સુરત: પત્નીએ પતિને જાહેરમાં ફટકાર્યો, જોઇ લો વાયરલ તસવીરો તમે પણ

સુરતનું એક કપલ

વર્તમાન સમયમાં પતિ-પત્ની મધ્યે એક્સ્ટ્રા મેરીટલ અફેરના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. આવા સમયે આવી જ એક ઘટના સુરતની સામે આવી છે. આ ઘટના કઈક એવી રીતે બની કે પતિ સુરતના સહારા દરવાજા વિસ્તારની સ્મીમેર હોસ્પીટલમાં એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જયારે પત્ની આ જ હોસ્પીટલમાં આયા તરીકે ફરજ બજાવે છે.

image source

આ બન્ને પતિ-પત્નીમાં અવાર નવાર કોઈને કોઈ વાતે ઝગડો થયા કરતો હતો પરંતુ આજે આ ઝગડાએ થોડું મોટું સ્વરૂપ લઈ લીધું અને પત્ની પોતાના પતિને બધાની વચ્ચે ગુસ્સામાં માર મારવા લાગી. હોસ્પીટલના પરિસરમાં જ પત્ની પતિને માર મારવા લાગી. પરિસરમાં હાજર લોકો પણ આ ઘટના જોવા ઉભા રહી ગયા અને વિડીયો બનાવવા લાગ્યા. મામલો વધારે ના વધે આ વાતને ધ્યાનમાં રાખીને હોસ્પીટલના પરિસરમાં હાજર પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો અને બન્ને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા.

image source

આ મામલાની મળેલ વિગતો મુજબ પતિને જાહેરમાં માર મારનાર પત્ની સ્મીમેર હોસ્પીટલમાં જ નર્સ તરીકે પોતાની ફરજ બજાવે છે. જયારે આ નર્સનો પતિ હોસ્પીટલમાં જ એક પ્રાઈવેટ કંપનીની એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. નર્સને તેના પતિના ચરિત્ર પર શંકા રહ્યા કરતી હતી. આ શંકાના લીધે થઈને બન્ને પતિ-પત્ની વચ્ચે આયે દિવસે ઝગડા થયા કરતા હતા. આવામાં આજ દિનના રોજ નર્સે પોતાના પતિ પર પાંચ મહિલાઓ સાથે આડા સંબંધો હોવાનો દોષ ગણાવીને હોસ્પીટલની લોબીમાં જ બધાની સામે જ પતિ પર થપ્પડોનો વરસાદ શરુ કરી દીધો હતો.

image source

નર્સે પતિને થપ્પડ મારતા જોઇને ત્યાં લોબીમાં આજુબાજુના લોકોએ ભેગા થઈ ગયા હતા. ઉપરાંત ભેગા થયેલ લોકો માંથી કેટલાક લોકો મોબાઈલ ફોનમાં વિડીયો બનાવવા લાગ્યા હતા. આ સમયે પત્નીનો માર ખાતા પતિએ કહે છે કે, આ મહિલાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. સ્મીમેર હોસ્પીટલના પરિસરમાં બની રહેલ આ ઘટનાની જાણ હોસ્પીટલમાં હાજર પોલીસને થતા પોલીસ દ્વારા તરત જ બન્ને પતિ-પત્નીને સમજાવવામાં આવ્યા ત્યાર બાદ આ ઘટનાને શાંત પાડી દીધી અને બન્ને પતિ-પત્નીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ