સુરતે આપી ચીનને પછાડ, મિસ વર્લ્ડ અને મિસ ટીન અમેરિકાને પહેરાવવામાં આવશે સુરતમાં બનાવવામાં આવેલ તાજ, અમેરિકા અને ચીનના ટ્રેડવોરનો લાભ ગુજરાતને થયો.
પ્રત્યેક વર્ષે ચીન અને હોંગકોંગમાં તૈયાર કરવામાં આવતા મિસ વર્લ્ડ અમેરિકા નો ક્રાઉન પહેલી વાર આ વર્ષે સુરત શહેરની ડાયમંડ જ્વેલરી કંપનીને બનાવવા માટે કામ આપવામાં આવ્યું છે. આ તાજને બનાવવા માટે કંપનીના ૧૦ કર્મચારીઓએ ૨૫ દિવસ સુધી ૮- ૮ કલાક સુધી મહેનત કરીને ૬૫૦ કેરેટના હીરા, ૫૦૦ ગ્રામ ચાંદી અને ૧૫૦ પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને કરોડોની કિમતનો તાજ તૈયાર કરવામાં આવ્યો છે.

તાજને એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે.
આ વર્ષે થોડાક દિવસમાં જ યોજવામાં આવનાર મિસ વર્લ્ડ અમેરિકાની કોમ્પીટીશન માટે સુરતની જેમ એન્ડ જ્વેલરી કંપની ગુરુકૃપા એક્સપોર્ટને ૫૦૦ ગ્રામ ચાંદી, ૬૫૦ કેરેટના ૩૧૮ હીરા અને ૧૫૦ પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને મિસ વર્લ્ડ અમેરિકાના તાજને અમેરિકા મોકલી દેવામાં આવ્યો છે. એટલું જ નહી, અમેરિકામાં મિસ વર્લ્ડ અમેરિકાની જેમ જ અમેરિકામાં યોજવામાં આવતી મિસ ટીન અમેરિકામાં વિજેતાને પહેરાવવામાં આવતો તાજ પણ સુરતની આ જ કંપની દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો છે. આ તાજને ચાલુ અઠવાડિયામાં જ અમેરિકામાં એક્સપોર્ટ કરી દેવામાં આવ્યો છે. અમેરિકા મોકલવામાં આવેલ મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકાના તાજની કીમત કરોડોમાં આંકવામાં આવી છે.
૨૫ દિવસ સુધી ૧૦ કર્મચારીઓએ પોતાની ૮- ૮ કલાકની મહેનતના અંતે ૬૫૦ કેરેટના ૩૧૮ હીરા, ૫૦૦ ગ્રામ ચાંદી અને ૧૫૦ પીસ એમરેલ્ડનો ઉપયોગ કરીને તાજ તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી પહેલા આ ક્રાઉનની ડીઝાઈનને પેપર પર બનાવીને એક મોડલ તૈયાર કરવામાં આવ્યું હતી ત્યાર પછી પેપર ડિઝાઈનના આધારે વેક્સનું મોડલ બનાવવામાં આવ્યું હતું ત્યાર પછી વેક્સના ક્રાઉન પર જ ચાંદીથી સંપૂર્ણ ક્રાઉન બનાવવામાં આવ્યો છે. ત્યાર પછી ડાયમંડ અને એમરેલ્ડ સેટિંગ્સ કરવામાં આવ્યું, છેલ્લે પોલિશિંગ કરીને ફિનિશિંગ ટચ આપવામાં આવ્યો છે. આ તાજને તૈયાર કરવામાં ૨૫ દિવસ સુધી ૧૦ કર્મચારીઓની એક ટીમને લગાવવામાં આવી છે. આ ક્રાઉનની ચમક લાંબાગાળા સુધી જળવાઈ રહે તેના માટે રેર ઓફ ધ રેર જ્વેલરી પર કરવામાં આવતું ધાગા પોલિશિંગનું કામ પણ કરવામાં આવ્યું છે.

૭ વન્ડર્સના પેંડટથી પ્રબહ્વિત થતા કામ મળ્યું.:
મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકાની કોમ્પીટીશનના વિનરને પહેરાવવામાં આવતા તાજને તૈયાર કરવાનું કામ સુરતને કેવી રીતે મળ્યું તેના વિષે વાત કરતા યુવાન ઉદ્યમી ગૌરાંગ રામાણી જણાવે છે કે, કંપનીમાં આર એન્ડ ડી ડીપાર્ટમેન્ટનું કામકાજ હું જ સંભાળું છું. વર્ષ દરમિયાન ૮ થી ૧૦ મહિના આર એન્ડ ડી અને વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી બજારમાં કેવા પ્રકારની જ્વેલરીની માંગ કરવામાં આવે છે તેની જાણકારી પ્રાપ્ત કરવા માટે હું મુસાફરી કરું છું. અમારી કંપની દ્વારા ડાયમંડ અને ગોલ્ડના ૭ વન્ડર્સ (૭ અજાયબીઓ) ના ભારે પેંડટ બનાવવામાં આવ્યા હતા.

આ પેંડટને હું આ તાજ બનાવવા માટે આપનાર વ્યક્તિને બેવર્લી હિલ્સમાં થયેલ અમારી એક મુલાકાત દરમિયાન બતાવ્યા હતા. હેન્ડમેડ ૭ વન્ડર્સની મેકિંગ અને ડીઝાઈનથી પ્રભાવિત થાય છે અને અમને એટલે કે સુરતને મિસ વર્લ્ડ અમેરિકા અને મિસ ટીન અમેરિકાની કોમ્પીટીશનના વિનરને પહેરાવવામાં આવતા તાજને તૈયાર કરવા માટે આપ્યા હતા. આ વાત એક સુરતી માટે ઘણી ગૌરવપૂર્ણ વાત છે આ બંને તાજની કીમત કરોડોમાં આંકવામાં આવે છે. જો કે મિસ વર્લ્ડ અમેરિકાનો તાજ હાલમાં જ તેની સાઈઝ સહિત અન્ય બાબતો માટે એપ્રુવલ મેળવવા માટે ચાંદીના બેઝ પર બન્વીને મોકલી દેવામાં આવ્યા છે. જયારે તેને એપ્રુવલ મળી જશે ત્યાર પછી તેને સોનાના બેઝ પર તૈયાર કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ