જલ્સા કરોને જેંતીલાલ

સૂર્ય પ્રવેશ કરશે મેષ રાશિમાં, આ રાશિના લોકોની ચમકી જશે કિસ્મત, જેમાં કુંભ રાશિના લોકો થશે ખૂબ નસીબદાર સાબિત

સૂર્ય પ્રવેશ કરી રહ્યા છે મેષ રાશિમાં આવનાર એક મહિનો, આ રાશિઓને પ્રાપ્ત થઈ શકે છે રાજસુખ.

સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી આ રાશિઓને થશે ફાયદા.

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ બુધવારના દિવસે ગ્રહોના રાજા સૂર્ય મીન રાશિ માંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરવાના છે. સૂર્યનું આ ગોચર તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ મધ્ય રાત્રિ દરમિયાન ૨:૩૩ વાગે મેષ રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. એટલા માટે સંક્રાંતિના દાન- પુણ્ય તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ કરવામાં આવશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજ્ન, સૂર્ય એક રાશિમાં એક મહિના સુધી રહે છે અને જે દિવસે સૂર્ય રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસને સંક્રાંતિના નામથી જાણવામાં આવે છે.

image source

એટલા માટે તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ના દિવસને મેષ સંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવશે અને કુંભમાં પવિત્ર ડૂબકીઓ પણ ભક્તો દ્વારા લગાવવામાં આવશે. સૂર્યના મેષ રાશિમાં ગોચર થવાથી તમામ રાશિઓ પ્રભાવિત થશે. કેટલીક રાશિઓની આવકમાં વધારો થશે તો કોઈના વેપારમાં તેજી આવશે ત્યાં જ કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર- ચઢાવનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ સૂર્યના મેષ રાશિમાં આવવાથી કઈ કઈ રાશિઓના જાતકોને પ્રાપ્ત થશે રાજસુખ.

મેષ રાશિ: એકાએક લાભ અને શુભ ફળોની થશે પ્રાપ્તિ.

સૂર્યનું ગોચર મેષ રાશિ માટે શુભ સમાચાર લઈને આવી શકે છે. આ દરમિયાન આપને કેટલીક ઉપલબ્ધિઓ મળશે અને આપના વાણી અને વ્યવહારમાં પણ સુધાર જોવા મળશે. લગ્નજીવનમાં આપને શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. આ સાથે જ આપની આસપાસના લોકોની સાથે પણ આપના સંબંધો સુધરશે. આપ સારું અર્જિત કરી શકશો અને સામાજિક પ્રતિષ્ઠા વધશે, જેનાથી આપ લોકોની નજરમાં આપની સકારાત્મક છવિ બનશે. કાર્યક્ષેત્રમાં આપને સફળતાઓ મળશે અને પ્રતિદ્વંદીઓથી સરળતાથી જીત મેળવી લેશો. ગોચર કાળમાં માતા તરફથી અચાનક લાભ અને શુભ ફળોની પ્રાપ્તિ થશે.

મિથુન રાશિ: રોકાણ કરવા માટે આ સમય અનુકુળ.

સૂર્યનું ગોચર આપની રાશિ માટે લાભદાયક રહેવાનું છે. આ દરમિયાન આપના અધિકારોમાં વધારો થશે અને વિદેશમાં વસવાની ઈચ્છા પૂરી થતી જોવા મળશે. આર્થિક રીતે આ સૂર્ય ગોચર આપને કેટલાક ક્ષેત્રોમાં લાભ અપાવી શકે છે. આપની સ્થિતિ અને કરિયરમાં વૃદ્ધિ થશે. આ સાથે જ કાયદાકીય બાબતોથી આપને છુટકારો મળશે. રોકાણ કરનાર વ્યક્તિઓ માટે આ સમય અનુકુળ છે. વ્યવસાય સાથે સંબંધિત જાતકોના વેપારમાં પ્રગતિ થશે અને લાભ થવાની સંભાવના વધી શકે છે. આ સાથે જ ઓફિસમાં કામ કરનાર લોકોને ઉચ્ચ અધિકારીઓની સાથે સારા સંબંધ બનશે, જેનાથી આપની આવક વધવાની તક પણ છે.

સિંહ રાશિ: ભવિષ્યમાં મોટા લાભ થવાની સંભાવના.

સૂર્યનું ગોચર સિંહ રાશિના જાતકો માટે વિકાસની કેટલીક સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. આ દરમિયાન કેટલાક પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકોની સાથે આપની મુલાકાત થશે, જેનાથી વિચારોના આદાન- પ્રદાન થશે અને ભવિષ્યમાં મોટા લાભ થવાની સંભાવનાઓ વધશે. ભાઈ- બહેનોનો સારો સહયોગ મળશે અને એમની મદદથી બિઝનેસ અને ઘરના જરૂરી કામ પુરા થશે. ગોચર કાળમાં દોસ્તોની સાથે સારો સમય પસાર કરશો અને નવા મિત્ર પણ બનશે. આની સાથે પડોસીઓની સાથે સારા સંબંધ બનશે. જો આપ પારિવારિક બિઝનેસ સાથે જોડાયેલ છો તો ગોચર કાળમાં સારો નફો થશે.

તુલા રાશિ: જમીન- જાયદાદમાં થશે વધારો.

સૂર્યનું ગોચર તુલા રાશિ માટે લાભનો યોગ બનાવી રહ્યો છે. આ દરમિયાન સંતાનના વિવાહની ચિંતા સમાપ્ત થઈ શકે છે અને આપ જીવનસાથી સાથે સુકુન ભરેલ સમય પસાર કરશો. પોતાનો બિઝનેસ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમયની સાથે સાથે ભાગ્ય પણ પુરેપુરો સાથ આપશે. આ સાથે જ નવી નોકરીની તલાશ કરનાર વ્યક્તિઓને અનુકુળ અવસર પ્રાપ્ત થશે અને આવકમાં વધારો થવાના યોગ બની શકે છે. ગોચર કાળ દરમિયાન સરકારી યોજનાઓના ફાયદા મળશે અને ધનમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન પણ થશે. જમીન- જાયદાદમાં વધારો થશે અને કેટલાક દિવસો પછી આપના નસીબના દ્વાર ફરીથી ખુલી શકે છે.

ધનુ રાશિ: નસીબનો પુરેપુરો સાથ મળશે.

સૂર્યનું ગોચર ધનુ રાશિ માટે ભાગ્યને જાગૃત કરશે. આ દરમિયાન આપને નસીબનો પુરેપુરો સાથ મળશે અને વરિષ્ઠ વ્યક્તિઓની સાથે સારા સંબંધ બનશે. આપની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો આપની સાથે સલાહ- સૂચન આપશે, જેનાથી એમનો ફાયદો પણ થશે. જો આપ લાભ માટે કોઈ યાત્રા કરી રહ્યા છો તો નિશ્ચિત લાભ મળવાની સંભાવના બની રહી છે. આપના વિચાર આપની પ્રગતિનું કારણ બનશે, આ સાથે જ આપને તેનાથી પ્રસિદ્ધિ પણ મળશે. જો આપ સિંગલ છો તો આપ જલ્દીથી જલ્દી વિવાહના બંધનમાં બંધાઈ શકો છો. ગોચર કાળમાં આપ પોતાને વધારે સારી રીતે સમજવામાં સફળ થશો.

કુંભ રાશિ: કામથી ખુશ નજર આવશો.

સૂર્યનું ગોચર કુંભ રાશિના જાતકો માટે અનુકુળ સાબિત થવાનો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે શુભ સમય રહેશે અને વિદેશ જઈને ડીગ્રી મેળવવાની ઈચ્છા પૂરી થશે. કાર્યક્ષેત્રમાં આપને કેટલાક નવા અવસર મળશે અને આપ પોતાના કામથી ખુશ પણ જોવા મળશો, જેનાથી અધિકારીઓની સાથે આપના સંબંધ મધુર બનશે. જીવનમાં આપને ખુશીઓનું વાતાવરણ જળવાઈ રહેશે અને બાળકોના જીવનમાં પ્રગતિ થવાથી મન પ્રસન્ન પણ થશે. ગોચર કાળમાં ભાગ્ય પૂરો સાથ આપશે અને જૂની સમસ્યાઓ માંથી આપને રાહત પણ મળશે. આની સાથે જ આપના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version