સૂર્ય નમસ્કારના આટલા બધા ફાયદા વાંચીને હવે દરરોજ સવારમાં કરો સૂર્ય નમસ્કાર…

મન, મગજ અને શરીર માટે સૂર્યનમસ્કારના ઓછા જાણીતા ફાયદાઓ

મોટા ભાગની એ દરેક વ્યક્તિ જે યોગા કરતી હશે તેમને સૂર્યનમસ્કાર કરતા તો આવડતું જ હશે. પણ કદાચ તે બધાને એ નહીં ખબર હોય કે તે ખરેખર કેવી રીતે કામ કરે છે અને તે પાછળના ઉંડા જ્ઞાન વિષે પણ વધારે જાણ નહીં હોય. સુર્યનમસ્કાર જેને ઇંગ્લીશમાં સન સેલ્યુટેશન કહેવાય છે તે ખરેખર દાર્શનીક રીતે સૂર્યને નમન કરતું આસન છે. સૂર્ય નમસ્કાર એ યોગમાંનું સૌથી ઉત્તમ આસન છે જે તમારા દિવસની શરૂઆત ઉર્જામય કરે છે અને  તે દ્વારા તમે પૃથ્વી પરના જીવનના કારણરૂપ એવા સૂર્યને પ્રણામ કરો છો. તમારા શરીર સીવાય, સૂર્ય નમસ્કાર તમારા મગજ તેમ જ તમારી આત્માને પણ પુનઃજીવંત તેમજ તાજા બનાવે છે. આ સંપૂર્ણ વ્યાયામ તમારા મગજ, શરીર અને આત્મા માટે પૂર્ણ છે, કેવી રીતે ? તે જાણવા માટે આગળ વાંચો…

સૂર્ય નમસ્કાર એ તમારા મગજ, શરીર અને આત્મા માટેનો કંપ્લીટ વેલનેસ પ્રોગ્રામ છે.

યોગીઓ આપણા શરીરને આ પાંચ કોશો/આવરણો દ્વારા વ્યાખ્યાયીત કરે છે.

અન્નમાયા

પ્રાણંમાયા

મનોમાયા

વિજનનમાયા

આનંદમાયા

આત્મા

  1. અન્નમાયા કોષ/આવરણ (શરીર)

આ આપણું ભૌતિક શરીર છે જેમાં સ્નાયુઓ, હાડકા, અસ્થિબંધનો વિગેરે સમાયેલા છે. આ એ કોષ એટલે કે આવરણ છે જેની આપણે વધા સૌથી વધારે ચિંતા કરતા હોઈએ છીએ. આપણે વજન ઘટાડવા માગીએ છીએ, આપણા શરીરની લવચીકતા વધારવા માગીએ છીએ, આપણા સ્નાયુઓને ટોન કરવા માગીએ છીએ, તાકત મેળવવા માગીએ છીએ વિગેરે વિગેરે. સુર્યનમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી  તમે તમારા ભૌતિક શરીર એટલે કે અન્નમાયા કોષને ખુબ જ સારા આકારમા રાખી શકો છો.

સુર્ય નમસ્કારનો અભ્યાસ તમારા હાર્દને વ્યસ્ત રાખે છે, તેમજ તમારા સાથળની નાડીઓને સ્ટ્રેચ કરે છે, અને તમારા ખભાને ઢીલા કરે છે. સુર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ તમારા રક્ત પરિભ્રમણને સારું રાખે છે, તમારા આંતરીક અંગોને મસાજ પુરુ પાડે છે, અને તમારા સાર્વત્રીક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. જ્યારે તેને ઉતાવળમાં કરવામા આવે છે ત્યારે તે તમને એક ઉત્તમ કાર્ડીઓવાસ્ક્યુલર વર્કઆઉટ પુરુ પાડે છે અને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. અને જ્યારે ધીમી ગતીએ કરવામા આવે છે ત્યારે પણ તે તમારા માટે ઘણું ફાયદાકારક છે.

સુર્યનમસ્કારને સામાન્ય રીતે બીજા કોઈ યોગાસનોની શરૂઆતમાં કરવામાં આવે છે. તે એક સારી વાર્મ-અપ એક્સરસાઇઝ છે જેથી કરીને તમે તેનાથી પણ વધારે અઘરા આસનો સરળ રીતે કરી શકો.

  1. પ્રાણંમાયા કોષ (શ્વાસોચ્છ્વાસ)

ચાઈનીઝ ભાષામાં ચી જેને એનર્જી કહેવામાં આવે છે તેવી જ રીતે યોગીઓ લાઇફ ફોર્સ એનર્જીને પ્રાણ તરીકે વર્ણવે છે. પ્રાણ એ જીવનનો પાયો છે તેમજ તેના માટે અતિમહત્ત્વનું છે, તે ઉર્જા અને જીવનશક્તિ જે સમગ્ર ભ્રહ્માંડને ચલાવે છે. પ્રાણ દરેક વસ્તુના અસ્તિત્ત્વમાં રહેલો છે.

પ્રાણ શરીરની આસપાસ નાડીઓ દ્વારા ફરે છે. પુરાણો પ્રમાણે માનવ શરીરમાં 72000 નાડીઓ હાજર છે.

પ્રાણ (જીવન શક્તિ) આપણા શરીરમાં પાણી તેમજ ખોરાક વડે આવે છે, પણ તે આપણા શરીરમાં શ્વાસોચ્છ્વાસ દ્વારા પણ પ્રવેશે છે.

સુર્યનમસ્કાર વખતે લેવામાં આવતા ઉંડા સ્વાસોચ્છ્વાસ આપણા શારીરિક તંત્રમાં પ્રાણ વધારે છે અને આપણને ઓર વધારે જીવંત હોવાની અનુભુતી કરાવે છે તેમજ પ્રાણંમાયા કોષાને બળવાન બનાવે છે.

  1. મનોમાયા કોષા (મગજ)

મન એટલે કે મગજ. અહીં આપણા વિચારો તેમજ લાગણીઓની પ્રક્રિયાઓ થાય છે. આપણામાંના મોટા ભાગના આ કોષમાં ફસાઈ જાય છે. આ કોષના નકારાત્મક પાસાઓમાં, ચિંતા, વ્યગ્રતા, એકલતાની લાગણી, પોતાના તેમજ અન્યો માટે પ્રેમનો અભાવ વિગેરે છે.

સુર્ય નમસ્કારનો મુખ્ય ઉદ્દેશ એ છે સૂર્ય કે જે આપણી પૃથ્વીને જીવન આપતું એક બળ છે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી. જ્યારે આપણને જે વસ્તુ મળી છે તે પ્રત્યે આપણને આભારની લાગણી થાય છે, ત્યારે તેની આપણી લાગણીઓ પર ખુબ જ હકારાત્મક અસર થાય છે. જ્યારે આપણે તે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે આપણી તરફ વધારે હકારાત્મકતા આકર્ષીએ છીએ અને આપણા પ્રત્યે આપણે આભારની લાગણી અનુભવીએ છીએ.

સૂર્ય નમસ્કારમાં ધીમાં ઉંડા શ્વાસનો અભ્યાસ અને અન્ય યોગિક અભ્યાસ આપણને આપણા મગજ તેમજ શરીરમાંથી નકારાત્મક લાગણીઓના અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે.

આ કારણસર યોગા બાદ આપણને હંમેશા હળવાશની લાગણી થાય છે.

  1. વિજનનમાયા કોષ (બુદ્ધિ)

અહીં આપણી જાગરુકતા, આંતર સુઝ અને સજાગતા વિકસાવીએ છીએ. જાગૃકતા દ્વારા અનિયમિત લાગણીઓ હંમેશા વિનાશક હોય છે. વિજનનમાયા કોષની  જાગરુકતા આપણને આપણા જીવનની બાબતોમાં જેટલી પણ પસંદગીઓ જોવામાં મદદ કરે છે.

સૂર્ય નમસ્કારના નિયમિત અભ્યાસ દ્વારા તમે અંતઃપ્રેરણાના ઉંડા સ્તર સુધી પહોંચી શકશો, આંતર જ્ઞાન પ્રાપ્ત કરશો અને તમને ઉચ્ચ જ્ઞાનની સંવેદના થશે.

જ્યારે સુર્ય નમસ્કારને યોગ્ય શ્વાસોચ્છ્વાસની પેટર્નને અનુસરી તેમજ તેની સાથે સૂર્યમંત્ર બોલીને કરવામાં આવે ત્યારે તમારા શરીર, મગજ અને આત્માની જાગૃતિમાં વધારો થાય છે.

  1. આનંદમય કોષ (પરમાનંદ) આવરણ

આનંદમય કોષ એ શરીરમાંનો સૌથી અંદરનો કોષ છે, તે આત્મા-જીવાત્માને ઘેરે છે.

આનંદ એટલે કે પરમાનંદ. આ આવરણ પર આનંદની વ્યાખ્યા આપણા મગજ કરતાં ક્યાંય અલગ હોય છે. અહીં શાંતી, આનંદ અને પ્રેમ, કે જે તમારા મગજની ક્યાંય દૂર, કોઈ પણ પરિબળથી સ્વતંત્ર છે. અહીં માત્રને માત્ર પરમઆનંદ હોય છે બીજું કશું જ નથી હોતું.

આજ તો દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ હોય છે, પરમાનંદમાં રહેવાનું. સુર્ય નમસ્કાર તેમજ અન્ય યોગાસનના એકધારા અભ્યાસથી તમે આ બધા જ આવરણોને પાર કરીને તમે આ છેલ્લા આનંદમય કોષ સુધી પહોંચી શકો છો.

તમારા દીવસને એક સુંદર, સ્ફૂર્તિલી તેમજ હકારાત્મક શરૂઆત આપવા માટે સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરો. તેમ કરવાથી તમારો માત્ર એક જ દિવસ નહીં સુધરે પણ તમારું જીવન સુધરી જશે. તમે કુદરતની સાથે તાલ મીલાવતા થઈ જશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી