રવિવારે કરો આ સરળ કામ, ચારેબાજુ જોવા મળશે પૈસા જ પૈસા

રવિવારએ જરૂર કરો આ સરળ કામ, જીવનભર નહીં નડે પૈસાની તંગી

શનિવારના દિવસે પીપળાના ઝાડમાં પાણી ચઢાવવું અને દીવો કરવો જોઈએ. આમ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે. સાથે જ શનિ દેવની સાડાસાતીથી પણ રાહત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે રવિવારના દિવસે પીપળા પાસે દિવો કરવાથી પણ અનેક લાભ થાય છે ? માનવામાં આવે છે કે રવિવારના દિવસે પીપળાના ઝાડ પાસે ચારવાટનો દીવો કરવાથી ધન, વૈભવ અને યશ વધે છે.

image source

રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ છે. આ દિવસે તેમની પૂજા અને આરાધના કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જેમની કુંડળીમાં સૂર્યનો દોષ હોય તેમણે રવિવાર ખાસ સૂર્ય દેવની પૂજા કરી વ્રત કરવું જોઈએ. સૂર્ય પૂજા કરવા માટે રવિવારે વહેલા સ્નાન કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો અને સૂર્યોદય થાય ત્યારે ઉગતા સૂર્યને તાંબાના કળશમાં પાણી ભરી અર્ધ્ય આપવો. અર્ધ્ય આપતી વખતે કોઈપણ સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે. આ પૂજા બાદ દિવસભર વ્રત કરવું. વ્રતમાં ફળાહાર કરી શકો છો. રવિવારનું વ્રત કરવાથી ચામડીના રોગ મટે છે તેવી પણ માન્યતા છે.

image source

આ ઉપરાંત એવા કેટલાક ઉપાયો વિશે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જેને ખાસ કરીને રવિવારએ કરવાથી તે તુરંત સિદ્ધ થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કયા કયા છે આ ઉપાયો અને ચમત્કારી ટોટકા ચાલો જણાવીએ તમને.

image source

રવિવારના દિવસે પીપળા નીચે દીવો કરવાથી પદ અને પ્રતિષ્ઠા વધે છે. સાથે જ શનિ દેવ પણ પ્રસન્ન થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ રવિવારના દિવસે કયા કામ કરવા જોઈ જેનાથી ધન, સમૃદ્ધિ અને વૈભવ વધે છે.

સૌથી પહેલા રવિવારએ ખરાબ કર્મના ફળને દૂર કરવા માટે કાળી વસ્તુઓ જેવી કે અડદ, કાળા કપડા , કાળા તલ, કાળા ચણા વગેરેનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી શનિદેવની કૃપા જાતક પર રહે છે.

image source

રવિવારના દિવસે કાળા કુતરાને રોટલી, કાળી ગાયને રોટલી અને પક્ષીઓને ચણ અચુક આપવી. આમ કરવાથી જીવનમાં નડતી બાધાઓ ધીરે ધીરે દૂર થવા લાગે છે. કહેવાય છે કે રવિવારના દિવસે તેલથી બનેલા પદાર્થ કોઈ ગરીબ વ્યક્તિને ખવડાવવા જોઈએ તેનાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.

ધન ધાન્યમાં વૃદ્ધિ ઈચ્છતા લોકોએ રવિવારની રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ પોતાના માથા પાસે રાખવું. સોમવારે સવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિ કરી ધ્યાન કરો અને પછી આ દૂધને બાવળના ઝાડના મૂળમાં અર્પિત કરી દો. માન્યતા છે કે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ છે. આ દિવસે ભગવાન સૂર્યનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી પદ, પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ ઉપરાંત નેત્ર અને ચામડીના રોગ થયા હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ