સનફ્લાવર સીડ્ઝ – સ્વાસ્થ્યને માટે ખૂબ ફાયદાકારક છે, તમે ઉપયોગમાં લો છો કે નહિ ???

સનફ્લાવર સીડ્ઝ એ સુર્યમુખીના ફુલમાંથી કાઢવામાં આવતા બીજ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સીડ્ઝમાં વિટામીન ઇ ભરપુર પ્રમાણમાં આવેલું હોય છે. ઉપરાંત તે પાવરફુલ એન્ટીઓક્સીડન્ટ પણ છે. જે રીતે સૂકોમેવો અને બીજા સીડ્ઝ પણ એન્ટીઓક્સીડન્ટથી ભરપુર છે.
સનફ્લાવર સીડ્ઝથી કાર્ડીયો વાસ્ક્યુલર હેલ્થ ઇમ્પ્રુવ થાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને (LDL)ને ઓછું કરે છે અને હાઇબ્લડ પ્રેશર, કન્ટ્રોલમાં રાખે છે. વળી કેન્સરથી દૂર રાખે છે વારંવાર થતા મસલ ક્રેમ્પ અને માથાના દુઃખાવાને કન્ટ્રોલ કરે છે. તેના કારણે ત્વચા સુવાળી થાય છે અને તે એન્ટી એજીંગ છે.

સનફ્લાવર સીડ્ઝ લેવાના ફાયદાઃ-

1. હાર્ટના રોગોથી દૂર રાખે છે – સનફ્લાવર સીડ્ઝમાં વિટામીન ઇ ભરપૂર પ્રમાણમાં આવેલું છે ઉપરાંત એન્ટીઓક્સીડન્ટથી ભરપુર છે. વધુ પડતા સોજા અને વોટર રીટેન્શન વધુ પડતા હાર્ટને લગતા રોગો ઇન્ડિકેટ કરે જેમ કે કેન્સર, સ્ટ્રોક, ડાયાબીટીસ, અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન ડીસીઝ. દરરોજ સનફ્લાવર સીડ્ઝ લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે, હાઇપરટેન્શન પ્રમાણસર રહે છે અને હાર્ટના રોગોથી દૂર રહેવાય છે.

જુદા જુદા રીસર્ચમાં જણાવવામાં આવે છે કે જુદા જુદા nut and seedsમાં સનફ્લાવર સીડ્ઝમાં સૌથી વધુ પ્રમાણમાં ફાયદાકારક છે. વિટામીન ઇને શરીરમાં પચાવવા ‘ફેટ’ જરૂરી છે. સનફ્લાવર સીડ્ઝમાં વીટામીન ઇની સાથે સાથે એસેન્શિયલ ફેટી એસીડ પણ છે.

2. એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર છે માટે કેન્સર સામે રક્ષણ આપે છે. – સનફ્લાવર સીડ્ઝ કેન્સરની સામે રક્ષણ આપે છે. સનફ્લાવરમાં આવેલા પોષકતત્ત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી. તેમાં આવેલા એન્ટીઓક્સીડન્ટ ધીમા કેન્સરને અટકાવે છે આ ઉપરાંત તે કેન્સરને થતાં પણ અટકાવે છે અને તેને ફરી થવા દેતા નથી. વિટામીન ઇ પણ કેન્સર સામે રક્ષણ આપે છે. વિટામીન ઇ પુરુષોને પ્રોસ્ટેટની બીમારીથી દૂર રાખે છે તે ફેફસાના કેન્સરને પણ દૂર રાખે છે. તેમાં આવેલું સેલેનીયમ થાયરોઇડ ફંક્શનને બરાબર રાખે છે. થાઇરોઇડ થવાનું મુખ્ય કારણ સીલેનીયમ નામના મીનરલની ખામી છે, જ્યારે સનફ્લાવર સીડ્ઝમાં સીલેનીયમ ભરપુર પ્રમાણમાં હોય છે.

થાઈરોઇડ ગ્લેન્ડને કારણે શરીરમાં ટેમ્પ્રેચર, હાર્ટ રેટ, મેઇન્ટેઇન રહે છે અને તે મેટાબોલીઝમને કન્ટ્રોલ કરે છે. માટે જ થાઈરોઇડ ડીસઓર્ડરને કારણે વજન વધવુ, નબળાઈ લાગવી, ઉપરાંત હાર્ટ રેટ વધવો વિગેરે થઈ શકે છે. સનફ્લાવરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ કરે છે.

3. તેમાં આવેલું મેગ્નેશીયમ ઓસ્ટીઓપોરેસીસ, બોન લોસ અને મસલ ક્રેમ્પમાં મદદરૂપ થાય છે. સનફ્લાવર સીડ્ઝમાં મેગ્નેશીયમ, બી વિટામીન, વિગેરે આવેલા છે તેમાં આવેલું મેગ્નેશીયમ ઓસ્ટીઓપોરેસીસ થતા અટકાવે છે. ઉપરાંત વારંવાર આવતા ક્રેમ્પને રોકે છે.

સનફ્લાવર સીડ્સ શેકવાની રીતઃ-

તેને નાના નોન સ્ટીક પેનમાં શેકવા જોઈએ. – ધીમા તાપે 2-3 મીનીટ શેકો. વારંવાર હલાવો, ઠંડા પાડી એર ટાઇટ કન્ટેનરમાં ભરી લો. તેમાં મીઠુ નાખશો નહીં. મીઠુ નાખવાથી સ્વાદિષ્ટ તો બનશે પરંતુ જરૂર વગર એક્સ્ટ્રા મીઠું લેવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થશે.

કયા સમયે લેવા ? – સનફ્લાવર સીડ્ઝ આખા દિવસમાં 1થી2 મોટા ચમચા વાપરી શકાય છે. તેને લેવાનો કોઈ સમય નથી હોતો. જ્યારે ભૂખ લાગે ત્યારે તેને મુખવાસની જેમ ફાકી શકો છો. ના ભાવે અથવા બાળકો માટે ઝીણા દળી લોટમાં ભેળવીને અથવા સીરીયલ્સમાં નાખીને પણ લઈ શકાય છે. વચ્ચે વચ્ચે અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો સનફ્લાવર સીડ્ઝની ફાકી મારી લઈ તેના ઉપર પાણી પી લેવાથી ભૂખ ઓછી થઈ જાય છે.

સૌજન્ય : લીઝા શાહ (ડાયેટીશ્યન)