આ જાહેરાતને લઇને રણવીર સિંહ થવા લાગ્યો જબરો ટ્રોલ, જાણો એડમાં એવું તો શું છે કે સુશાંતના ફેન થયા જબરા ગુસ્સે

બોલિવૂડના દમદાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની ઘટનાને 5 મહિનાથી વધુનો સમય પસાર થઈ ચુક્યો છે. આ કેસમાં શરુઆતથી લઈ અત્યાર સુધી અનેક અટકળો ચાલી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. જો કે આ આત્મહત્યા હતી કે હત્યા તે મામલે સ્પષ્ટતા થઈ હતી કે સુશાંતે આત્મહત્યા જ કરી હતી.

14 જૂનના રોજ સુશાંતનું મોત નીપજ્યું હતું ત્યારબાદથી પણ લોકો તેને ભુલી શક્યા નથી. બોલિવૂડ પોતાની ફિલ્મોથી તેણે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. તેવામાં તેના નિધનથી લોકોને પણ મોટો આંચકો લાગ્યો હતો. આ જ કારણ છે કે તેના ફેન્સ એવું કંઈપણ સાખી લેતા નથી જે સુશાંત સાથે જોડાયેલી તેમને લાગણીને આહત કરે.

આવું તાજેતરમાં જ થયું છે. બન્યું એવું છે કે સુશાંતના ફેન્સ રણવીર સિંહની એક જાહેરાતને લઈ ખૂબ જ નારાજ થઈ ગયા છે અને રણવીરને અને તેની જાહેરાતને બોયકોટ કરવા માંગ કરી રહ્યા છે. આ એડને લઈને રણવીરને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

રણવીરની આ એડ બિંગો મેડ એંગલ્સ માટેની છે. આ એડ જાહેર થયા બાદ સુશાંતના ફેન્સનું કહેવું છે કે આ જાહેરાતમાં સુશાંતની મજાક ઉડાવવામાં આવી છે. રણવીર સિંહ એડમાં તેના સંબંધીઓથી ઘેરાયેલો જોવા મળે છે જે વારંવાર તેને તેના ફ્યૂચર પ્લાન વિશે પ્રશ્નો પુછે છે. આવી સ્થિતિમાં રણવીર પહેલા તો પરેશાન થઈ જાય છે અને ત્યારબાદ તે મેડ એંગલ્સ ખાય અને ફટાફટ બધાને જવાબ આપી તેમની બોલતી બંધ કરી દે છે.

રણવીર સિંહ મેડ એંગલ્સ ખાય અને તેના સંબંધીઓને ચુપ કરાવી દે છે. આ જાહેરાત બાદ સુશાંતના ફેન્સ આક્ષેપ કરે છે કે રણવીર સુશાંતની મજાક ઉડાવે છે કારણ કે તે એક જ એવો એક્ટર હતો જે સાયન્સમાં રસ ધરાવતો હતો અને બહુ જ જીનિયસ હતો. આ એડમાં આડકતરી રીતે સુશાંતની મજાક ઉડાવવામાં આવી છે.

સુશાંતના ફેન્સ કહી રહ્યા છે કે આ રીતે સુશાંતની ઉડતી મજાકને સહન કરી લેવાશે નહીં. આ સાથે જ રણવીર સિંહના મીમ્સ પણ બની રહ્યા છે. લોકો તેને ટ્રોલ કરી અને જાહેરાત અને રણવીરને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એવી વાત પણ સામે આવી છે કે રણવીર સિંહે મોતના એક દિવસ પહેલા એક ફિલ્મને લઈને નિર્માતાઓ સાથે વાતચીત કરી હતી. આ ફિલ્મ મુંબઈ હુમલા પર આધારિત હતી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે 14 જૂને સમાચાર આવ્યા કે સુશાંતનું મોત નીપજ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ