સુરતનો અજૂગતો કિસ્સો, લિવ-ઇનમાં સાથે રહેતી પ્રેમિકા બની ગર્ભવતી, પ્રેમીએ ‘આ મારું બાળક નથી’ એમ કહીને…

હવે સભ્ય સમાજમાં લોકો ફોરવર્ડ થતાં જાય છે અને નવા નવા ટ્રેન્ડ આવતા જાય છે. ત્યારે લિવઈનમાં રહેવું એ આજના યુવાનો માટે એક મોજ શોખનો વિષય બની ગયો છે. પરંતુ ક્યારેક આ કેસમાં કંઈક ખરાબ ઘટના પણ ઘટતી હોય છે. તો આવો જાણીએ એક એવો જ કિસ્સો કે જ્યાં લિવઈનમાં રહેનાર ખુની બની ગયો અને પ્રેમિકાને પતાવી દીધી. સુરત જિલ્લાના બારડોલીમાં લિવ-ઈનમાં રહેતા યુવકે પ્રેમિકાની હત્યા કરતા ચકચાર મચી ગયો છે. હત્યા કર્યા બાદ પ્રેમિકાની લાશને પ્રેમીએ સસરાના ખેતમાં દાટી દીધી હતી. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જોવા જેવું એ છે કે યુવતીની હત્યા અન્ય કોઈએ નહીં પણ ખુદ પ્રેમીએ જ કરી હતી. પ્રેમિકા બીજી વખત ગર્ભવતી બનતા શંકાના આધારે પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું.

image source

વધારે વિગતે મળતી માહિતી પ્રમાણે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાદ ગામેં રહેતા ચિરાગ સુરેશ પટેલ નામના યુવકના લગ્ન થયા હોવા છતાં ગામમાંજ રહેતી રશ્મિ કટારીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે ચિરાગ અને રશ્મિ બારડોલીના બાબેન ગામે લગઝુરા એપાર્ટમેનમાં ફ્લેટ નંબર 301માં ભાડેથી રહેતા હતા. પરિસ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે બંનેના લિવ ઈન રિલેશનમાં એક ત્રણ વરસનું બાળક પણ છે. ત્રણેક માસ અગાઉ રશ્મિ ફરીથી ગર્ભવતી બનતા બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા.

image source

ઝઘડો એ હદે થયો કે ચિરાગને હવે શંકા જવા લાગી હતી કે, રશ્મિના ગર્ભનું બાળકનો પિતા પોતે નહીં પણ અન્ય કોઈ હશે. ઘટના આગળ વધે એ પેહલા વળાંક એવો આવ્યો કે, દિવાળીનો તહેવાર હોય માતા-પિતા રશ્મિને ઘરે બોલાવવા ફોન કર્યો પણ ફોન બંધ આવતા આખરે ગૂમ થવા અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જો આપણે સુરત જીલ્લા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતી કટારિયા ગામના જ ચિરાગ સુરેશ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લાં ચાર વર્ષથી લિવ-ઇન- રિલેશનશિપમાં રહેતી હતી, રશ્મીને 3 વર્ષનો પુત્ર પણ છે.

image source

આગળ વાત કરીએ તો જયંતી વનમાળી પટેલ જે રશ્મીના પિતા છે તેઓ ગત 14 નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે રશ્મીને ટિફિન આપવા માટે ફોન કર્યો હતો, પરંતુ રશ્મીનો ફોન ચિરાગે રિસીવ કરી જયંતિભાઈને કહ્યું હતું કે રશ્મિ હાલ ઘરમાં નથી અને કંઈ પણ કહ્યા વગર કશે ચાલી ગઈ છે, એમ કહી ફોન કટ કરી દીધો હતો. આ રીતે 16 અને 17 નવેમ્બરના રોજ પણ સંપર્ક નહીં થઈ શકતાં જયંતીભાઈ પોતાના ભત્રીજા સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી સાથે રશ્મિનો ત્રણ વર્ષનો ઘરમાં હાજર હતો, કામવાળીને પૂછતાં રશ્મિ બહાર ફરવા ગઈ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતરે ગયા હોવાનું જણાવ્યું હતું.

image source

ત્યારબાદ બધાએ શોધખોળ કરી તો રશ્મી મળી નહીં. પછી આખરે બધાને કશું અજુગતું થયું હોવાની ભીતિ જણાતા જયંતીભાઈએ રશ્મી લાપતા થઈ હોવાની ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બારડોલી પોલીસ દ્વારા રશ્મિના લાપતા થવા અંગે તપાસ શરુ કરવામાં આવી હતી. જયંતીભાઈને શરૂઆતથી જ પ્રેમી ચિરાગ સામે શંકા હતી, જેથી ચિરાગની પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી, પોલીસની કડક પૂછપરછમાં ચિરાગ ભાંગી પડ્યો હતો અને રશ્મિની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી લીધી હતી.

image source

આ મામલે ચિરાગનું કહેવું હતું કે રશ્મિ અને તેની વચ્ચે શારીરિક સબંધ હોવાથી, રશ્મી ગર્ભવતી થઇ ગઈ હતી, જેને કારણે છેલ્લા 5 મહિનાથી સતત લગ્ન માટે દબાણ કરતી હતી, આથી બંને વચ્ચે સતત ઝઘડો થતો હોત, જેથી ગુસ્સામાં આવી રશ્મિ કટારિયાનું 14મી નવેમ્બરે મળસ્કે ગળું દબાવી હત્યા કરી દીધી હતી. ચિરાગે લાશને પોતાની કારમાં મૂકી વાલોડ લઇ ગયો હતો, જ્યાંથી તાડપત્રી ખરીદી એમાં લાશ પેક કરીને વલોડના પડતર ખેતરમાં દફનાવી દીધી હતી.

image source

ચિરાગે રશ્મિ અંગે ખુલાસો કરતા બારડોલી પોલીસ, DySP, FSL સહીતનો કાફલો ખેતર નજીક પહોંચી ગયો હતો. જ્યાં JCBની મદદ વડે ખોદકામ કરતા રશ્મિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચિરાગ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ હત્યા નાગે ગુનો દાખલ કરી વધુ તપાસ ST,SC સેલ ના DySPએ હાથ ધરી હતી. જોકે ‘પ્રેમી-પ્રેમિકા અને વો’ના કરૂણ અંજામ આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ