આ તારીખે સુશાંત હતો વઘારે ઉદાસ, જાણો સ્યુસાઇડ કરી લેતા શું કહ્યું ઘરના નોકરે પોલીસને…

૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંત સિંહ રાજપુતના નોકરે સુશાંત સિંહ રાજપૂતને ઘરની અંદર પંખા સાથે લટકતો જોયા પછી તરત જ સુશાંત સિંહ રાજપુતના નોકરે પોલીસને જાણ કરી દીધી હતી. સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ સુશાંત સિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો. આ સાથે જ સુશાંત સિંહ રાજપૂતને થયેલ ડીપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતએ જયારે આત્મહત્યા કરી ત્યારે સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર તેના ઘરે જ હાજર હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપુતના આ મિત્રની પણ પુછપરછ કરવામાં આવી શકે છે. ત્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ ત્રણ ડોક્ટર્સની દ્વારા કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપૂતએ છેલ્લે નીતીશ તિવારીની ફિલ્મ ‘છીછોરે’માં અન્નીનું મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે અભિનેત્રી શ્રધ્ધા કપૂરએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની આં ફિલ્મ બોક્સ ઓફીસ પર હીટ રહી હતી.

image source

સુશાંત સિંહ રાજપુતના ઘરના નોકરએ પોલીસને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ગત રોજના દિવસે એટલે કે ૧૩ જુનના રોજ ખુબ જ ઉદાસ જોવા મળ્યો હતો. ત્યાર પછી નોકર વધુ જણાવતા કહે છે કે, તે જયારે આજે કામ કરવા માટે સુશાંત સિંહ રાજપુતના ઘરે આવે છે ત્યારે તેને ઘણા સમય સુધી દરવાજાને ખખડાવ્યો હતો પરંતુ જયારે દરવાજો અંદરથી ખોલવા ના આવ્યો તો નોકરે ઓટાની પાસે રહેલ અન્ય એક ચાવીની મદદથી દરવાજો ખોલીને અંદર ગયા જ્યાં નોકરને સુશાંત સિંહ રાજપૂત પંખા પર લટકતી સ્થિતિમાં જોવા મળ્યો હતો.

છ દિવસ પહેલા જ પૂર્વ મેનેજરએ આત્મહત્યા કરી હતી.:

image source

સુશાંત સિંહ રાજપૂતએ અજ રોજ ૧૪ જુન, ૨૦૨૦ના રોજ પંખા પર લટકીને આત્મ હત્યા કરી છે જયારે ૮ જુન, ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપુતના પૂર્વ મેનેજર એવી દિશા સલિયનએ મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગરના ૧૨ માળની બિલ્ડીંગ પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપુતએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના પૂર્વ મેનેજરના મૃત્યુ પર શોક પ્રગટ કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી પોસ્ટ.:

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

સુશાંત સિંહ રાજપૂતએ ૩ જુન, ૨૦૨૦ના રોજ માતા સાથે ની એક ફોટો પોસ્ટ કરી હતી. સુશાંત આ ફોટો પોસ્ટ કરતા કહે છે કે, ‘અશ્રુના ટીપાં માંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન…. અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણીક જીવન. બંને વચ્ચે વાટાઘાટો કરે છે…’ સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી પોસ્ટ પરથી જણાઈ રહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ડીપ્રેશનના શિકાર થયાનું જણાવાઈ રહ્યું છે.

ચાર બહેનો વચ્ચે એક ભાઈ.:

image source

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ થયો હતો. સુશાંત સિંહ રાજપૂત માતાપિતાનો એકનો એક દીકરો હતા જયારે સુશાંત સિંહને ચાર બહેનોમાં એક જ ભાઈ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ