મે મહિનાની આ તારીખથી બદલાઇ જશે સૂર્યની ચાલ, જાણો તમારી રાશિને ધનલાભ થશે કે નહિં..

14 મેના સૂર્યની બદલાશે ચાલ, કેટલાક જાતકો થશે ધનિક, તો કેટલાકના બનશે ગરીબ

સૂર્ય ગ્રહ 14 મેના વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 15 જૂન 2020 સુધી રહેશે. સૂર્ય ગ્રહ આ રાશિમાં બુધ ગ્રહની સાથે બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્મા, ઉર્જા, માન-સન્માન, રાજા, નેતૃત્વકર્તાનો કારક માનવામાં આવે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. મેષ રાશિમાં તે ઉચ્ચ ભાવમાં અને તુલા રાશિમાં નીચ ભાવનો હોય છે. તો ચલો જાણીએ સૂર્યનું આ ગોચરનો તમારા પર કેવો પ્રભાવ પડશે.

મેષ રાશિ

સૂર્યનું ગોચર ધનભાવ એટલે કે બીજા ભાવમાં હોવાથી આવકમાં વધારો થશે. આપના નોકરી, ધંધા કે ઘરના પ્રશ્નોને હાથ ધરી શકશો. તબિયત સુધરતી જણાય. ખર્ચના પ્રસંગો.

વૃષભ રાશિ

સૂર્યનું ગોચર વૃષભ રાશિમાં સૂર્ય બુધ ગ્રહ સાથે મળીને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. નસીબ અને પુરુષાર્થનો અજબ સુમેળ સાધી શકશો. નાણાભીડ અને ખર્ચ અટકાવજો.

મિથુન રાશિ

સૂર્યનું ગોચર દશમાં ભાવમાં મિશ્ર પરિણામ લાવશે. આપની માનસિક અશાંતિ કે બેચેની દૂર થવાની શકયતા. મિત્ર-સ્વજન ઉપયોગી બને. નાણાભીડ દૂર થાય.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા માટે પ્રબળ સૂર્ય ખુબ જ શુભ પરિણામ આપશે. આપના માટે લાભ ભાવ એકાદશમાં પ્રવેશ કરશે. સામાજિક-કૌટુંબિક કામકાજને આગળ ધપાવી શકશો. ચિંતાનાં વાદળ વિખેરાય. પ્રવાસ ફળે.

સિંહ રાશિ

આપના માટે દશમ ભાવમાં સૂર્યનું ગોચર અનુકુળ રહેશે. નસીબ થોડું પાછું પડતું જણાતું હોય તો થોડો પુરુષાર્થ ઇચ્છાશક્તિ વધારજો. તબિયત સચવાય.

કન્યા રાશિ

તમારા ભાગ્યમાં નવમા ભાવમાં સૂર્ય ગોચર કરશે, તેમજ ભાગ્યોદય થાય. આપની અગત્યની પ્રવૃત્તિ સફળ થતી જણાય. તબિયત અંગેની ચિંતા દૂર થાય. નાણાભીડનો ઉકેલ જણાય.

તુલા રાશિ

સૂર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરશે. થોડી સાવધાની જરૂર છે. મહત્વની મુલાકાત અંગે અગત્યની તક મળે. પ્રવાસ સુખદ રહે. ખર્ચના પ્રસંગો જણાય.

વૃશ્ચિક રાશિ

સૂર્ય તમારા વિવાહ ભાવમાં પ્રવેશ કરશે. જેનાથી દાંમ્પત્યજીવન પર નકારાત્મક અસર થશે. વ્યવસાયિક કાર્ય અંગે કોઈની મદદ લેવી પડે. નસીબ સાથ આપતું જણાય. નાણાભીડ રહે.

ધન રાશિ

સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે. કૌટુંબિક અને સામાજિક બાબતથી અશાંતિ હશે તો નિવારી શકશો. તબિયતની અંગે ચિંતા રહે.

મકર રાશિ

તમારા સંતાન ભાવમાં સૂર્યનું ગોચર પાંચમા ભાવમાં થશે. આવક કરતા જાવક વધી ન જાય તે ધ્યાન રાખજો. કરજનો ભાર અટકાવજો. કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા જણાય.

કુંભ રાશિ

સૂર્યનું ગોચર ચતુર્થ ભાવમાં થશે. સમાજમાં માન સન્માન મળશે, તકલીફથી બચી શકશો. ખર્ચ રહે. ગૃહવિવાદ ટાળજો.

મીન રાશિ

સૂર્યનું ગોચર ત્રીજા ભાવમાં થશે. પ્રયાસ કરશો તો સફળતા પ્રાપ્ત થશે. આપના નકારાત્મક વિચારોમાંથી બહાર આવી મહેનત કરવાથી સફળતા અને લાભ, પ્રગતિની તકો મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ