જલ્સા કરોને જેંતીલાલ

જો તમારા જીવનમાં પણ આવી રહી છે સતત કોઈને કોઈ તકલીફ તો સૂર્યદોષ હોઈ શકે છે આ ઉપાય અજમાવી જુઓ…

હિંદૂ ધર્મમાં રવિવારને ભગવાન સૂર્યને સમર્પિત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમની પૂજાથી થતાં લાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્ય દેવની પૂજાથી સમાજમાં વ્યક્તિનું માન-સન્માન વધે છે અને સાથે તે સફળતા અને યશ પ્રાપ્ત કરે છે. સૂર્યની પૂજા કરવાથી કુંડળીના સૂર્ય સંબંધિત દોષ પણ દૂર થાય છે અને અનેક કષ્ટનું નિરાકરણ આવે છે.

image source

રવિવાર આમ તો આરામ કરવાનો દિવસ હોય છે પરંતુ આ દિવસે અચૂક સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ. શક્ય હોય તો સ્નાન કરી મંદિર જવું અને ત્યાંના પવિત્ર વાતાવરણમાં ભગવાન સૂર્યને જળ ચઢાવવું. સૂર્ય દેવને જે જળ ચઢાવો તેમાં લાલ ફૂલ, ચંદન અને થોડા ચોખા ઉમેરી દેવા.

image source

જો દાંપત્યજીવનમાં સમસ્યાઓ રહેતી હોય તો સૂર્યદેવને ચઢાવવાના જળમાં ગોળ પધરાવી દેવો. સૂર્ય દેવની પૂજા કરતી વખતે મંત્રોચ્ચાર અચૂક કરવો. અહીં કેટલાક સૂર્યમંત્ર આપવામાં આવ્યા છે તમે કોઈપણને કંઠસ્થ કરી અને તેનો જાપ કરી શકો છો.

ॐ સૂર્યાય નમ:

image source

પ્રાત: સ્મરામિ ખલુ તત્સવિતુર્વરેળ્યમ્ રુપં હિ મળ્ડલમૃચોથ તનુર્યજૂંષિ

સામાનિ યસ્ય કિરણા: પ્રભવાબિહેતું બ્રહ્માહરાત્મકમલક્ષ્યમચિન્ત્યરુપમ્

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version