સુપર ડાન્સર 4ના જજ શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુની ફી સાંભળીને ઉડી જશે તમારા હોંશ.

ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર 4 લોકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. શોના કન્ટેસ્ટન્ટના ટેલેન્ટ સાથે સાથે હોસ્ટ અને જજની મસ્તી પણ શોને ફેમસ બનાવે છે. શોના જજ પોતાની કમેન્ટથી કન્ટેસ્ટન્ટનું મનોબળ વધારતા દેખાય છે પણ શું તમે જાણો છો કે એ બદલ એમને કેટલી ફી મળે છે?

image source

ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર સિઝન 4 શોના જજ અને જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર ખૂબ જ ફેમસ છે. પોતાની મમતામયી છબીથી ડાન્સર્સમાં ગીતા માઁના નામે ઓળખાય છે. મેકર્સે ગીતા કપૂરને શોમાં લાવવા માટે ભારે ફિસ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગીતા કપૂરને આ સીઝનમાં 15 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળી રહ્યા છે જ્યારે પાછલી સીઝનમાં ગીતા કપૂરને દરેક એપિસોડ માટે 12 લાખ રૂપિયા મળતા હતા.

image source

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ શોમાં ફક્ત ગ્લેમર જ નહીં પણ પોતાના હસી મજાકથી બધાને ખુશ કરનાર જજ માનવામાં આવે છે. શિલ્પા પોતાના એક્સપ્રેશનની સાથે સાથે પોતાના લુકસ માટે પણ ઘણી જ પસંદ કરવામાં આવે છે. શિલ્પા શેટ્ટીને પોતાનો જલવો બતાવવા માટે શો મેકર્સ પાસેથી લાખો રૂપિયા મળે છે. મળેલી માહિતી અનુસાર ગઈ સીઝનમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને દરેક એપિસોડ માટે 18 લાખ રૂપિયા મળતા હતા. સિઝન 4 માટે એમને 20 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળી રહ્યા છે.

image soucre

બોલિવુડના જાણીતા ફિલ્મ ડાયરેકટર અનુરાગ બસુ ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપટર 4 શોના ત્રીજા જજ છે. અનુરાગ બાસુને પણ મેકર્સ સારા એવા પૈસા આપી રહ્યા છે. ખબરોનું માનીએ તો મેકર્સ અનુરાગ બાસુને 12 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ આપી રહ્યા છે. ગઈ સીઝનમાં દરેક એપિસોડ માટે એમને 10 લાખ રૂપિયા મળતા હતા.

image source

સુપર ડાન્સર ચેપટર 4 શોના હોસ્ટ કરી રહ્યા ઋત્વિક ધનજાની ટીવીના એક શાનદાર એકટર છે. ઋત્વિક શો પર જજની સાથે સાથે કન્ટેસ્ટન્ટની સાથે પણ ખૂબ જ મસ્તી કરે છે ઋત્વિકને શો હોસ્ટ કરવા માટે મેકર્સ 5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ આપી રહ્યા છે. આ ફી ગઈ સીઝનમાં 3 લાખ રૂપિયા હતી.

image source

જાણીતા એકટર કોમેડિયન પરિતોષ ત્રિપાઠી પણ ઋત્વિક ધનજાનીની સાથે સુપર ડાન્સર ચેપટર 4 હોસ્ટ કરી રહ્યા છે. પરિતોષ છેલ્લા ચાર વર્ષથી આ શો હોસ્ટ કરી રહ્યા છે.

image soucre

શો દરમિયાન પરિતોષ ત્રિપાઠી પોતાના અંદાજથી દરેકનું દિલ જીતી લેવામાં સફળ રહ્યા છે. આ સિઝન માટે મેકર્સે મન 4 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ આપ્યા છે. ગઈ સીઝનમાં એમને દરેક એપિસોડ માટે 2 લાખ રૂપિયા મળતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!