જલ્સા કરોને જેંતીલાલ

સુરત જિલ્લાના ઉંભેળમાં દીકરીના જન્મને ગ્રામપંચાયત દ્વારા કંઈક આ રીતે આપવામાં આવે છે પ્રોત્સાહન

ભારત સરકાર તેમજ ઘણી બધી એનજીઓ દ્વારા પુત્રીના જન્મને પ્રોત્સાહન આપવા માટે અગણિત પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ જાતની યોજનાઓ પણ કન્યાઓ તેમજ વયસ્ક સ્ત્રીઓ માટે ઘડવામાં આવી છે.

આજ બધા પ્રયાસોના કારણે ભૂતકાળ કરતાં આજે ભારત દેશમાં સ્ત્રીઓની સ્થિતિમાં ઘણાબધા અંશે સુધારો આવ્યો છે. દેશમાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાની આવડતથી ઓજસ પાથરી રહી છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રીઓ ન પહોંચી હોય તે પછી આકાશમાં સેટેલાઇટ છોડવાની વાત હોય કે પછી અઘરામાં અઘરી હાર્ટ સર્જરીની વાત હોય બધાજ ક્ષેત્રે સ્ત્રીઓએ પોતાની જાતને સાબિત કરી છે.

આજે ડગલેને પગલે સરકાર દ્વારા કન્યાના ભવિષ્ય માટે જન્મથી માંડીને છેક રીટાયરમેન્ટ સુધી આર્થિક, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક મદદો વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે. તેમજ જન્મ પહેલાં જ બાળકીને ગર્ભમાં જ પડાવી દેવા માટેના કાયાદા પણ ખુબ જ કડક કરી દેવામાં આવ્યા છે. જાણે સ્ત્રીઓને પોતા હક્કો અપાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ જુસ્સાભેર વિવિધ યોજનાઓની જાહેરાત દર વર્ષે કરવામાં આ છે.

તો પછી ગ્રામ પંચાયતો શા માટે પાછળ રહી જાય. ભારતની ગ્રામપંચાયતો માટે સુરત જિલ્લાની ઉંભેળ ગ્રામ પંચાયતે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અહીંની ગ્રામ પંચાયત ગામના જે ઘરમાં દીકરી જન્મે છે તેને કંઈક આ રીતે પ્રોત્સાહિત કરે છે. ગ્રામ પંચાયત દ્વારા ‘દિકરી મારી લક્ષ્મીનો અવતાર’ નામની યોજના શરૂ કરવામા આવી છે.

આ યોજના હેઠળ ગામના જે પણ ઘરે દીકરીનો જન્મ થાય છે તે ઘરે સરપંચ પોતે જ જઈને એક સમ્માનપત્ર આપે છે અને સાથે સાથે એક ચાંદીનો સિક્કો પણ ભેટરૂપે આપે છે. અને આ રીતે દીકરીના જન્મની વધામણી કરે છે.

વડાપ્રધાન મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના અભિયાનથી પ્રોત્સાહિત થઈને ઉંભેળ ગામના સરપંચ દર્શન પટેલ અને પટવારી જિગ્નેશ પ્રજાપતિએ પેતાના ગામમાં દીકરીના જન્મને આવકારવા તેમજ ગ્રામજનોને પ્રોત્સાહન પુરુ પાડવા માટે આ નાનકડી યોજના શરૂ કરી છે.

આ યોજનાની શરૂઆત આજ વર્ષે કરવામાં આવી. યોજના હેઠળ જે પણ ઘરે પુત્રીનો જન્મ થાય છે ત્યાં ગ્રામપંચાયતના સભ્યો જઈને પરિવારજનોને મીઠાઈ ખવડાવે છે, એક સમ્માન પત્રક આપે છે અને એક ચાંદીનો સિક્કો આપે છે. આ ચાંદીના સિક્કા પર દિકરી મારી લક્ષ્મીનો અવતાર શબ્દો કોતરાવવામાં આવ્યા હોય છે. આ ચાંદિના સિક્કાની અડધોઅડધ રકમ સુરતમાં સ્થિત શાંતિ જ્વેલર્સ તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત ઉંભેળ ગ્રામપંચાયત દ્વારા ઘણી બધી કામગીરીઓ ગામમાં કરવામાં આવે છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગામના સાત કુટુંબોને પુત્રી જન્મ માટે સમ્માનિત કરવામાં આવ્યા છે. ઉંભેળ ગ્રામપંચાયત અહીં જ રોકાવા નથી માગતી તે ગ્રામજનેને પ્રોત્સાહિત કરવા માટે ઘણું બધું કરવા માગે છે. તેઓ નજીકના ભવિષ્યમાં ગામમાં મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કાર માટે લાગતા વળગતા કુટુંબને આર્થિક સહાય આપવાનો વિચાર પણ કરી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version