સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ધૈર્યરાજની મદદ માટે મેદાને આવ્યાં યુવાનો અને બાળકો, જોઈને પોલીસ પણ ગદગદિત થઈ ગઈ

હાલમાં ચારે તરફ ધૈર્યરાજની મદદ માટે બધા લોકો પોતાનાથી થતો ફાળો આપી રહ્યાં છે. આ નાનકડાં બાળક અને તેની બિમારી વિશે વાત કરીએ તો આ બાળક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો રહેવાસી છે. ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં પીડાઇ રહ્યો છે તેનું નામ એસ.એમ.એ-1 એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. ડોક્ટરો અને નિષ્ણાતો દ્વારા આ બિમારીની તપાસ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે બીમારીની સારવાર માટે 22 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.

image soucre

આ ઇન્જેક્શનની મદદથી જ હવે આ બિમારીનો ઈલાજ થઈ શકે તેમ છે. આ ઇન્જેક્શન અમેરિકાથી મંગાવવું પડે તેમ છે. બાળકનો પરિવાર આ માટે હવે લોકોની મદદ માંગી રહ્યો છે. પરિવારની સ્થિતી એટલી સારી નથી કે તેઓ આ ઇન્જેક્શન ખરીદીને બાળકનો ઈલાજ કરાવી શકે. ત્યારે હવે આખા ગુજરાતમાં રકમ એકત્રિત કરવા માટે ખાસ મુહીમો પણ ચલાવવામાં આવી રહી છે.

image soucre

આ અંગે સતત ભેગી થયેલી રકમ અને બાકી રહેલી રકમની અપડેટ લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે આનંદની વાત એ છે કે, આ મુહિમમાં હવે સુરતના યુવાનો પણ સાથે જોડાયા છે. સુરતનાં યુવાનો બાળકની મદદ માટે લોકોને દાન આપવા માટે સમજાવતાં જોવા મળ્યાં હતાં.

image soucre

ગુજરાતના આ નાનકડાં ભૂલકાને બચવા માટે શહેરના સૌથી વધુ ટ્રાફિકથી વ્યસ્ત હોય તેવા વિસ્તારોમાં જઈને મદદ મગાઈ રહી છે. જોવા મળ્યું હતું કે અડાજણના સ્ટાર બજાર ખાતે આવેલા ચાર રસ્તાના દરેક પોઇન્ટ ઉપર આ બાળક અને યુવાનો બાળકની મદદ માટેનાં મુહિમવાળા બેનર લઇને લોકોને મદદ કરવાની આપીલ કરી રહ્યા છે. યુવાનોની આ પહેલને પોલીસ વિભાગ પણ મદદ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ મુહિમ મોટા પ્રમાણમાં 20થી 25 વર્ષના યુવાનો સાથે બાળકો જોડાયા છે.

image soucre

આ સાથે તેઓ સતત 3 કલાક આ પોઇન્ટ પર ઉભા રહીને ધૌર્યરાજ સિંહ માટે દાન એકત્ર કર્યું હતુ. જો કે આ યુવાનો ટીમમાં અન્ય યુવાનો જોડાઇ રહ્યા છે. હવે ગુજરાતનું દરેક શહેર પણ આ અભિયાનને ધપાવવા માટે આગળ આવી રહ્યું છે. ધૈર્યરાજની મદદ માટે ચાલી રહેલા આ અભિયાનમાં નાના મોટાં સૌ જોડાઈ ગયા છે. પરંતુ હજુ પણ આ માટે જોઈતી બધી રકમ ભેગી થઈ શકી નથી. પરિવાર સૌને મદદ કરવા માટે અપીલ કરી રહ્યો છે અને જે લોકો તેમને મદદ કરી રહ્યાં છે. તે સૌનો આભાર માની રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ