“સુતરફેણી” – હવે ઘરે જ બનાવો અને ખુશ કરી દો બધા પરિવારજનોને…

“સુતરફેણી”

સામગ્રી :

-૫૦૦ ગ્રામ રવો,
-૫૦૦ ગ્રામ મેંદો,
-૩ કિલોગ્રામ ખાંડ,
-મીઠું સ્વાદાનુસાર,
-ઘી જરૂર મુજબ,
-તેલ જરૂર મુજબ,

બનાવવાની રીત :

સૌપ્રથમ રવા અને મેંદાને ભેગા કરીને તેમાં મીઠું નાખીને કઠણ કણક બાંધવી. કણકને ત્રણેક કલાક ઢાંકીને રહેવા દેવી. ત્યાર બાદ તેને ખૂબ જ ખાંડી લેવી. હવે હાથ પર ઘી લગાવીને તેને આંગળી જેટલી ઝાડી સોટી પર તેલ લગાવીને તેના પર વીંટો વીંટાળવા. સાથે-સાથે અમળાવીને આંટી લેવી. આવી રીતે પાંચ-સાત વખત અમળાવીને સાડા ત્રણ આંટી લેવી.

ત્યાર બાદ ધીમે રહીને તેમાંથી લાકડી કાઢી લેવી.આ આંટીને ઘીમાં તળવી. એક બાજુ થાય એટલે ઉથલાવીને બીજી બાજુ તળી લેવી. તૈયાર થાય એટલે ઠંડી થવા દેવી. ત્યા સુધીમાં ખાંડની ચાસણી બનાવી લેવી. આ ચાસણીમાં તણેલી આંટી નાખવી. ચાસણી પી જાય એટલે તેની પર કાજુ-બદામ કતરી નાખીને સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

શેર કરો આ સુરતની સ્પેસીઅલ વાનગીની રીત તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી