સૂર્યદેવની કૃપાથી થશે અપાર ધનલાભ – સૂર્યને અર્ઘ્ય આપતી વખતે પાણીમાં ઉમેરો આ એક વસ્તુ

આ ઉપાયથી ભલભલો કંગાળ માણસ પણ બની જાય છે ધનવાન

સૂર્યના મહત્ત્વને આપણે ધાર્મિક, જ્યોતિષ તેમજ વૈજ્ઞાનિક રીતે પણ જાણી ગયા છીએ. જો સુર્ય ન હોય તો પૃથ્વીનું કોઈ જ અસ્તિત્વ પણ ન રહે અને જો સુર્ય પોતાના નિયમથી એક દિવસ માટે પણ રજા લે તો પૃથ્વી પર પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ જાય છે.

 

image source

હીન્દુ ધર્મમાં અરે માત્ર હીન્દુ ધર્મમાં જ નહીં પણ પુરાણ કાળમાં સમગ્ર પૃથ્વી પરના વિવિધ ધર્મોમાં સુર્યને એક ખાસ જગ્યા આપવામાં આવેલી છે અને માટે જ આજે દુનિયાના ખૂણે ખૂણે સૂર્યની ઉપાસના માટે મંદીરો કે દેવાલયો બનાવવામાં આવ્યા છે. તો વળી જ્યોતિષ શાસ્ત્રમાં પણ બધા જ ગ્રહો કરતાં સૂર્યને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને કહેવાય છે કે કુંડળીમાં જેનો સુર્ય પ્રબળ હોય છે તેને તેના જીવનના દરેક કામમાં સફળતા મળે છે.

 

image source

પણ જે લોકોનો સુર્ય પ્રબળ નથી તેના માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેમાં સૌથી સીધો અને સરળ ઉપાય કોઈ હોય તો તે છે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનો. પણ જો આ જળાભિષેક યોગ્ય વિધિ વિધાનથી અથવા યોગ્ય જાણકારી સાથે તેમાં સુધારો કરીને કરવામાં આવે તો તમારા નસીબ આડેનું પાંદડું કે પછી તમારા નસીબ પર લાગેલું તાળુ આપોઆપ ખુલી જાય છે અને તમારા જીવનનો એક નવો જ ઉદય થાય છે.
તો ચાલો જાણીએ સુર્યનારાયણને યોગ્ય રીતે જળ અર્પણ કરવાની રીત વિશે.

સુર્યની આરાધના એટલે કે સુર્યનારાયણને જળ ચડાવતા પહેલાં તો તમારે એક નિયમ પાક્કો કરી લેવો જોઈએ કે તમારે સુર્યોદય થાય તે પહેલાં જ ઉઠી જવું જોઈએ અને તમારા નિત્યક્રમ પતાવી લેવા જોઈએ. ત્યાર બાદ તમારે નાહી લેવું જોઈએ અને બિલકુલ સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. મનમાં પવિત્ર વિચારો રાખવા જોઈએ.

સુર્યનારાયણને જળ ચડાવતી વખતે જળમાં નાખો આ જાદુઈ વસ્તુ દૂર થઈ જશે તમારી આર્થિક સમસ્યાઓ

image sourceહવે સુર્યોદય થયા બાદ તાંબાના સ્વચ્છ લોટામાં સ્વચ્છ પાણી લેવું હવે તેમાં એક-બે તાજા ફુલ ઉમેરવા અને હવે તેમાં આ જાદુઈ વસ્તુ ઉમેરો. અને તે જાદૂઈ વસ્તુ છે સાકર જેને મિશ્રિ પણ કહેવામાં આવે છે. માત્ર આ એક વસ્તુનો નાનકડો ગાંગડો ઉમેરવામાં આવશે અને જો તેનો જળાભિષેક સુર્યનારાયણને કરવામાં આવશે તો તમારા નસીબને લાગેલા તાળા ખુલી જશે તમે કંગાળમાંથી કરોડપતિ બની જશો.

 

image source

મિશ્રી નાખ્યા બાદ જ્યારે તમે સુર્યનારાયણને જળ અર્પણ કરો ત્યારે તમારે સૂર્યદેવનો જે કોઈ મંત્ર તમને આવડતો હોય તેનું ઉચ્ચારણ કરવું અને ધીમે ધીમે જળ ચડાવવું. ચળ ચડાવતી વખતે એકવાતનું ધ્યાન રાખવું કે જળની ધારા તમારાથી દૂર ન પડે પણ તમારા પગને પણ તેની છાલક મળે તેવી રીતે કરો. આમ કરવાથી તેની ઉર્જા જમીનમાં નહીં વહી જાય પણ તમને પણ તમને મળશે.

હવે આ રીતે જળની ધારા પાડતાં પાડતાં તમારે “ઓમ હિમ ક્રીમ સૂર્યાય સ્વસ્થ કિરણાય મનવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા”નો મંત્ર જાપ ત્રણ વાર કરવો. હવે લોટામાં વધેલા પાણીને જમણા હાથની આંગળીઓ પર લઈને તેનો ચારે દીશામાં છંટકાવ કરો. હવે તે જ જગ્યાની ત્રણ વાર પ્રદક્ષિણા કરો અને વિધિ પુર્ણ થાય એટલે તે જગ્યાનું નમન કરો.

 

image source

આ કારણે થાય છે લાભ

જ્યોતિષ શાસ્ત્રમાં કેહવામાં આવ્યું છે કે સુર્યમાં મિશ્ર્રી ઉમેરવાથી જળ મીઠું બને છે અને તેનો અભિષેક કરવાથી. જે-તે વ્યક્તિની જન્મ કુંડળીમાં મંગળનો દોષ રહેલો હોય તે નાબુદ થઈ જાય છે. અને આ પ્રયોગ નિયમિત કરવામાં આવે તો દીવસેને દીવસે મંગળ મજબૂત બનતો જાય છે. અને આમ થવાથી તમે તમારા મનમાં ઇચ્છેલી બધી જ કામનાઓને પુર્ણ કરી શકો છો.

 

image source

સૂર્યનારાયણને જળ ચડાવવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ.

કહેવાય છે કે ઉગતા સુરજ વખતે જ્યારે સુરજ નારંગી રંગનો હોય તે વખતે ચળ ચડાવવામાં આવે અને તે જળની ધારાની આરપાર જો સૂર્યના દર્શન કરવામાં આવે તો દ્રષ્ટિ તેજ બને છે.

image sourceઆવી વ્યક્તિઓએ આજીવન સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ

  • સૌ પ્રથમ તો એવી વ્યક્તિ કે જેની કુંડળીમાં સુર્ય નબળો હોય તેમણે તો જળ ચડાવવું જ જોઈએ.
  • આ સિવાય એવી વ્યક્તિ કે જેને પોતાના પર વિશ્વાસ ન હોય જેમાં આત્મવિશ્વાસની કમી રહેતી હોય તેમજ વારંવાર કંઈક નવું કરતાં ગભરાઈ જતી હોય. જે વ્યક્તિ સાહસુ ન હોય તેમણે પણ સુર્યનારાયણને નિયમિત જળ ચડાવવું જોઈએ. તેમ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સાહસુ બને છે.

    image source
  • નિરાશાવાદી વ્યક્તિ, એવી વ્યક્તિ કે જે હંમેશા નકારાત્મક જ વિચારતી હોય તેને ક્યારેય કંઈ સારું થવાની આશા ન હોય. તેવી વ્યક્તિએ પોતાની મનોસ્થિતિને હકારાત્મક બનાવવા માટે નિયમિતપણે સુર્યનારાયણને જળ ચડાવવું જ જોઈએ.

    image source
  • ભયભીત વ્યક્તિ, જે વ્યક્તિ હંમેશા કોઈને કોઈ ભયમાં રહેતી હોય. તેને હંમેશા કંઈ ગુમાવી દેવાનો, કંઈક નહીં પામવાનો, કંઈક ખરાબ થવાનો આ સિવાય અનેક પ્રકારના ભય પળ-પળ સતાવતા રહેતા હોય તેવી વ્યક્તિએ સુર્યનારાયણને નિયમિત જળ ચડાવવું જોઈએ. ધીમે ધીમે તેના મનનો ભય દુર થશે અને દુનિયામાં અસ્તિત્ત્વ ધરાવતી સારી વસ્તુઓ તરફ પણ તેનું ધ્યાન જશે.
image source
  • સામાજિક માનસમ્માન પામવા ઇચ્છતી વ્યક્તિ, આવી વ્યક્તિ જેની પાસે બની શકે કે રૂપિયા હોય પણ તે પ્રમાણેનું સામાજિક કે પારિવારિક માન તે ન ધરાવતી હોય તો તેના માટે પણ જીવન મુશ્કેલ બની જાય છે. માટે જો તમે તમારા કુટુંબ તેમજ સમાજમાં પોતાનું માન વધારવા માગતા હોવ તો તમારે નિયમિત રીતે રોજ સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ