ત્વચાને સુંવાળી બનાવવા આ રીતે ફેરવો બ્રશ, આવશે અનેરો ગ્લો

તમારી ત્વચામાં ચમક લાવવા તેને બ્રશ કરો ! માત્ર બ્રશ ફેરવવાથી ત્વચા સુંવાળી બની જશે અને તેમાં આવશે એક કુદરતી ગ્લો.

એક સુંવાળુ બ્રશ તમારી ત્વચાને એક અનેરો ગ્લો આપી શકે છે. ડ્રાઈ બ્રશીંગ એટલે કે સુંવાળા બ્રશ પર કશું જ લગાવ્યા વગર માત્ર બ્રશથી જ ત્વચા પર સ્ક્રબ કરવાથી ત્વચાના ડેડ સેલ્સ દૂર થઈ જાય છે અને ત્વચા પુનઃ સ્વસ્થ થાય છે. કારણ કે ત્વચાના જે છીદ્રોમાં ગંદકી ભરાઈ હોય છે તે દૂર થાય છે અને ત્વચાને ઓક્સિજન મળે છે. આ રીતે તમારી ત્વચા વાટે શરીરમાંથી ઝેર બહાર નીકળે છે.

image source

આ પ્રક્રિયા તમારે સવારે વહેલા ઉઠીને કરવી જોઈએ. તેમાં તમારે કોઈ જ મોટી મહેનત નથી કરવાની બસ એક સુંવાળુ બ્રશ લેવાનું છે અને તેનાથી તમારા સંપૂર્ણ શરીર પર ઘસવું.

– આ બ્રશ તમને કોઈ પણ કોસ્મેટિકની દુકાને મળી જશે. તમારે નિર્વસ્ત્ર થયા બાદ તમારા સંપૂર્ણ શરીર પર આ બ્રશ ફેરવી લેવું.

– તેની શરૂઆત તમારે તમારા પગથી કરવી. તેને ઉપરની તરફ બ્રશ કરવું તે પણ સરક્યુલર રીતે ફેરવી. પહેલાં એક પગ પર ત્યાર બાદ બીજા પગ પર બ્રશ ખુબ જ હળવા હાથે ઘસવું.

– પગથી કમર સુધીનો ભાગ ઘસાઈ ગયા બાદ તમારે તમારા ઉપરના ભાગને બ્રશ કરવાની શરૂઆત તમારા હાથથી કરવી. શરૂઆત તમારી આંગળીના ટેરવા, ત્યાર બાદ પંજા અને તેમ જ શરીરનો ઉપરનો ભાગ બ્રશ કરી લેવો.

– પીઠ, પેટ, બગલ આ બધી જ જગ્યાએ ઉપરની તરફ અને સર્ક્યુલર મોશનમાં બ્રશ ફેરવવું.

image source

– બ્રશ ફેરવતી વખતે તમને શરીર પર ક્યાંય વાગ્યું, છોલાયું હોય તો તે ભાગ પર બ્રશ ન કરવું.

– તમારા શરીરના દરેક ભાગ પર બ્રશ ફેરવવું ન ભુલવું. જો તમે લાંબા હેન્ડલવાળું બ્રશ વાપરશો તો તમને પીઠ પર બ્રશ કરવામાં સરળતા રહેશે.

– જ્યારે તમારા ચેહરા પર બ્રશ ઘસવાનો વારો આવે ત્યારે તમે જે બ્રશ શરીર પર વાપર્યું છે તે જ ચહેરા પર ન વાપરવું. ચહેરા પર તમારે સામાન્ય કરતાં ઓર વધારે મુલાયમ બ્રીસ્ટલ બ્રશ વાપરવું. જો તમારી પાસે ન હોય તો તેની જગ્યાએ તમારે કોઈ સ્ક્રબ વાપરવું.

નાહવું

સવારે જ્યારે તમે તમારા સંપૂર્ણ શરીરને બ્રશ કરી લો ત્યાર બાદ તમારે નાહી લેવું. જો તમે શાવર લઈ રહ્યા હોવ તો શાવરને ફુલ ન રાખવો પણ મિડિમ રાખવો. અને પાણી તમે હુંફાળુ લઈ શકો છો અને ધીમે ધીમે તમે સહન કરી શકો તેટલા ગરમ પાણીથી નાહી શકો છો. આવી રીતે ગરમ પાણીથી નાહવાથી તમારા રહ્યા સહ્યા ડેડ સ્કીન સેલ્સ હશે તે પણ ધોવાઈ જશે. આવી રીતે નાહતી વખતે તમે સાબુ કે જેલનો ઉપયોગ નહીં કરો તો યોગ્ય રહેશે.

image source

નાહ્યા બાદ હળવેથી શરીર લુછ્યા બાદ તમારા સંપૂર્ણ શરીર પર ઉચ્ચ પ્રોટીન ધરાવતું મોઇશ્ચરાઇઝર લગાવવાનું જરા પણ ન ભુલવું. અને તમારી જાતને રીલેક્સ કરવા માટે તમે ગ્રીન ટી કે પછી એક કપ કેમોમાઇલ ટી પણ લઈ શકો છો.

ડ્રાઈ બ્રશીંગના ફાયદા

– ત્વચાના કોષોને પુનર્જીવન આપીને તે ત્વચાને ડીટોક્સ કરશે. તેમ કરીને શરીરમાંનું ઝેર તમારી સ્કીન વાટે બહાર નીકળી જશે. આ પ્રોસેસ તમારી ત્વચાને ટાઇટ કરવા માટે પણ ઘણી ઉપયોગી છે.

– ત્વચાની નલીકાઓના નેટવર્કને ઉત્તેજીત કરે છે અને મેટાબોલિક કચરાને બહાર પાડે છે.

– ચરબીના થર પર જે સેલ્યુલાઇટ બને છે તેને ઘટાડે છે અને ભવિષ્યમાં થતી અટકાવે છે.

– લોહીનું સર્ક્યુલેશન સુધારે છે અને તે રીતે તે સમગ્ર શરીરના તંત્રને પણ સુધારે છે.

image source

– તે તમારા સંપૂર્ણ શરીરની સાથે સાથે તમારા મનને પણ ઉર્જામય બનાવે છે.

– આ બ્રશીંગ ટ્રીટમેન્ટ તમને બાળક જેવી સુંવાળી, ચમકતી અને કુદરતી ત્વચા આપે છે.

– ડ્રાઈ બ્રશીંગ કરવાથી શરીર પરની બધી જ મૃત ચામડી દૂર થઈ જશે, તેનાથી તમારા ગંદકીથી ભરાયેલા છીદ્રો ખુલ્લા થશે જે તમારી ત્વચાને ઓક્સિજન આપશે અને આ રીતે તે તમારા સંપૂર્ણ દેખાવને સુધારશે.

તો હવે કોઈ પણ વધારાનો ખર્ચો કર્યા વગર માત્ર આવું સુંવાળુ બ્રશ ખરીદીને અઠવાડિયે એકવાર તમારી ત્વચાને સ્ક્રબ કરો અને મેળવો એક સુંદર આકર્ષક ત્વચા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ