કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ

કોરોના વાયરસનો મક્કમ સામનો વિશ્વના સાૈથી મોટા અને માનદ્ ડોકટર શ્રીમાન સૂરજ નારાયણ એટલે કે સૂરજ દાદાની મદદ થઈ શકે છેઃ રાજકોટ સ્થિત ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર અને કુદરતી ઉપચારક સુરેન્દ્રભાઈ દવેનું સંશોધન અને અનુભવ કોરોનાને હરાવી શકે તેમ છે…

થોડા દિવસ પહેલાં રાજકોટમાં રહેતા અમારા મિત્ર પ્રકાશ સેજપાલ સાથે ફોન પર વાત થઈ. તેમણે મને જણાવ્યું કે તેમની સામે રહેતા યોગાચાર્ય શાસ્ત્રી સુરેન્દ્રભાઈ દવે, કે જેઓ ફિઝિક્સ વિષયના નિવૃત્ત પ્રોફેસર છે તેમનો દાવો છે કે જે વ્યક્તિને કોરોનાની બિમારી થઈ હોય તે વ્યક્તિને સૂરજની ઉર્જામાં ગરમ કરેલું પાણી, સતત થોડા દિવસ પીવડાવવામાં આવે તો ચોક્કસ કોરાના વાયરસની બિમારી દૂર થાય. યોગાચાર્ય સુરેન્દ્રભાઈ દવેએ એમ પણ કહેલું કે આપણે નાના માણસ છીએ એટલે કોઈ આપણી વાત માને નહીં, બાકી આ પ્રયોગ કરો. કોરોનાના મોટાભાગના કેસ સાજા થઈ જશે.

યોગાચાર્ય અને સૂર્ય ઉર્જાના ઉપાસક સુરેન્દ્રભાઈ દવે વિશેની આ વાત બે દિવસથી મનમાં ઘોળાતી હતી ત્યાં આજે સમાચાર વાંચ્યા કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સલાહકાર વિલિયમ બ્રાયને કહ્યું છે કે કોરાના વાયરસનો અસરકારક સામનો સૂર્ય ઉર્જાથી થઈ શકે તેમ છે. એ પછી તો આજે સુરેન્દ્રભાઈ દવે સાથે આ અંગે વિગતવાર વાત થઈ.

81 વર્ષના સુરેન્દ્રભાઈ દવે રાજકોટની એક કોલેજમાં ફિઝિક્સ અને ગણિત વિષયના પ્રોફેસર હતા. 1998માં નિવૃત્ત થયા છે. સૂર્ય ઉર્જા સંદર્ભે તેમણે વર્ષો સુધી ગહન સંશોધન કર્યું છે. તેમણે સન કલર થેરાપીની મદદથી બિમારીઓ દૂર કરવાનું અભિયાન ઉપાડ્યું છે. આ અંગે તેમણે ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં ઓમયોગ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે જેની વૈશ્વિક કક્ષાએ પણ નોંધ લેવાઈ છે. તેઓ યોગાચાર્ય અને ભાગવતાચાર્ય તરીકે પણ જાણીતા છે.

તેઓ કહે છે કે કોરાના વાયરસનો સફળ સામનો સૂર્યઉર્જાથી કરી શકાય તેમ છે. (તેઓ તો ભારપૂર્વક એમ પણ કહે છે કે એના સિવાય કોરોના વાયરસને હરાવી જ નહીં શકાય..)

સુરેન્દ્રભાઈ દવે વૈગ્નાનિક માનસ ધરાવતા સંશોધક છે. કોરોના વાયરસની બિમારીનો સામનો કરવા તેઓ નીચેના બે ઉકેલો બતાવે છે. આ ઉકેલ એવા છે કે તેમાં એક પણ પૈસાનો ખર્ચ કરવાનો નથી.

(1) સૂર્યની ઉર્જાથી ગરમ થયેલું પાણી પીવું જોઈએ. સૂર્યનાં કિરણોમાં જુદા જુદા રંગ હોય છે અને તે રંગની જુદી જુદી શક્તિ હોય છે. શ્વાસનળી અને ફેફસાં માટે પીળો અને નારંગી રંગ વચ્ચે રાખીને સૂર્યની મદદથી પાણીને ગરમ કરવું જોઈએ. પાણીની બોટલ પર પારદર્શક પીળો કે નારંગી રંગનો કાગળ કે પછી કપડું પણ વીંટાળી દેવાનું. સૂર્યનાં કિરણો પીળા કે નારંગી રંગના માધ્યમ પછી પાણી પર પડવાં જોઈએ.

તેનું ખાસ કારણ છે. સૂર્યનાં આ કિરણોમાં નાઈટ્રોજન, કાર્બન ડાયોકસાઈડ, કેલ્સિયમ સહિત અનેક ઉર્જાસ્ત્રોત હોય છે. એવું જાણવા મળ્યું હતું કે ભારતમાં કોરોનાના દર્દીને દરરોજ કેટલોક સમય સૂરજના તડકામાં બેસાડી રાખવામાં આવે છે. વિશ્વના અનેક વિજ્ઞાનિકો, મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો પણ સ્વીકારે છે કે સૂર્ય-ઉર્જાની મોટી શક્તિ છે.

(2) યોગાચાર્ય સુરેન્દ્રભાઈ દવે કહે છે કે સૂર્ય-ઉર્જાનો ઉપયોગ કરવાની સાથે સાથે યોગનો પણ લાભ લેવા જેવો છે. તેઓ કહે છે કોરોનાની બિમારીમાં યોગ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેઓ લિંગ મુદ્રાની ભલામણ કરે છે. જેમાં બન્ને હાથની આંગળીઓ ભેગી કરીને જમણા હાથના અંગૂઠાને ડાબા હાથના અંગૂઠા-આંગળીથી દબાણમાં લેવાનો હોય છે.. (જુઓ તસવીર) એ પછી તેઓ અન્ય એક કસરત કહે છેઃ જમણા હાથને લાંબો કરીને, અંગૂઠો ઉપર રાખીને (થમ્સ-અપ ટાઈપ) ચાર આંગળીઓ હથેળીમાં દબાવીને ક્લોક અને એન્ટી ક્લોક વાઈઝ કસરત કરવાથી ફેફસાંને મોટો ફાયદો થાય છે. મનુષ્ય શરીરમાં નાભિથી ઉપરના અવયવોનો સંબંધ હાથની આઠ આંગળી-બે અંગૂઠા સાથે અને નાભિથી નીચેના ભાગનો સંબંધ અને નિયંત્રણ પગની આઠ આંગળીઓ અને બે અંગૂઠા સાથે હોય છે.

યોગાચાર્ય સુરેન્દ્રભાઈ દવે કહે છે કે સાયન્સ ફેક્ટ છે, પણ યોગ પરફેક્ટ છે. હું મેડિકલ સાયન્સનો સહેજે વિરોધ કરતો નથી. ડોકટરો ઘણી મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. અનેક બિમારીઓના તાત્કાલિક નિદાનમાં મેડિકલ સાયન્સ અસરકારક છે. યોગ અને કુદરતી સ્ત્રોત પણ મોટી શક્તિ છે.

મિત્રો, સૂર્ય શક્તિનો મહાપુંજ છે. તેની ઉર્જામાં ઘણી તાકાત છે. કોરોનાનો સામનો કરવા માટે ભારતે સુરેન્દ્રભાઈ દવે પ્રેરિત સન કલર થેરેપીનો પ્રયોગ કરવા જેવો છે. તેમાં પૈસા થવાના નથી અને કોઈ આડઅસર પણ નથી.

જો તેનો ફાયદો થશે (અને થશે જ) તો આપણો દેશ ચોક્કસ કોરોનાની મહામારીમાંથી ઝડપથી બહાર આવી જશે. બીજા કોઈ ડોકટર પાસે જવાને બદલે આપણા વિશ્વના સાૈથી મહાન ડોકટર સૂર્ય નારાયણનો સંપર્ક રાખીએ.

1. શક્ય હોય તે લોકો દરરોજ 30 મિનિટ સૂર્ય ઉર્જા પોતાના શરીર પર લે.

2. ઉઘાડા દેહે, અથવા શક્ય તેટલા ઉઘાડા શરીરે સૂર્ય ઉર્જા લઈ શકાય. એવું શક્ય ના હોય તો નોરમલ સ્થિતિમાં પણ દરરોજ સૂર્ય ઉર્જા લો.

3. સૂર્યનાં કિરણોથી ગરમ થયેલું પાણી પીવાનું રાખો. બની શકે તો પીળા-નારંગી પારદર્શક કાગળ કે કપડાંની વાટે ગરમ થયેલું પાણી પીવો. (ગરમ કરેલું પાણી સીધું પીવાય તો ઉત્તમ, ફ્રિઝમાં મૂકીને પણ પી શકાય તેવું યોગાચાર્ય સુરેન્દ્રભાઈ દવે કહે છે.

4. દિવસે વાતાવરણ વાદળછાયું હોય તો પણ સૂર્યનાં કિરણોના રંગ ઉપલબ્ધ જ હોય છે.

5. દરરોજ જરૂરી યોગાસનો પણ કરી શકાય. તેમાં લિંગ મુદ્ધા તથા અન્ય એક યોગિક કસરત ઉપર નોંધાઈ છે. એ ઉપરાંત ફેફસાં-શ્વાસનળી વગેરેને મદદ કરે તેવા પ્રાણાયામ કે આસનો ચોક્કસ કરી શકાય.

ખરેખર સૂરજદાદા અને યોગ એ ભારતને કુદરત તરફથી મળેલી અનુપમ ભેટ છે. વિશ્વના અનેક દેશોમાં મબલખ પૈસા છે, પણ સૂરજ નથી. તેઓ સૂરજના તડકા માટે તડપે છે. આપણે સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ. કોરોનાની કોઈ દવા નથી તેની સામે સૂર્ય ઉર્જા, યોગ, આયુર્વેદ, વિવિધ મસાલા, ઉકાળા અને કુદરતી ઉપચારની મદદથી કોરોનાનો સામનો કરી જ શકે.

(એક ખાસ નોંધઃ 24મી એપ્રિલ, 2020, શુક્રવારથી ગુજરાત સરકાર પ્રેરીત આયુષની કચેરીએ કોરોના પોઝિટિવનો આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર શરૂ કર્યો છે. આયુર્વેદિક પદ્ધતિ ઉપચારને વૈશ્વિક માન્યતા મળી છે તથા વાઇરસ જન્ય રોગોમાં પ્રિવેન્શન કામગીરીમાં પણ તેનાં સારાં પરિણામ મળી રહ્યાં છે.)

રાજકોટસ્થિત યોગાચાર્ય અને ભાગવતાચાર્ય શ્રી સુરેન્દ્રભાઈ દવેના સંપર્ક નંબરો 9426249289 અને 9909642895 છે. તેમની સામે જ રહેતા અને જેમણે મને આ સંપર્ક કરાવ્યો છે તેવા પ્રકાશભાઈ સેજપાલનો સંપર્ક નંબર 9825074926 છે. શ્રી સુરેન્દ્રભાઈ દવેની વય 81 વર્ષની છે અને તેઓ એકલા જ રહે છે માટે પહેલાં મેસેજ પર તેમની સંમતિ લઈને તેમને ફોન કરવો. સમય તથા અન્ય બાબતોનો વિવેક રાખવા વિનંતી કરું છું. તેઓ દૃઢપણે માને છે કે સૂર્યઉર્જાથી ચોક્કસ આપણે કોરોનાને હરાવી શકીએ તેમ છીએ. તેના વિના આ રોગને દૂર કરી જ નહીં શકાય.

સૂર્યઉર્જાના ચમત્કારો કહી શકાય તેવાં અનેક ઉદાહરણો વિશ્વમાં સમયાંતરે જોવા મળ્યાં છે. પ્રહલાદ જાની (માતાજી- અંબાજી) માત્ર સૂર્ય ઉર્જા પર જ જીવન જીવી રહ્યા છે. તેઓ સૂર્ય ઉર્જા સિવાય બીજું કશું લેતા જ નથી. એ જ રીતે એક કચ્છી ભાઈ પણ હતા જેમણે સૂર્ય ઉર્જાનો પોતાના જીવનમાં વિનિયોગ કર્યો હતો અને તેનો પ્રસાર પણ કર્યો હતો. હું તેમનું નામ ભૂલી ગયો છું.. કોઈને નામ ખબર હોય તો ચોક્કસ મને જણાવે.

વિનોબા ભાવે એ સૂર્ય ઉર્જા પર એક અદભૂત પુસ્તક લખ્યું છે. તેના અંશો હું આવતી કાલથી સોશિઅલ મીડિયા પર મૂકવાનો છું. સો વાતની એક વાત.. આપણે કોરોનાની સામે સૂરજને ધરી દઈએ. એ આજના સમયની સાૌથી મોટી જરૂરિયાત છે. સૂર્ય ઉર્જાનો મહિમા કરતી આ પોસ્ટને મહત્તમ રીતે શેર કરવા વિનંતી કરું છું..

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ