એક કળશ જળનો અર્ધ્ય બદલી દેશે જીવન, જાણો ચમત્કારિક ઉપાયો…

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આપણા જીવનમાં આવતી મોટાભાગની સમસ્યાઓનું કારણ ગ્રહોની બદલતી સ્થિતી હોય છે. ગ્રહો જ્યારે જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે ત્યારે 12 રાશિના જાતકો પર સારી અને ખરાબ અસર કરે છે. ગ્રહોના કારણે સર્જાતી સમસ્યાઓને દૂર કરવાના ઉપાય આજે અહીં આપવામાં આવ્યા છે. આ ઉપાય તમારા જીવનને સરળ બનાવી દેશે.
સમાજમાં માન-સન્માન ન મળતું હોય તો રોજ રાત્રે સૂતા પહેલાં માથાની પાસે તાંબાના કળશમાં પાણી ભરીને રાખી દેવું. સવારે આ પાણી કોઈપણ કાંટાવાળા છોડમાં પધરાવી દેવું.
સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદિ કરી તાંબાના કળશમાં પાણી ભરી તેમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા ઉમેરી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતી વખતે ॐ સૂર્યાય નમ: મંત્ર બોલવો. આ ઉપાય રોજ કરવાથી વ્યક્તિનું માન-સન્માન વધે છે.
ધાર્મિક શાસ્ત્ર અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો લક્ષ્મી-નારાયણને પ્રસન્ન કરવા હોય તો સોમવારથી શનિવાર સુધી પીપળાને પાણી ચઢાવવું અને ॐ બ્રહ્મદેવાય નમ: મંત્ર બોલવો.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી