શિયાળામાં ફાયદાકારક છે સૂર્યમુખીનું તેલ અને તેનાથી પણ ડબલ ફાયદાકારક છે તેના બીજ…

શિયાળામાં મોટાભાગના લોકોની એક જ તકલીફ હોય છે કે સ્કીન એ ડ્રાય થઇ જાય છે. ઘણા એવા ચહેરાઓ હોય છે જે શિયાળામાં ફિક્કા પડી જાય છે અને ચહેરાની ચમક ખોવાઈ જાય છે. આવામાં ઘણા લોકો એ મોંઘી મોંઘી ક્રીમ વાપરતા થઇ જાય છે પણ તેનાથી જોઈએ એટલો ફાયદો મળતો નથી. પણ આજે અમે લાવ્યા છીએ તમારા માટે એક એવી વસ્તુ જેના ઉપયોગથી તમને તમારી સ્કીનની દરેક પ્રોબ્લેમમાંથી છુટકારો મળશે. એટલું જ નહિ આનાથી તમારી ચામડીની સાથે સાથે વાળને પણ બહુ ફાયદો થશે.

નારિયલની ચટણી જો બહુ ક્રીમી બની ગઈ છે તો તેમાં પણ તમે આ બીજ ઉમેરી શકો છો આ બીજમાં ફેટી એસીડ અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. આપણા ગુજરાતમાં જે લોકોને ભાખરીનું ચુરમું અને તેના લાડુ બનાવીને ખાતા હોય છે તેમાં પણ મિક્સ કરી શકો છો.

સૂરજમુખીનું તેલ એ વાળ માટે બહુ ફાયદાકારક હોય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર આ તેલથી માથામાં માલીસ કરો અને પછી શેમ્પુથી ધોઈ નાખો. આમ સૂર્યમુખીનું તેલ એ વાળ માટે નેચરલ કંડીશનર છે.
અનેક બીમારીઓ માંથી રાહત આપે છે,

સૂરજમુખીનું તેલ એ એક્જિમા અને ડર્મેટાઈટીસ જેવી બીમારીઓથી આપણું રક્ષણ કરે છે. આમાં ફેટી એસીડ હોય છે જે ચહેરા પર ખીલના કે બીજા કોઈ ડાઘા થવા દેતું નથી.

જેવીરીતે સૂર્યમુખીનું તેલ ઉપયોગી છે તેવી જ રીતે સૂર્યમુખીના બીજ પણ બહુ ઉપયોગી છે. તેના બીજ એ અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. આવો તમને જણાવીએ સૂર્યમુખીના બીયા ખાવાનો ફાયદા.સુર્યમુખીના બીયામાં જરૂરી ફેટી એસીડ, વિટામીન અને મિનરલ હોય છે, જે આપણા શરીર માટે બહુ મહત્વપૂર્ણ છે અને આને કોઈપણ રીતે આપણે આપણા રોજીંદા ભોજનમાં ઉપયોગ કરવો જ જોઈએ.
શેકેલા અને મીઠાવાળા બીજ એ એક ઉત્તમ નાસ્તો માનવામાં આવે છે, પોષ્ટિકતા વધારવા માટે તમે આનો ઉપયોગ એ ભોજનમાં પણ કરી શકો.

સુરજમુખીના બીયાનો ઉપયોગ એ મુખ્ય ભોજન જેવા કે ચીકન, દાળ, મિક્સ વેજીટેબલ વગેરેમાં નાખીને ખાઈ શકો અથવા બાળકોને તમે ખવડાવવા માંગતા હોવ તો બાળકોને પસંદ હોય એવા સલાડ, પાસ્તા વગેરેમાં પણ આને ઉમેરી શકો છો.

આ બીજને તમે કોઈપણ સોફ્ટ વાનગી હોય તેને ટેસ્ટી અને નમકીન બનાવવા માટે તેમાં ઉમેરી શકો છો. આ બીજનો પાઉડર અથવા લોટ એ કેક, મફીન્સ અને બ્રેડ બટરમાં પણ મિક્સ કરી શકો છો.

સૂર્યમુખીના બીજમાંથી બટર બનાવવા માટે મુખ્ય વસ્તુઓમાં સૂર્યમુખીના બીજ, મીઠું અને ખાંડ. આ ત્રણે વસ્તુઓને મિક્સ કરો અને તેને ક્રીમી બનાવવા માટે તેમાં સૂર્યમુખીનું તેલ પણ ઉમેરી શકો. દૂધ અને પીનટ બટરનો આ એક સારો વિકલ્પ છે. આને બ્રેડ પર લગાવીને અને ઘરે બનાવેલ સોસમાં મિક્સ કરીને વપરાશમાં લઇ શકો છો.

સૂર્યમુખીના બીજને તમે નાસ્તામાં બનાવવામાં આવતા કેવડામાં પણ મિક્સ કરી શકો. આ બીજ એ કેવડાનો ટેસ્ટ તો સારો બનાવશે જ પણ સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.
આ વસ્તુ છે સૂરજમુખીનું તેલ,

ચહેરાની ખોવાઈ ગયેલ ચમક પછી મેળવવા માટે એક નાની ચમચી બદામની પેસ્ટમાં એક નાની ચમચી સૂરજમુખીનું તેલ ઉમેરો, તેમાં એક ચમચી ગુલાબજળ અને પા કપ મસુરની દાળની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને ૫ મિનીટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આમ કરવાથી તમારા ચહેરાની ખોવાઈ ગયેલ રંગત પરત મળશે.
સારા વાળ માટે,