જલ્સા કરોને જેંતીલાલ

સુરતમાં વધારે એક બાઈક કાંડ, ચાલુ બાઈક પર યુવક યુવતીએ કર્યો ભરપૂર રોમાન્સ, પહેલાં લિપ કિસ કરી અને પછી…VIDEO જોયો તમે?

હાલમાં જ સુરતમાં એક યુવતી પોલીસના ઝપટામાં ચડી ગઈ હતી. એ છુટ્ટા હાથે બાઈક પર કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ કરીને સ્ટંટ કરતી હતી એટલા માટે પોલીસે તેને દબોચી લીધી હતી. ત્યારે હવે ફરી એકવાર આવો જ વીડિયો વાયરલ થયો છે અને જેમાં પણ કંઈક અઘરા સીન જોવા મળ્યા હતા. તો આવો વાત કરીએ આ યુવક-યુવતી વિશે.

સુરતમા જોખમી રીતે બાઈક રાઈડ કરીને સ્ટન્ટ કરતાં યુવકોના વીડિયો થોડા દિવસોથી વાઈરલ થઈ રહ્યાં છે. બ્રિજ પર સ્ટન્ટ કરતાં યુવકના વીડિયો બાદ બારડોલીથી સ્ટન્ટ કરવા સુરત આવતી યુવતીનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે ગુરૂવારે વધુ એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયો કથિત રીતે પાલ વિસ્તારનો કહેવામાં આવે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં નજરે ચડે છે. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

કથિત રીતે સુરતના પાલ વિસ્તારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નંબર વગરની સ્પોર્ટસ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક જ ચાલુ બાઈકે આગળ આવી જાય છે અને યુવકના ખોળામાં બેસી જાય છે. ફિલ્મી સ્ટાઈલમાં યુવક સાથે રોમાન્સ કરે છે અને બાઈક પણ શરૂ છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં ગીત પણ મૂકવામાં આવ્યું છે. તેરી મહોબ્બત મેં આ ગીત સાથે વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. યુવતી જ્યારે ચાલુ બાઈકે આગળ આવે છે ત્યારે યુવક એક હાથે બાઈક ચલાવતો હોય છે.

એકાદ સેકન્ડ માટે બાઈક કાબૂ પણ ગૂમાવે છે પરંતુ બાદમાં યુવક બાઈક પર કાબૂ મેળવી લે છે. જો કે, આ જોખમી સ્ટન્ટમાં દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત. ત્યારે હવે આ બન્નેની કિસ અને રોમાન્સ ભારે પડી શકે છે.

આ પહેલાં પણ એક યુવતીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. યુવતીનો સ્ટન્ટ કરતો વીડિયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતાં આ વીડિયો ઉમરા પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નં. GJ-22-L-9378ના આધારે તપાસ હાથ ધરી હતી.

માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહંમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી.

સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડિંગ કરવા બદલ એપેડમિક ડિઝીઝ એક્ટ અને લોકોની જિંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. જોકે યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version