સુમિતથી બની ગયો સૈફ…પહેલા પ્રેમિકાએ કર્યું બ્રેનવોશ, અને પછી ધર્મ પરિવર્તન કરીને કર્યું કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

સુમિતથી બની ગયો સૈફ… પ્રેમિકાએ કર્યું બ્રેનવૉશ, પછી ધર્મપરિવર્તન કરી પઢ્યા નિકાહ

કાનપૂરમાં લવ જિહાદના આરોપ વચ્ચે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ વખતે છોકરા પર કોઈ આરોપ નથી લાગ્યો, પણ આરોપ તેની પ્રેમિકા પર લાગ્યો છે. આરોપ એ છે કે તે યુવતિએ યુવકનું બ્રેઇન વોશ કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું. બન્નેના લગ્ન પણ થઈ ગયા. પરિવારજનોનું કહેવું છે કે દીકરાનું નામ સુમિત હતું અને તેનું ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ તેનું નામ સૈફ ખાન કરી નાખ્યું છે. બીજી બાજુ પ્રેમિકાના પરિવારજનોએ યુવક પર દીકરીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ બન્ને પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે યુવક અને યુવતિ હજુ પણ ફરાર છે.

કાનપૂરના એક વિસ્તારમાં રહેતો સુમિત કનૌજિયા માર્કેટિંગની જોબ કરે છે. સુમિત હંમેશા પોતાના મિત્રોને મળવા કાનપૂરમાં આવેલા એક જાણીતા મકબરે અવારનવાર જતો હતો. તેના મિત્રોની પાડોશમાં રહેનારી એક યુવતિ સાથે તેની મિત્રતા થઈ ગઈ. બન્ને એક બીજાના મિત્ર બન્યા બાદ એકબીજાના પ્રેમમાં પડી ગયા. તે બન્ને વચ્ચે બે વર્ષથી પ્રેમ સંબંધ હતા અને તેઓ લગ્ન કરવા માગતા હતા. પણ લગ્ન વચ્ચે ધર્મની દીવાલ તેમના માટે અડચણરૂપ બની ગઈ હતી. બન્ને પરિવારે આ લગ્ન માટે ના પાડી દીધી. ગયા રવિવારે પ્રેમી તેમજ પ્રેમિકા ઘર છોડીને જતા રહ્યા.

image source

છોકરીના કુટુંબીજનોએ યુવક પર અપહરણનો આરોપ લગાવ્યો

યુવતિના કુટુંબીજનોએ પ્રેમી પર અપહરણનો આરોપ લગાવતા અહીંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુટુંબજનોનું કેહવું છે કે યુવક તેમની દીકરીને બળજબરીપૂર્વક ભગાડીને લઈ ગયો છે. દીકરી સાથે તે કંઈ પણ કરી શકે છે, જેના કારણે તેના જીવને પણ જોખમ છે. આ દરમિયાન તેમના ઘરમાંથી ઘરેણા તેમજ રોકડ પણ ગાયબ થઈ ગયા છે.

image source

પ્રેમિના કુટુંબીજનોએ પ્રેમિકા અને તેના કુટુંબીજનો પર ગંભીર આરોપ લગાવ્યો

સુમિત કનૌજિયાના કુટુંબીજનોએ આરોપ લગાવ્યો છે કે યુવતિ અને તેના કુટુંબીજનોએ દીકરાનું બ્રેનવોશ કર્યું છે. ત્યાર બાદ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. તેમનો દીકરો હવે સૈફ ખાન બની ગયો છે. સુમિતના માતાનું કહેવું છે કે સુમિત હંમેશા ચોરી છૂપીથી નમાજ પઢતો હતો અને રોજા પણ રાખતો હતો. તેમણે જણાવ્યું કે યુવતિના કુટુંબીજનો મુસ્લિમ રીત-રિવાજથી લગ્ન કરાવવા માગતા હતા.

image source

કાનપુરના પોલીસ સ્ટેશનના સ્ટાફના જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતિના કુટુંબીજનોએ ફરિયાદ નોંધાવી છે. તેમાં અલગ અલગ આરોપો લગાવવામા આવ્યા છે. યુવક અને યુવતિને પાછા મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. બન્ને ને શોધી લીધા બાદ જ મામલાની સ્પષ્ટતા થઈ શકશે.

એસઆઈટી કરી રહી છે લવ જિહાદના મામલાની તપાસ

image source

કાનપુરમાં ગયા બે મહિનામાં કથિત લવ જિહાદના દોઢ ડઝનથી વધારે કિસ્સા સામે આવ્યા છે. હિંદુવાદી સંગઠનો અને છોકરીઓના કુટુંબીજનોએ આરોપ લગાવ્યો હતો કે એક સંગઠિત જૂથ સક્રિય છે, જે બીજા સમુદાયની છોકરીઓને પોતાની ધાર્મિક ઓળખ છૂપાવીને પ્રેમની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ બ્રેનવોશ કરી તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. આ મામલા પર ગંભીરતાથી વિચારી અહીંના આજીએ એસઆઈટીનું ગઠન કર્યું છે. કાનપૂરમાં લવ જિહાદના આરોપની તપાસ એસઆઈટી કરી રહી છે.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ