જલ્સા કરોને જેંતીલાલ

સુકી દ્રાક્ષ (કીસમીસ) – આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર જેવા અનેક ગુણોથી વાંચો કેટલી બીમારીમાંથી બચાવશે…

શરીરમાં થતી તમામ પ્રકારની બળતરાઓ, તાવ તથા શરીરમાંથી વિવિધ રીતે રક્તનું વહેતી બીમારી (રક્તપિત્ત), ક્ષય, મહાત્વય એટલે કે વધુ પડતા મદ્યપાનને લીધે થતી તકલીફ, ઉધરસ, અવાજમાં આવતી વિકૃતિ કબજિયાત વગેરે અનેક દર્દોને મટાડી શકે એવું એક તત્વ કયું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ હજારો વર્ષ પૂર્વ ઋષિમુનિઓએ આયુર્વેદમાંથી આપ્યો છે; દ્રાક્ષ.તમામ ફળોમાં સૌથી ઉત્તમ ફળ દ્રાક્ષને આચાર્ય વાગ્ભટ્ટે નામ આપ્યું છે ‘ફલોત્તમા’. મધ જેવી મીઠી દ્રાક્ષનું બીજું નામ છે – સ્વાદુફલા.
દ્રાક્ષમાં અનેક ગુણ છે જે જાણીને તમે રોજ દ્રાક્ષ ખાવાનું મન થઈ જશે. નિષ્ણાંતોના કહેવા મુજબ સૂકી દ્રાક્ષને પલાળીને ખાવાથી તેના સાત્વિક ગુણમાં વધારો કરે છે. ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર તો હોય જ છે. સાથે તેમાં નેચરલ શુગર પણ વધુ પ્રમાણમાં રહેલી હોય છે.મુનક્કા – કિસમિસ જે સૂકી દ્રાક્ષમાં સૌથી સારી હોય છે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ સાર પ્રમામાં રહેલાં છે. રેસિન, વિટામીન-A, વિટામીન- B6, વિટામીન – B12 અને શર્કરા પણ હોય છે. એક તારણ એવું પણ છે જેમ ચોકલેટને લીધે ડિપ્રેશનમાં રાહત મળે છે તેમ દ્રાક્ષનો રસ અને તેનું ગળપણ શરીરમાં જવાથી મનને ત્વરિત પ્રસન્નતા આપે છે. દ્રાક્ષનું નિયમિત સેવન હાયપર ટેન્શન સામે લડી શકવામાં મદદરૂપ છે. વળી, દ્રાક્ષમાં રહેલ પોટેશિયમ હાયપરટેન્શનની સ્થિતિમાં સુધારો કરે છે.મોઢામાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે દ્રાક્ષના સેવનથી રાહત રહે છે. ખાસ કરીને મહિલાઓને જો આ રીતની તકલીફ નિયમિત ફરિયાદ હોય તો, દ્રાક્ષનું પાણી જરૂર પીવું જોઈએ. દ્રાક્ષમાં સૌથી વધુ પ્રમાણમાં આયર્ન હોય છે, વળી વિટામિન બી કૉમ્પ્લેક્સ પણ પુષ્કળ મળે છે. જે લોહી શુદ્ધીકરણમાં ઉપયોગી છે.
અનેક પ્રયત્નો પછી પણ જો વજન ન વધે તો દરરોજ તમારે સૂકી દ્રાક્ષ ખાવી જોઈએ. સરળતાથી વજન વધારવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી માત્ર વજન જ નહીં, શરીરમાં એનર્જી પણ વધે છે. કારણ કે કેલરીનું પ્રમાણ પલાળેલી દ્રાક્ષમાં બહુ વધારે રહેલું હોય છે. પરંતુ સાવધાન ! તેનું સેવન પણ વધુ માત્રામાં ન લેવું. પલાળેલી દ્રાક્ષને લીધે પાચનની સમસ્યાથી છૂટકારો મળે છે. દરેક પ્રકારના પૌષ્ટિક તત્વો ઉપલબ્ધ હોવાથી શરીરમાં ઈમ્યુનિટી પાવર વધે છે.
આચાર્ય ચરકે દ્રાક્ષનાં ગુણોની વિશેષ નોંધ લઈને જણાવ્યું છે કે જેમને તૃષા દર્દને મટાડવાની વાત માત્ર પાણી પીવાથી સંતોષાઈ જશે તેવું નથી. ઘણીવાર અતિશય ઝાડા થવા કે ઉલટીઓ થવી કે બંને સાથે થવા, અથવા તો શરીરમાંથી પરસેવા વાટે કે પછી વધુ પ્રમાણમાં પેશાબ નીકળી જવાથી ડિહાઇડ્રેશન થાય છે, જેને આયુર્વેદમાં તૃષા નામનું દર્દ કહે છે.લીલી દ્રાક્ષનો રસ અથવા તો પલાળેલી દ્રાક્ષનું પાણી બનાવીને પીવડાવવામાં આવે તો જેમને તૃષા રોગનાં ચિહ્યો દેખાતાં હોય તો તેમાંથી રાહત મળે છે. અતિશય ઉલટીઓ થઈને પેટમાં કંઈ ન ટકે ત્યારે દ્રાક્ષનો રસ કે પલાળેક દ્રાક્ષનું પાણી ચમચી – ચમચી પીવું. ખૂબ ઝાડા થતા હોય ત્યારે દ્રાક્ષના રસની સાથે ધાણાજીરૂનો પાવડર પાણીમાં મેળવી, પલાળી, મસળીને ગાળી લીધા પછી થોડું – થોડું પીવાથી ઝાડા બંધ થાય છે.
જે સ્ત્રીઓને માસિકસ્ત્રાવ વધુ પ્રમાણમાં આવતું હોય કે વારંવાર ગર્ભસ્ત્રાવ થતો હોય કે પછી શરીરમાં રહેલી તજા ગરમીને લીધે ગર્ભ ન રહેતો હોય એમણે બે કાળી દ્રાક્ષ, વરિયાળી, સાકરને સવારે પલાળીને બનાવેલું શરબત સાંજે પીવું અને સાંજનું પલાળેલું સવારના ભાગમાં પીવું જોઈએ. તેના પ્રમાણમાં ૧૫-૨૦ દાણા કાળી દ્રાક્ષ + ૧ ચમચી + સાકર લેવી. વળી, તમને જણાવીએ કે વરિયાળીમાં પ્રજાસ્થાપક નામનો એક વિશિષ્ટ ગુણ રહેલો છે, જેનો અર્થ એ થાય છે, ગર્ભનું સ્થાપન કરવું કે ગર્ભને ટકાવી રાખવું. બહુ ગુણી દ્રાક્ષ અને એથીય વધુ ગુણકારી પલાળેલી દ્રાક્ષનું સેવન નિયમિત કરવાથી તરોતાજા નિરોગી રહી શકશો.

Exit mobile version