પણ મિડિયામાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. સુષ્મા સ્વરાજના 2018ની છેલ્લી એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે તેમની અને તેમના પતિ પાસે 32 કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિ છે.

સુષ્મા સ્વરાજના માથા પર કોઈ પણ જાતનું દેવું. નથી તેમની આ સંપત્તિમાં દીલ્લી અને મુંબઈ ખાતેના ફ્લેટને પણ સમાવેશ થાય છે અને તેમના ત્રીસ લાખના ઘરેણાનો પણ સમાવેશ થાય છે. આ બધી જ પ્રોપર્ટી સુષ્મા સ્વરાજ અને તેમના પતિની સંયુક્ત માલિકીની હતી જે હવે તેમના પતિની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ