આજથી છેક 14 માર્ચ સુધી સૂર્ય કુંભ રાશિમાં રહેશે, આ રાશિના લોકો જો નહીં ચેતે તો ભોગવવું પડશે, આ લોકોને થશે ફાયદો

રાશિફળ એક એવી વસ્તુ છે કે જે દરેક વસ્તુ અને દરેક લોકો સાથે જોડાયેલી છે. કારણ કે કોઈ પણ વસ્તુમાં વાસ્તુ શાસ્ત્રનું અઢળક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નોકરી ન મળતી હોય કે છોકરી ન મળતી હોય, બધા રાશિ જોઈને ઉપાય કરતાં જોવા મળી રહ્યા હોય છે. ત્યારે હવે શુક્રવાર અને 12 ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી રહ્યો છે અને આ રાશિ પરિવર્તનના કારણે થોડા લોકોની મુશ્કેલીઓ વધવાની છે તો થોડી રાશિઓ માટે કુંભ રાશિનો સૂર્ય ભાગ્યોદય આપનાર રહેશે.

આ પરિવર્તન વિશે જો વાત કરીએ તો સૂર્ય કુંભ રાશિમાં 14 માર્ચ સુધી રહેશે અને ત્યારબાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. મળતી માહિતી પ્રમાણે કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રએ આ વિશે વાત કરી હતી કે આચાર્ય વરાહમિહિરના ગ્રંથ બૃહત્સંહિતાના ગોચરાધ્યાયમાં સૂર્યના રાશિ પરિવર્તન અંગે જણાવવામાં આવ્યું છે, જેને પ્રમાણે સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશથી મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો માટે સમય શુભ રહેશે. આ સિવાય મિથુન, તુલા અને મકર રાશિના લોકો પર ઠીક ઠીક પડશે. એ જ રીતે વાત કરીએ તો કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. માટે આ રીતે અલગ અલગ રાશિઓને ધ્યાનમાં રાખવું પડશે અને ફાયદો મળે એ રાશિના લોકોએ પણ એ પ્રમાણે પગલા ભરવા જોઈએ.

image source

આ સાથે જ દરેક લોકો માટે ઉપાયની જો વાત કરીએ તો સૂર્યની અશુભ અસરથી બચવા માટે દરેક રાશિના લોકોએ સવારે વહેલા ઉઠી જઈને ઊગતા સૂર્યના દર્શન કરીને પ્રણામ કરવા જોઇએ. પછી સૂર્યદેવને જળ ચઢાવવું જોઇએ. રવિવારનું વ્રત પણ રાખવું જોઇએ. બની શકે તો આ દિવસે મીઠું ન ખાવુંહીં. લાલ કપડાં વધારે પહેરવાં. લાલ ચંદનનું તિલક લગાવો અને લાલ ચંદન પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો. તો આ રીતે નવા નવા ઉપાય કરીને પણ આવી ગંભીર અસરથી લોકો બચી શકે એવું જ્યોતિષીનું કહેવું છે.

image source

હવે કો લાભ મળશે એવી રાશિઓ વિશે વિગવે વાત કરવામાં આવે તો મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના લોકો માટે સૂર્ય શુભ ફળ આપનારો રહેશે. તો આવા રાશિના તમામ લોકોએ નોકરિયાત અને બિઝનેસમાં ધનલાભ અને પ્રમોશન મળવાની પુરી સંભાવના છે. વિચારેલાં જરૂરી કાર્યો પૂર્ણ થાય અને એનો ફાયદો પણ મળે એવી આશા સેવવામાં આવી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલાં કાર્યોમાં ફાયદો થવાના પણ યોગ છે. ખાસ વાત એ છે કે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થશે. સરકારી કાર્યોમાં સફળતા મળવાના પણ યોગ બની રહ્યા છે. મહેનત અને પરાક્રમ વધી શકે છે. એનાથી અધિકારી અને મોટા પદ પર રહેલા લોકો પ્રભાવિત થશે.

image source

હવે વાત એવા લોકોની કરીએ કે જેના માટે આ દિવસોમાં ઠીક ઠીલ લાભ અને નુકસાન રહેવાની વાત કરવામાં આવી છે. સૂર્યના રાશિ બદલવાથી મિથુન, તુલા અને મકર રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનારા લોકોએ મહેનત અને ભાગદોડ વધારે કરવી પડશે. જો કે એનો સંપૂર્ણ ફાયદો મળવાના પણ પુરા યોગ છે. આ લોકોએ નક્કી કરેલા કામો પૂર્ણ કરવામાં પણ વિઘ્નો આવી શકે છે.

image source

હવે એ રાશિના લોકોની વાત કરીએ કે જેને આ સમયમાં સાવધાન રહેવાની જરૂર પડશે અને આ દિવસોમાં કોઈ સારા કામ કરતા પહેલાં 10 વખત વિચારીને પગલું ભરવું પડશે. સૂર્યના રાશિ બદલવાથી કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોએ ખાસ સાવધ રહેવું પડશે. કારણ કે આ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓ આવવાના પણ યોગ છે. આ રાશિના લોકોએ ઘરમાં પણ સાચવવું પડશે કેમ કે લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા પણ છે. કોઈપણ કામમાં મહેનત વધારે રહેશે અને તેનું ફળ પણ ઓછું જ મળશે. આ દિવસોમાં તમને કિસ્મતનો સાથ મળી નહીં શકે. દુશ્મનો પણ આ દિવસોમાં તમને પરેશાન કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ