સુરતમાં મહિલાનો રસ્તા વચ્ચે હોબાળો: ક્લેક્ટર કચેરી સામે બેસીને પરિણીતાએ બેફામ રીતે પતિ અને સાસરિયાંને દીધી

ઘરમાં કંકાસ હોવો એ કોઈ નવી વાત નથી. કારણ કે હવે આવા કિસ્સા રોજ આવે છે. કોઈને કોઈ ખુણેથી એવા સમાચાર મળે છે કે સાસુ વહુ કે સસરા વહુ વચ્ચે ડખા થયા હોય. પરંતુ આ બધું આમ તો ઘરની ચાર દિવાલ વચ્ચે જ થતું હોય છે, ક્યારેક તે ઘરની બહાર આવી જાય અને રસ્તા પર જોવા મળતું હોય છે. ત્યારે હાલમાં સુરતમાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો ગતો. સુરત ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર કામરેજ રહેતી પરિણીતાએ હોબાળો મચાવ્યો હોય છે. પરિણીતાએ સાસરિયાં સામે બેફામ આક્ષેપ કરતાં રસ્તા પર બેસી જાય છે. ટ્રાફિક હોવા છતાં મહિલા રસ્તા પર બેસી જતાં ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા સાથે સમજાવટથી કામ લેવાના પ્રયાસો કરવામાં આવે છે.

image source

જો વધારે વિગતે વાત કરીએ તો આવો તમાચો કર્યા બાદ મહિલા સતત રાડો પાડીને પોલીસ અને સાસરિયાં તથા પતિ સામે બેફામ આક્ષેપ કરી રહી હતી. આ સાથે જ મહિલા મરી જવું છે એવા શબ્દોનો પણ ઉપયોગ કરી રહી હતી. ત્યાંથી નીકળતા લોકો તેના આ લવારા જોતા જતાં હતા. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા ઉમરા પોલીસને જાણ કરવામાં આવે છે. ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ મહિલાને સાથે લઈ જઈને કામરેજ મૂકી આવવાની તજવીજ હાથ ધરી હોવાનું કહ્યું છે. માહોલ એવો થઈ ગયો હતો કે મહિલાએ ક્લેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર બેસીને રસ્તા પર હાથ પછાડતા રાડા રાડ કરી મુકી હતી. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

image source

ત્યારબાદના ધમપછાડાની વાત કરીએ તો મહિલાએ મોટા અવાજથી રાડો પાડવાનું શરૂ કર્યું હતું કે-મારા પતિએ મારી અંગત પળોનો વીડિયો બનાવ્યો છે. બાદમાં લોકડાઉન દરમિયાન છોડીને જતો રહ્યો છે. હું અત્યારે રસ્તા પર રઝળવા મજબૂર થઈ ગઈ છું. આ સાથે જ મહિલાએ સાસરિયાં પર ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. મહિલાએ કહ્યું કે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. બધા જ કાગળ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી જેથી મારે મરી જવું. તો આ તરફ પોલીસ કર્મીઓએ કહ્યું કે, મહિલા માનસિક રીતે બિમાર નથી. હાલ તેને કામરેજ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખો મામલો શું સામે આવે છે અને કોને કોને સજા કરવામાં આવે છે.

image source

આ પહેલાં અમદાવાદમાં પણ એક મહિલા આવી હતી ચર્ચામાં. ત્યારે રાત્રે વસ્ત્રાપુરમાં એક 42 વર્ષની મહિલાએ દારૂ પીધા બાદ પેઈંગ ગેસ્ટમાં હોબાળો મચાવ્યો હતો જેની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી. મહિલાએ હંગામો મચાવ્યા બાદ આસપાસા લોકો પણ ઘરની બહાર આવી ગયા હતાં. વસ્ત્રાપુર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હોટલની સામે નેબુલા હાઉસમાં ચાલતા પેઈંગ ગેસ્ટમાં હોબાળો મચ્યો હોવાની જાણકારી આપવામાં આવી હતી. જેના કારણે અમે LRDમાંથી મહિલા કોન્સ્ટેબલને લઈને ત્યાં પહોંચ્યા.

image source

પોલીસ અહીં પહોંચીને જોયું તો PGમાં રહેતી એક મહિલા તેના માલિકને ગાળો આપી રહી હતી. વધુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા નાગપુરની વતની છે અને અમદાવાદમાં કોલ સેન્ટરમાં જોબ કરી રહી છે. તેણે PG માલિક સાથે પૈસા બાબતે કોઈ મતભેદ ચાલતો હતો. દારૂ પીધા બાદ મહિલાએ માલિકને ગાળો ભાંડવાની શરૂ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.(ફોટો સોર્સ : DB)વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ