વર્ષ 2020નુ પહેલુ સૂર્યગ્રહણ થશે જૂનની આ તારીખે, જાણો કઇ રાશિના લોકોએ સાચવવુ પડશે ખાસ

21 જૂને થશે વર્ષ 2020નું પહેલું સૂર્યગ્રહણ , 8 રાશિના જાતકોએ સાચવવું પડશે, અસર રહેશે અશુભ. આ ગ્રહણ ભારત સહિત અન્ય બીજા દેશોમાં પણ જોવા મળશે, તેની અશુભ અસરથી કુદરતી આપત્તિઓ આવી શકે છે

21 જૂને આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો એ જેઠ મહિનાની અમાસના રોજ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં જોઈ શકાશે. અને જેના કારણે તેની વધારે અસર જોવા મળશે. કાશીના જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે આ ગ્રહણ આપણા દેશમાં જોવા મળશે. એટલે તેનું સૂતક પણ આપણને લાગશે.

image source

આ સૂર્યગ્રહણની અશુભ અસર 8 રાશિઓ ઉપર રહેશે અને 4 રાશિના લોકો આ ગ્રહણની અશુભ અસરથી બચી જશે. આ ગ્રહણની અશુભ અસરથી તોફાન અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ પણ આવી શકે તેમ છે. આ સૂર્યગ્રહણની અસર ભારત સહિતના અન્ય દેશો નેપાળ, પાકિસ્તાન, સઊદી અરબ, યૂએઈ, એથોપિયા તથા કાંગોમાં પણ જોવા મળશે.

સૂર્યગ્રહણ અને સૂતકનો સમયઃ-

image source

આ સૂર્યગ્રહણનો સમય સવારે 10.31 થી બપોરે 2.04 સુધી રહેશે. અને જેનું સૂતક 20 જૂને રાતે 10.20થી જ શરૂ થઇ જશે. સૂતકના સમયમાં બાળક, મોટી ઉંમરના વ્યક્તિઓ અને રોગી સિવાય અન્ય કોઇએ ભોજન લેવું જોઇએ નહીં. આ સમય દરમિયાન ખાદ્ય પદાર્થોમાં તુલસીનું પાન રાખો. ગર્ભવતી મહિલાઓ આ સમયમાં ખાસ સાવધાન રહેવુ. ગ્રહણકાળમાં સૂવું તેમજ ભોજન કરવું જોઇએ નહીં. ચપ્પુથી શાકભાજી, ફળ વગેરે કાપવા પણ વર્જિત માનવામાં આવે છે.

સૂર્યગ્રહણનું ફળઃ-

image source

મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો ઉપર ગ્રહણની અશુભ અસર થશે નહીં. જ્યારે આ સિવાયની વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે. તેમાંય વળી વૃશ્ચિક રાશિના લોકોએ વધારે ધ્યાન રાખવું પડશે. કંકણ આકૃત્તિ ગ્રહણ હોવાની સાથે સાથે જ આ ગ્રહણ રવિવારે હોવાથી તેની અસર વધારે જણાશે. આ સૂર્યગ્રહણ દરમિયાન સ્નાન, દાન અને મંત્રજાપ કરવાથી સારું ફળ મળી શકે છે.

જરૂરિયાતવાળા લોકોને દાન કરો અને કોઈપણ પ્રકારનું શુભ કામ કરવાથી બચવું-

સૂતકના સમયમાં કોઇપણ શુભ કામ કરવુ નહિ. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે સૂતકના સમયમાં પૂજા પાઠ અને દેવી દેવતાઓની મૂર્તિઓને પણ સ્પર્શ કરી શકાતો નથી. આ દરમિયાન કોઇપણ પ્રકારનું શુભકામ શરૂ કરવું શુભ માનવામાં આવતું નથી.

image source

સૂર્યગ્રહણની અશુભ અસરથી બચવા માટે જે તે રાશિના લોકોએ ગ્રહણકાળ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઇએ. તમે આ મંત્ર સાંભળી પણ શકો છો. આ સિવાય જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું જોઈએ. સૂર્યગ્રહણ પહેલાં તોડીને રાખેલાં તુલસીના પાનનું સૂર્યગ્રહણના સમયે સેવન કરવાથી ગ્રહણની અશુભ અસરથી બચી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ