ત્વચાને ઓઈલી બનાવ્યા વગર ત્વચાની સફાઈ કરતા તરબૂચના ફેસપેક નોંધી લો ….

તરબૂચના રસમાંથી બનતા ઉનાળા માટેના ખાસ ફેસપેક

તમારી ત્વચાને ઉનાળાના બળબળતા તાપમાં પણ ચમકતી રાખે તેવા તરબુચના ફેસમાસ્ક
તરબુચ ઉનાળા માટે આશિર્વાદરૂપ ફળ છે. તે સ્વાદિષ્ટ તો હોય જ છે પણ તે ઉનાળામાં તો ખુબ જ રીફ્રેશીંગ પણ હોય છે. પછી તમે તેને આખુ ખાઓ કે પછી તેનો જ્યુસ પીવો તે તમારા ગળા તેમજ તમારા મૂડને ઠંડક આપે છે. આપણે ભારતીયો ઉનાળાની રાહ જોઈને એટલા માટે જ બેઠા હોઈએ છે કે તેના કેટલાક ખાસ ફળો જેવા કે ટેટી, તરબુચ અને કેરી મન ભરીને ખાઈ શકીએ.તરબુચનો જ્યુસ પીવાથી તમારા શરીરમાંના એટિઓક્સિડન્ટ્સનુ પ્રમાણ વધશે જે તમે ઉનાળામાં સ્વસ્થ તેમજ હાઇડ્રેટ રહેવામાં મદદ કરશે અને સાથે સાથે અગણિત રોગોથી પણ દૂર રાખશે. તરબુચમાં વિટામીન સી પણ ભરપુર પ્રમાણમાં હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે અને આપણને સિઝનલ એલર્જીઓ તેમજ ચેપોથી દૂર રાખે છે. આ રસાળ ફળ માત્ર આંતરીક રીતે જ આપણને જીવંત નથી બનાવતું પણ તેનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો તેનાથી આપણી ત્વચા પણ જીવંત બની જાય છે. તેમાં સમાયેલા પુષ્કળ પાણીમાં આપણી ત્વચાને સ્વસ્થ તેમજ તેજીલી અને કોમળ રાખવા માટેના તત્ત્વો સમાયેલા છે. આજના આ લેખમાં અમે તમારા માટે કેટલાક ઘરગથ્થુ વોટરમેલન ફેસપેક લઈને આવ્યા છે જે ઉનાળાની ગરમીના કારણે તમારી ત્વચાને જે માઠી અસર પહોંચે છે તેને દૂર કરવા માટે અત્યંત અસરકારક છે.

1. તરબુચનો રસ અને મધનો ફેસમાસ્ક – એક ટેન રીમુવલ તરીકેતડકામાં વધારે સમય પસાર કરવાથી આપણી ત્વચા મેલેનિન છુટ્ટુ કરે છે, જે આપણી ત્વચાને વધારે કાળી દર્શાવે છે. તરબુચનો રસ અને મધનો આ ફેસ માસ્ક તે સુર્યના કીરણોને કારણે થયેલી આ કાળાશને દૂર કરે છે તે પણ તરત જ.
કેવી રીતે એપ્લાય કરવુઃ વોટરમેલન જ્યુસ અને મધને એક સરખા પ્રમાણમાં લો. સૌ પ્રથમ તો તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો અને તેને નેપકીન દબાવીને લુછી લેવો. હવે આ તૈયાર કરેલો ફેસપેક તમારે તમારા ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત રીતે લગાવવો, અને તેને 30 મિનિટ સુધી સુકાવા દેવો. ત્યાર બાદ તમારે તમારો ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો.

2. વોટરમેલન જ્યુસ અને યોગર્ટ – ગ્લોઈંગ સ્કિન માટેદહીં તમારી ત્વચા તેમજ વાળ માટે ખુબ જ અદ્ભુત સામગ્રી છે. અને જો તેને વોટરમેલન જ્યુસ સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી તમને એક રેડિયન્ટ સ્કીન મળી શકે તેમ છે. આ ફેસ માસ્કનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી ત્વચા વધારે જુવાન તેમજ સ્વસ્થ દેખાવા લાગશે.

કેવી રીતે એપ્લાઇ કરવુઃ

નાનકડી વાટકી લો તેમાં અરધો કપ વોટરમેલન જ્યુસ લો. હવે તેમાં એક ટેબલ સ્પુન દહીં લો અને બન્નેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા ફેસ માસ્કને તમારા ચહેરા તેમ ડોક પર વ્યવસ્થિત રીતે લગાવો. તેને 20 મિનિટ સુધી સુકાવા દો. હવે તેને ઠંડા પાણી વડે ધોઈ લો.

3. તરબુચ અને લીંબુનો રસ – શુષ્ક ત્વચા માટેજો તમારી ત્વચા શુષ્ક હોય તો આ ફેસમાસ્ક તમારા માટે ઉત્તમ છે. લીંબુ તમારી નિર્જીવ શુષ્ક ત્વચા તેમજ, ત્વચાના કોષોને દૂર કરશે, જ્યારે મધ અને તરબુચનો જ્યુસ તેને મોઇશ્ચરાઇઝ અને હાઇડ્રેટ કરશે.

કેવી રીતે એપ્લાય કરવુઃ એક નાનકડી વાટકીમાં 2 ટેબલસ્પુન તરબુચનો જ્યુસ લો; હવે તેમાં એક ટેબલસ્પુન લેમન જ્યુસ અને એક ટેબલસ્પુન મધ ઉમેરો. હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. હવે આ તૈયાર થયેલો ફેસ માસ્ક તમારા ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત રીતે લગાવો. તેને 10થી 15 મિનિટ માટે સુકાવા દો. ત્યાર બાદ પાણી વડે ધોઈ નાખો.

4. તરબુચ અને કાચુ દુધ – ત્વચા ઉજળી બનાવવા માટેદૂધ એ એક ઉત્તમ ક્લિન્ઝર છે, ખાસ કરીને કાચુ દૂધ, જે તમારા કોમ્પ્લેક્ષનને ઉજળુ બનાવે છે. આ ઉપરાંત તે એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર પણ છે જે તમારા શુષ્ક ત્વચા કોષોને જીવંત બનાવે છે. દૂધનો ઉપયોગ સનબર્ન તેમજ સનસ્પોટ્સમાં પણ કરવામાં આવે છે. અને તરબુચનો જ્યુસ તમારા ચહેરાને પુનર્જીવંત બનાવશે અને તેને તાજો દેખાવ આપશે.

કેવી રીતે એપ્લાય કરવુઃ

એક વાટકીમાં એક ટેબલસ્પુન વોટરમેલન જ્યુસ લો. હવે તેમાં એક ટેબલસ્પુન કાચુ દુધ ઉમેરો અને આ બન્ને સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા માસ્કને તમારા સ્વચ્છ ચહેરા પર લગાવો અને તેને 20થી 25 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈ નાખો.

તો પછી રાહ શું જુઓ છો ? ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. સૂર્ય તેનો પ્રકોપ પણ વર્ષાવા લાગ્યો છે. અને આવા સંજોગોમાં તો તમારે ઉપર જણાવેલા ફેસમાસ્કનો ઉપયોગ શરૂ કરી જ દેવો જોઈએ. જેથી કરીને જ્યારે તમને ખરેખર ગ્લોઈંગ,ફ્રેશ, ફેયર સ્કિનની જરૂર પડે ત્યારે તમારે આમ તેમ ફાંફાં ન મારવા પડે.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

બ્યુટી એન્ડ સ્કીન પ્રોબ્લ્મને લગતા ઘરેલું ઉપચાર વાંચો ફક્ત અમારા પેજ પર…

ટીપ્પણી