સૂરતનાં એક બહેન ચાલુ ભજન કિર્તને ઢળી પડ્યા, એમનાં મૃત્યુએ બીજા ચાર લોકોને આપ્યું જીવનદાન …..

સૂરતનાં વરાછા વિસ્તારમાં આવેલા મમતા પાર્કનાં રહેવાસી ભાવનાબેન મુળજીભાઈ સવાણી(ઉ.વ.૬૨) પાડોશીને ત્યાં સત્સંગમાં ગયા હતા. જ્યાં ચાલુ ચાલુ ભજન-કિર્તન દરમિયાજ તે અચાનક જ ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલો લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મગજની અંદર ગંભીર ઈજાઓ થયેલી હોવાનું નિદાન થયું હતું.દમાં સિટી સ્કેન અને નિદાનમાં મગજની નસો ફાટી ગઈ હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું. ૧૫ એપ્રિલનાં રોજ તેઓ ને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમના પરિજનોએ ભાવનાબેનનાં અંગોને દાન કરવાનું નક્કી કર્યું હતુ. ભાવનાબેનનાં કિડની,લીવર તથા ચક્ષુઓનાં દાનથી પાંચ વ્યકિતઓને નવું જીવન મળવા પામ્યું છે.

પરિજનોએ અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવ્યું :
મૂળ ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ભોજાવદર ગામનાં રહેવાસી ભાવનાબેન મુળજીભાઈ સવાણીને સંતાનમાં બે દિકરી તેમજ એક દિકરો છે. માતાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા જ પુત્ર ભાવિક તથા પતિ મુળજીભાઈ સહિતનાં પરિજનોએ અંગદાનને શ્રેષ્ઠ દાન ગણાવતા ભાવનાબેનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કિડની,આંખો અને લીવરનું દાન કરવામાં આવ્યું:કિડની તથા લીવરનું દાન અમદાવાદ ખાતે આવેલ આઈકેડીઆરસી હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ચક્ષુઓ નું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં કરવામાં આવ્યુ હતું. દાનમાં મેળવવામાં આવેલી કિડનીઓ પૈકી એક કિડની દાહોદ ગામનાં રહેવાસી અશોક દીટાભાઈ ભુરીયા ઉ.વ.૪૪, બીજી કિડની ખાંડેલા ગામ રાજસ્થાનનાં રહેવાસી લખન નાગરમલ સંખલા ઉ.વ.૨૬ને આપવામાં આવી. જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સૂરતનાં રહેવાસી ઘનશ્યામભાઈ દયાળભાઈ ગરંભા ઉ.વ.૫૧ને અમદાવાદની આઈકેડીઆરસી મુકામે ડો.પ્રાંજલ મોદી તેમજ ડો.જમાલ રીઝવી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું .

આપણાં હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ જ્યારે કોઈના મૃત્યુ પછી તેનાં અંગોનું દાન કરવામાં આવે તો બીજા મૃત્યુની સામે લડી રહેનાર દર્દીઓને જીવવાની એક આશા બંધાય છે. અને કોઈને નવું જીવન આપવું એ જ સૌથી મોટું દાન છે. કેમકે જીવન તો કુદરતના હાથની વાત છે.

માટે જ પુષ્યશાળી આત્મા જ ભગવાનનો દરજ્જો લઈને કોઈને જીવનદાન આપી શકે છે. અત્યારના સમાજ માટે ભાવનાબહેન અને તેમનો પરિવાર ઉતમ ઉદાહરણ છે માનવતાનું. જો માનવતાની દૃષ્ટિએજોઈએ તો દરેક વ્યક્તિ આવું વિચારે તો જીવનમાં બહુ ઓછા લોકો દુખી જોવા મળશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ