જલ્સા કરોને જેંતીલાલ

વર્ષ 2019માં સુશાંત સિંહ રાજપુતે ડીલીટ કરી દીધી હતી આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો…

બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનની એક વર્ષ થવાનું છે. 14 જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પણ એમને પ્રેમ કરનાર એમના ફેન્સ અને એમના પરિવાર માટે એ સ્વીકારવું ખૂબ જ અઘરું છે કે આજે આ પ્રતિભાશાળી કલાકાર આપણી વચ્ચે નથી રહ્યા. ગયા વર્ષે મુંબઈમાં આવેલા પોતાના ઘરમાં સુશાંત સિંહ રાજપૂત મૃત હાલતમાં મળી આવ્યા હતા. જો કે સીબીઆઈ એમના મોતની તપાસ કરી રહી છે.આ વર્ષે સુશાંત સિંહ રાજપૂતની પહેલી પૂણ્યતિથિ છે. સુશાંત સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહેતા હતા પણ એક દિવસ અચાનક એમને બધી જ સોશિયલ મીડિયા પોસ્ટ ડીલીટ કરી દીધી હતી.

image source

વાત જાણે એમ હતી કે વર્ષ 2019માં સુશાંત સિંહ રાજપુતે એક દિવસ અચાનક પોતાની બધી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. એ સમયે એમાં ફેન્સ ઘણા ચોકી ઉઠ્યા હતા. પણ પછી અભિનેતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આખરે એમને કેમ બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. અભિનેતાનું કહેવું હતું કે હું મારા ડીઝીટલ પ્લેટફોર્મનો ઉપયોગ મારા વાસ્તવિક વિચારો, કાર્યો અને મારા માટેના પ્લાનિંગમાં એક ઓનેસ્ટ ડોક્યુમેન્ટેંશન તરીકે પણ કરું છું જેથી જ્યારે પણ મને જરૂર હોય હું મારા વિચારોને એની ધારણાઓમાં પાછો શોધી શકું અને એમની મુવમેન્ટને જોઈ શકું.

image source

સુશાંત સિંહ રાજપુતે આગળ કહ્યું હતું કે જ્યારે જૂની ડોક્યુમેન્ટ્રીની જરૂર નથી હોતી તો હું એમને હટાવી દઉં છું. આ બહુ સીરીયસ નથી. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ એમની માતા માટે હતી. સુશાંત સિંહ રાજપુતે લખ્યું હતું કે ધૂંધળો ભૂતકાળ, આંસુઓના ટીપથી એ બાષ્પીત થઈ રહ્યો, ક્યારેય ન ખતમ થનાર આ સપનું મુસ્કુરાહટને ઉકેલી રહ્યું અને જલ્દી જ ખતમ થનાર આ જીવન, બંને વચ્ચે વાતચીત.।

image source

સુશાંત સિંહ રાજપૂત ત્રણ જૂન પછી સોશિયલ મીડિયા પર નથી દેખાયા. એ પછી એમની કોઈ પોસ્ટ નહોતી આવી. વર્ષ 2008માં સુશાંત સિંહ રાજપુતે ટીવી સિરિયલ કિસ દેશ મેં હે મેરા દિલથી ડેબ્યુ કર્યું. આ ટીવી સીરિયલમાં સુશાંતે પ્રીત સિંહ જુનેજાનું પાત્ર ભજવ્યું હતું. પ્રીત સીરિયલમાં લીડ એકટર પ્રેમ જુનેજાનો સાવકો ભાઈ હતો. જો કે આ સીરિયલમાં સુશાંતને લોકોએ ખાંડ નોટિસ ન કર્યો પણ એ એકતા કપૂરના દિલમાં જગ્યા બનાવી ચુક્યા હતા. એકતા કપૂરે સીધા એમને પોતાના પછીના ધારાવાહિક પવિત્ર રિશ્તામાં મોટો બ્રેક આપી દીધો. અહીંયાંથી સુશાંત સિંહ રાજપૂતની કિસ્મત પલટાઈ અને એ ઘર ઘરમાં જાણીતા થઈ ગયા

image source

એ પછી એમને ફિલ્મો તરફ પ્રયાણ કર્યું.વર્ષ 2013માં સુશાંત સિંહ રાજપુતે કાય પો છેથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. એમાં સુશાંત સિંહ રાજપૂતના કામના ઘણા વખાણ પણ થયા. એ પછી શુદ્ધ દેશી રોમાન્સ, ડિટેકટિવ બ્યોમકેશ બક્ષી અને પીકે જેવી ફિલ્મોમાં સુશાંત દેખાયા હતા.

image source

વર્ષ 2016માં એમએસ ધોની: ધ એન્ટોલ્ડ સ્ટોરીમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું પાત્ર ભજવીને સુશાંત સિંહ રાજપૂત બૉલીવુડ પર છવાઈ ગયા. એ પછી તો રાબતા, કેદારનાથ, સોનચિરૈયા, છીછોરે અને ડ્રાઈવ જેવી ફિલ્મોમાં દેખાયા. તો સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી જે એમના જતા રહ્યા પછી રિલીઝ થઈ હતી અને ફરી એકવાર એ બધાને રડાવી ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version