સૂમસાન ટાપુ પર આ કપલ અને કૂતરો વિતાવી રહ્યા છે જીવન

આપણા અમુક નિર્ણય આપણા જીવનની અને આપણા કરિયરની પથારી ફેરવી નાંખતા હોય છે. પણ અમુક નિર્ણયો આપણું જીવન સુધારી દેતા હોય છે. એક કપલ સાથે પણ કંઈક આવું જ થયું છે કે તેના એક નિર્ણયના કારણે તેણે કોરોનાને હંફાવી દીધો છે. કારણ કે હાલમાં આખી દુનિયામાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આ મહામારીએ લાખો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. સાથે જ કોરોનાને કંટ્રોલમાં લેવા માટે સરકારે લોકડાઉન લગાવ્યું અને એના કારણે લોકો તણાવમાં આવી ગયાના કિસ્સા પણ સામે આવ્યા હતા.

image source

પરંતુ આ બધા માહોલની વચ્ચે એક બ્રિટિશ કપલ આ બધા માયાજાળથી ઘણુ દૂર છે અને તેનું એક માત્ર કારણ છે લોકડાઉન પહેલા તેમણે લીધેલો એક નિર્ણય. આ વાત છે ઈંગ્લેન્ડના લીડ્સ, વેસ્ટ યોર્કશાયરમાં રેહતા 34 વર્ષના લ્યુક અને 36 વર્ષની સારાની. આ બન્નેની ક્યારની ઈચ્છા હતી કે નેચરલ વાતાવરણમાં સમય પસાર કરવો છે અને જેથી ઈચ્છા પુરી કરવા માટે લોકડાઉન થયાના થોડા સમય પહેલા તેઓ આયર્લેન્ડના એક દ્વીપ ઓવી આઈલેન્ડ પહોંચી ગયા હતા. તેઓ જ્યાં ગયા એ દ્વીપ અંગે સ્થાનિક પુસ્તકોમાં એવું લખાણ મળી રહ્યું છે અહીં છેલ્લે શિયાળાની સીઝનમાં વર્ષ 1974માં લોકો આવ્યા હતા, જેના પછી આ વિસ્તાર એકદમ સૂનો પડ્યો છે અને બધું જ સૂમસામ છે. આ કપલ પણ આગામી 12 મહિના માટે એકદમ ધીમી સ્પીડવાળું જીવન જીવવાની ઈચ્છા ધરાવતા હતા, આથી એ જ દ્વીપ પર ગયા હતા.

image source

આ સમગ્ર કેસ વિશે વાત કરતાં લ્યુકે કહ્યું હતું કે, અમે અહીં આ ટાપુ પર સંપૂર્ણ રીતે આઈસોલેટ છીએ અને અમને બહારની દુનિયમાની ઘણી અજીબો ગરીબ વાતો સાંભળવા મળી રહે છે. પરંતુ સારું છે કે અમારે સોશિયલ ડિસ્ટન્સીંગની જરૂર નથી પડતી કારણ કે લ્યુક અને સારા આ દ્વીપ પર એક નાનકડી ઝૂંપડીમાં હાલમાં રહી રહ્યા છે. તેમની સુવિધા વિશે જો વાત કરીએ તો તેમની પાસે વરસાદનું પાણી ભેગું કરવા માટે એક ટેન્ક પણ રાખી છે. એ જ રીતે કુકિંગ કરવા માટે એક ગેસની બોટલ અને ઈલેક્ટ્રીક વસ્તુઓને ચાર્જ કરવા માટે સોલર પેનલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી બધી જ જીવન જરૂરી વસ્તુના કારણે તેમનું જીવન ચાલી રહ્યું છે

image source

ટાપુ પરના જીવન વિશે તેણે વાત કરી હતી કે અહીં લાઈફની સ્પીડ સામાન્ય જીવન કરતાં ઘણી ધીમી છે. અમે અમારા કુતરાઓ સાથે સમય પસાર કરી રહ્યા છીએ. પોતાનું ખાવાનું જાતે ઉગાડીએ છીએ અને નવી નવી વસ્તુઓ શીખી રહ્યાં છીએ. જીવનમાં જે ક્યારેય ન કર્યું હોય એવું કરવાનો લ્હાવો મળી રહ્યો છે. આગળ વાત કરી કે આ રીતે જીવન જીવવાનો મોકો બધાને નથી મળતો હોતો પરંતુ અમને આ લાઈફસ્ટાઈલ નસીબ થઈ છે અને ગમી પણ રહ્યુ છે. અમારે અહીં સોશિયલ ડિસ્ટન્સીંગની પણ જરૂર નથી પડતી.

image source

બીજી સારી વસ્તુ એ છે કે આ ટાપુની પાસે જ શિપીંગ લેન્સ હોવાને લીધે ફોનના સિગ્નલ પણ સરસ રીતે પકડાઈ છે અને અમારે પણ પરિવાર સાથે વાત થઈ શકે છે. આ સાથે જ ત્યાંના ભૂગોળ વિશે વાત કરી કે આ દ્વીપથી જવા માટેનો એક જ રસ્તો છે અને અહીંથી બીજા દ્વીપ પર પહોંચવું હોય તો હોડી પર જ જઈ શકાય છે. સારા એક સોશિયલ વર્કર છે અને તેમનું કહેવું છે કે અમે આ ટાપુ પર ઘણું બધુ શીખ્યું છે અને અમારા અનુભવ અવિશ્વાસનીય રહ્યા છે. ફિશીંગ, બોટ્સ અને પ્રાણીઓને જાતે પાળવા જેવા અનેક કામો કે જે પહેલાં અમે જીવનમાં ક્યારેય નહોતા કર્યા એ કરવા અને શીખવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!