સુંદર અને ક્યૂટ શ્લોકા મેહતા અંબાણી ની આ તસવીરો સાસુ નીતા અંબાણી એ શેર કરી, તમે જોઈ?

થર્સડે પર સોશિયલ મિડિયા પર એક્ટિવ લોકો પોતાના ભૂતકાળની સુંદર યાદોને તાજી કરી દેતી તસ્વીરો મુકતા હોય છે જેને થ્રોબેક થર્સડે કહેવામાં આવે છે.


નિતા અંબાણીએ આ થ્રોબેક થર્સડે પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લાડકી વહુના લગ્ન પહેલાના કેટલાક ક્યૂટ પિક્સ અપલોડ કર્યા હતા.
ભૂતકાળમાં પોતાના મિત્રો સાથે કરેલા પ્રવાસ દરમિયાનની આ તસ્વિરો છે જે સાસુ નિતા અંબાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવી હતી. જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ પિક્સમાં શ્લોકા જીન્સની શોર્ટ્સ અને બ્લેક ટી-શર્ટમાં આકર્ષક અને ક્યૂટ લાગી રહી છે.

તેણીએ પોતાનો દેખાવ ખુબ જ સિમ્પલ અને ચીક રાખ્યો છે અને સરસ મજાની પોની ટેઇલ રાખી છે અને કોઈ પણ જાતનો મેકઅપ નથી કર્યો. તેણી ખુબ જ નેચરલ લાગી રહી છે.

નિતા અંબાણી દ્વારા બીજી તસ્વીર શેયર કરવામાં આવી છે તેમાં શ્લોકા ભીંત ચિત્ર આગળ પોતાના મિત્રો સાથે પોઝ આપી રહી છે. તેણીએ અહીં સમરી રેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તેની સાથે ડેનિમ જેકેટ પહેર્યું છે. તેણીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને વ્હાઇટ સ્નીકર પેયર અને નહીંવત મેકઅપ સાથે તેણી ક્યૂટ લાગી રહી છે. તેણી સંપૂર્ણ વેકેશન મોડમાં હોય તેવુ તેમના ચહેરાની નિશ્ચિંતતા પરથી લાગી રહ્યું છે.

તાજેતરમાં જ શ્લોકાના લગ્ન નિતા- મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી સાથે આંખને આંજી નાખે તેવી જાકઝમાળ વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા. તેમાં દેશ-દુનિયાની જાણીતી તેમજ વગદાર હસ્તિઓએ હાજરી આપી હતી. આજે પણ તેમના લગ્નના પિક્સ તેમજ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ છે.