સુરતમાં રસી લેનાર અને ન લેનાર બે કિસ્સા વાંચીને કોઈને પૂછવું નહીં પડે કે-રસી કેમ ઉપયોગી છે? મળી જશે બધા જવાબો

હાલમાં ભારતમાં કોરોના જેટલી ગતિએ આગળ વધી રહ્યો છે એટલી જ ગતિએ રસીકરણ પણ આગળ વધી રહ્યું છે. જો કે કોરોના કેસમા વધારા સામે મોતનો આંકડો પણ વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. ત્યારે એક વાત પાક્કી છે કે વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય અને તે પછી જો કોરોના થાય તો મહત્તમ દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી નહીં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જો હાલની જ વાત કરવામાં આવે તો સુરતની ખાનગી હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ બે દર્દીઓના કેસમાં આવું જોવા મળ્યું હતું

image sourcee

સુરતના આ બે દર્દીની વાત કરીએ તો એકની ઉંમર 51 વર્ષ છે જેમને ડાયાબિટીસ હતો અને વેક્સિનના બન્ને ડોઝ લીધાના એક મહિના પછી કોરોના થયો. સિટી સ્કેન રિપોર્ટમાં તેમના ફેફસાં નોર્મલ જણાયા. એટલે કે ઇન્ફેકશન ફેફસા સુધી પહોંચ્યુ ન હતુ. જયારે અન્ય એક 35 વર્ષીય યુવા દર્દી હજુ સારવાર હેઠળ છે. તેણે રસીનો એક પણ ડોઝ લીધો નથી. તેના ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન છે.

image source

હાલ તે બાયપેપ પર છે અને તેને રિકવર થતા સમય લાગશે. ત્યારે આ કિસ્સા વિશે વાત કરીએ તો સુરતના 51 વર્ષના દર્દીને તાજેતરમાં જ કોરોના થયો. તેમણે બન્ને ડોઝ લીધાના એક મહિના બાદ કોરોના થયો. શરૂઆતમાં ઘરે જ સારવાર ચાલુ કરી હતી. ડાયાબિટીસ હતો એટલે તેઓ અને પરિવાર પણ ચિંતિત હતો. ત્રણ દિવસ બાદ તેમનું ઓક્સિજન લેવલ સામાન્ય કરતા ઓછું થતા દાખલ કરવામાં આવ્યા.

image source

જો આ કેસમાં આગળ વાત કરીએ તો ઓકિસજન ડ્રોપ થતા ડૉ.પ્રતિક સાવજે સિટી સ્કેન કર્યો. પણ ફેફસાનાં સહેજપણ ઈન્ફેકશન દેખાયું નહી. આ જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. કારણ કે સપોર્ટીવ દવાઓ આપ્યા બાદ ત્રણ જ દિવસ પછી તેઓ સાજા થઈ ગયા અને તેમને રજા પણ આપી દેવામાં આવી હતી.

image source

બીજા કેસની વાત કરીએ તો સુરતના 35 વર્ષીય યુવકને કોરોના થયો હતો. તેમના લક્ષણો એવા હતા કે શરૂઆતમાં તાવ, ખાંસી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સિટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઈન્ફેકશન 29 ટકા જણાયું.

image source

માહોલ એવો થઈ ગયો હતો કે રેમડેસિવિર ઈન્જેકશન આપવા છતાં તકલીફ વધી ગઈ. ત્યારબાદ છઠ્ઠા દિવસે તેમને બાયપેપ પર મૂકવા પડ્યા તેવી સ્થિત આવી ગઈ. આઠમાં દિવસે સિટી સ્કેન કર્યો તો ફેફસામાં 80 ટકા ઈન્ફેકશન જણાયું. હાલમાં આ દર્દીની સારવાર ચાલી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે તે પણ સ્વસ્થ થઈ જશે પણ હજુ રિકવરીમાં સમય લાગી જશે. ડૉ.પ્રતિક સાવજ આ વિશે વાત કરે છે કે અમારું દ્રઢપણે માનવું છે કે, વેકસિનના બન્ને ડોઝ લેનારા વ્યકિતઓને જો કોરોના થાય તો તેઓ ગંભીર સ્થિતિમાં પહોંચતા નથી. એટલેકે તેમને ઓકિસજન, રેમડેસિવિર, વેન્ટિલેટર કે બાયપેપની જરૂર પડતી નથી. તેમજ બેડ શોધવાની પણ જરૂર નહીં રહે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!