વાવાઝોડાને પગલે સુરત એરપોર્ટ પર ફ્લાઇટો સાથે બાંધવા પડ્યા 1800 કિલોના વજનિયાં

સુરત એરપોર્ટ પર નાના એરક્રાફ્ટ નિસર્ગ વાવાઝોડામાં ફંગોળાઈ નહીં માટે તેને 1800 કિલોના વજનિયા સાથે બાંધવા પડ્યા હતા

ગઈ કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર માહારાષ્ટ્ર પર નિસર્ગ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું હતું. જોકે સાંજ પડતાં મહારાષ્ટ્રના કેટલાક સ્થળોએ પ્રમાણમાં ઘણું ઓછું નુકસાન પહોંચાડીને નિસર્ગ વાવાઝોડું નબળુ પડ્યુ હતું અને મુંબઈવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ દરમિયાન મુંબઈના એરપોર્ટ પર બેંગલુરુથી આવતી ફેડેક્સ ફ્લાઇટ લેન્ડ કરતી વખતે રનવેથી લસરી પડી હતી અને ત્યાર બાદ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સાંજના સાત વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટ પરથી કોઈ પણ ફ્લાઈટને આવવા જવા દેવામાં આવી નહોતી.

image source

નિસર્ગ વાવાઝોડાની અસર સુરત પર પણ થશે તેવી હવામાન વિભાગની આગાહી હોવાથી અગમચેતી વાપરીને સુરત એરપોર્ટ પર નાના એરક્રાફ્ટને નુકસાન ન પહોંચે તેમજ તે હવામાં ફંગોળાઈ ન જાય તે માટે તેને ભારે વજનીયા સાથે બાંધી દેવામા આવી હતી. આ પગલું વેન્ચુરા એર કનેક્ટ દ્વારા લેવામાં આવ્યુ હતું તેમણે પોતાના બે નાના એરક્રાફ્ટ મૂરિંગ એટલે કે સાંકળની મદદથી 1800 કિલોગ્રામના વજનિયા સાથે બાંધી હતી. જેમાં નાના એરક્રાફ્ટને ચારે બાજુએથી વજનીયાથી બાંધવામાં આવી હતી.

image source

એવું નથી કે આવું પહેલીવાર કરવામા આવ્યું હોય. સામાન્ય દિવસોમાં પણ આવા હળવા એરક્રાફ્ટને 600 કીલોગ્રામના વજનિયા સાથે બાંધવામા આવતા હોય છે. સામાન્ય દિવસોમાં વેન્ચુરા એર કનેક્ટ પોતાની આ નાનકડા એરક્રાફ્ટના પૈડા આગળ ભારે વજનિયા મુકતી હોય છે. અને ભારે પવનમાં આ ફ્લાઇટના આગળના પંખા ફરવા ન માંડે તે માટે પંખાને પણ વજનિયા સાથે બાંધવામાં આવે છે.

image source

સામાન્ય દિવસોમાં ટાયરની બન્ને બાજુએ 300 – 300 કિલોગ્રામના વજનિયા બાંધવામા આવે છે. જેથી કરીને હળવા પવનમાં એરક્રાફ્ટને કે આજુ બાજુમાં કોઈને પણ કંઈ નુકસાન ન પહોંચે. પણ નિસર્ગ વાવાઝોડાના પવનની ગતિને ધ્યાનમાં રાખીને આ વજનમાં વધારો કરવા આવ્યો હતો અને હળવા એરક્રાફ્ટ સાથે 1800 કિલોગ્રામ વજન બાંધવામાં આવ્યું હતું.

image source

જો નિસર્ગ વાવાઝોડું નબળુ ન પડ્યું હોત તો પહેલેથી કોરોના વાયરસની મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા દેશના આર્થિક કેપિટલ એવા મુંબઈ શહેરની દશા ખરાબ થઈ જાત પણ કૂદરતે મુંબઈ પર રહેમ રાખ્યો અને ઘણા ઓછા પ્રમાણમાં મુંબઈને નુકસાન પહોંચાડીને નિસર્ગ વાવાઝોડું નબળુ પડ્યું હતું. હાલ આ વાવાઝોડું નબળતું પડી રહ્યું છે અને મધ્ય પ્રદેશથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. અને પવનની ગતિ પણ 27 કિલોમીટર પ્રતિકલાક જેટલી નીચી આવી ગઈ છે.

image source

મુંબઈમાં નિસર્ગવાવાઝોડાની અસરથી કોઈ જ મોટી જાનહાની થઈ નથી અને કોઈ ઇમારતને પણ નુકસાન નથી પહોંચ્યું. પણ કેટલીક જગ્યાએ શોર્ટસર્કીટના બનાવ બન્યા હતા અને કેટલાક ઝાડ પવનના કારણે ઝડમૂળમાંથી ઉખડી ગયા હતા. એક અહેવાલ પ્રમાણે નિસર્ગ વાવાઝોડાએ મુંબઈ શહેરમાં 39 જેટલા ઝાડ ઉખાડી પાડ્યા છે. આમ કોઈ જ મોટું નુકસાન નથી થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ