આ બિઝનેસ કરીને કરોડો રુપિયા છાપે છે સુનિલ શેટ્ટીની પત્ની, વાંચી લો કયો બિઝનેસ કરે છે તે

સુનિલ શેટ્ટીની પત્નીની આવક છે પતિ કરતાં બમણી વધારે – જાણો શેમાંથી કરે છે મબલખ કમાણી

આપણી સામે જ્યારે સૌથી વધારે કમાણી કરતી સ્ત્રીઓની વાત આવે એટલે તરત જ આપણને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી યાદ આવી જાય છે. અંબાણી કુટુંબ પાસે આજે લાખો કરોડો રૂપિયા છે અને વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક તેઓ પોતે મુંબઈ ખાતે ધરાવે છે. પણ તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં જો કોઈ ધનાડ્ય પત્નીની વાતનો ઉલ્લેખ થાય તો તેમાં સુનીલ શેટ્ટીનું પત્નીનું નામ ટોચ પર આવે તેવું છે.

image source

બોલીવૂડમાં બીઝનેસવુમન તરીકે સુનીલ શેટ્ટીની પત્નીનો જાણે વટ છે. તેણીનું નામ છે માના શેટ્ટી તે વર્ષના કરોડો રૂપિયા છાપે છે અને તેના માટે તેણી અનેક વ્યવસાય ચલાવે છે. સુનીલ શેટ્ટીએ ફિલ્મોમાંથી ઘણા સમય પહેલાં જ વિદાઈ લઈ લીધી છે જો કે કોઈક ફિલ્મમાં તે કેમીયો કરતો જોવા મળી જાય છે. ફિલ્મો બાદ સુનીલ શેટ્ટી પણ વિવિધ વ્યવસાયો કરે છે પણ તેની પત્ની રૂપિયાની કમાણીમાં તેના કરતાં ક્યાંય આગળ છે.

image source

માના શેટ્ટી પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. તેણીએ રિયલ એસ્ટેટમાં અઢળક રૂપિયા કમાવ્યા છે. અને તેના કારમે તેણીને રીયલ એસ્ટેટ ક્વીન પણ કહેવામાં આવે છે. તેણીએ S2નામના રીયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને તે હેઠળ તેણીએ મુંબઈ ખાતે 21 જેટલી લક્ઝરી વિલા બનાવી છે અને તેનું ઇન્ટિરિયર પણ તેણીએ અત્યંત વૈભવશાળી બનાવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે આ વિલા 6500 સ્ક્વેર ફીટમાં ફેલાયેલી છે અને આવી 21 વિલા તેણીએ બનાવી છે. આ વીલા સંપુર્ણ લક્ઝરિયસ છે. તેમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

image source

આ ઉપરાંત માના શેટ્ટી લાઈફસ્ટાલ સ્ટોર પણ ધરાવે છે, જેમા તેણી ઓફીસ તેમજ ઘરોના સજાવટ માટે વિવિધ રાચરચીલુ પણ વેચે છે. તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સ્ટોર નથી પણ એક લક્ઝરી સ્ટોર છે જેમાંથી ખરીદી કરવાનું ગજુ માત્ર કરોડપતિઓ જ ધરાવી શકે છે.

image source

આ ઉપરાંત તેણી એક સમાજ સેવિકા પણ છે. તેણી સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયા નામના એજીઓ સાથે જોડાયેલી છે. અને તેના માટે તે ફંડ ભેગું કરવા વિવિધ ઇવેન્ટોમાં પણ ભાગ લેતી જોવા મળી છે. અને તે પોતે પણ ચેરીટી ઇવેન્ટનું આયોજન કરીને તેમાંથી મળતાં રૂપિયાનો ઉપયોગ તેણી જરૂરિયાતવાળી કન્યાઓ તેમજ મહિલાઓની સુધારણા પાછળ કરે છે.

image source

એક એવા પણ અહેવાલ છે કે સુનિલ શેટ્ટીના સંપુર્ણ કુટુંબની વાર્ષિક કમાણી 150 કરોડ આસપાસની છે. અને આ આવકમાં સનિલ શેટ્ટી સાથે તેની પત્નીનો પણ બરાબરનો ફાળો છે. તેણીને રીયલ એસ્ટેટ ક્વીન પણ કહેવામાં આવે છે. સુનિલ શેટ્ટી પાસે આજે મુંબઈ જેવા વિશાળ અને મોંઘા શહેરમાં લક્ઝરીયસ પ્રોપર્ટીઝ, ગાડીઓ, બાઈક તેમજ રેસ્ટોરન્ડ છે. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીના પિતા પહેલાં રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને તેમાંથી તેમણે પોતાની રેસ્ટોરન્ટ ઉભી કરી હતી. આજે આ બધા વ્યવસાય ઉપરાંત સુનીલ શેટ્ટી પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ધરાવે છે.

image source

જો તમને એવું લાગતું હોય કે બોલીવૂડમાં સુનિલ શેટ્ટીની જ પત્ની સ્વનિર્ભર છે પણ તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની પત્ની પોતે પણ એક બિઝનેસ વુમન છે આ ઉપરાંત ઋતિકની એક્સ વાઇફ, જોહ્ન અબ્રાહમની પત્ની, ઇમરાન હાશમીની પત્નિ પરવીન શાહની, વિવેક ઓબેરોયની પત્ની એલ્વા પણ પોત પોતાના વ્યવસાયથી અઢળક કમાણી કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ