સુખેથી રહેવું હોય તો જીવનમાં ક્યારેય આવા લોકોની સંગતમાં ન રહેતા, જાણી લો વિદુરનીતિની મોટી વાતો

વિદુરજીની ગણતરી મહાભારત સમયનાં બૌદ્ધિક લોકોમાં કરવામાં આવે છે. તેઓ ખૂબ જ તીવ્ર બુદ્ધિવાળા ખૂબ જ સરળ સ્વભાવના હતાં. તેમના પિતા રાણી સત્યવતીના પુત્ર હતાં એટલે કે ઋષિ વેદવ્યાસ. આને લીધે તે કૌરવો અને પાંડવોના કાકા હતા. તેમની સાથે જોડાયેલી એક કડવી હકીકત એ પણ હતી કે તેઓ એક નોકરાણીનાં પેટેથી જન્મેલાં હતાં જેના કારણે તેઓ રાજા બની શક્યા ન હતાં. તેમનાં સાથે જોડાયેલ સારી વાત એ હતી કે ધૃતરાષ્ટ્ર મહત્વના મુદ્દાઓ પર વિદુરજીનો અભિપ્રાય લેતા હતા. મહાત્મા વિદુરની નીતિઓ હજી પણ પ્રખ્યાત છે.

image source

વિદુર નીતિમાં આવા લોકોનો ઉલ્લેખ છે જેઓનાં સંગમાં ક્યારેય ન રહેવું જોઈએ કેમ કે આ લોકો પોતાની જાત સાથે અન્ય લોકોનું પણ જીવન બગાડે છે. વિદુર નીતિ કહે છે કે વ્યક્તિએ હંમેશા આળસુ લોકોથી અંતર રાખવું જોઈએ. આવા લોકોની સંગત અન્ય વ્યક્તિને પણ અસર કરવાનું શરૂ કરે છે. આ લોકો ખુદ મહેનતથી ભાગે છે અને ચોરી કરે છે સાથે સાથે તેઓ અન્ય લોકોને મહેનત કરવાથી પણ વિચલિત કરે છે. આવા લોકો પોતે તો સફળ થતા નથી પણ તે તમારી સફળતાને પણ અવરોધે છે.

image source

વિદુરનીતિમાં કહેવામા આવ્યું છે કે જો કોઈને ઘણી મુશ્કેલી આપ્યા પછી કે અથવા વિવાદો કરીને જે પૈસા કમાઈને તમે ઘરે લાવો છો તો તેના કારણે પણ ઘરમાં વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વિદુરજી કહે છે કે સ્વાર્થી માણસનો સાથ તરત જ છોડી દેવો જોઈએ. સ્વાર્થમાં અંધ વ્યક્તિ તેના ફાયદા માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે. આવા લોકો ફક્ત સમય આવે ત્યારે ફક્ત તેમાનો જ ફાયદો જુએ છે, પછી ભલે તેમનાં કારણે કોઈ મુશ્કેલીમાં પણ મુકાઇ જાય તો પણ તેને કઈ ફરક પડતો નથી. આવા લોકોનો સંગ તમને ખૂબ મુશ્કેલીમાં મુકી શકે છે.

image source

વિદુરનીતિ કહે છે કે કોઈએ લોભી વ્યક્તિ સાથે સંગ ન રાખવો જોઈએ. આ લોકોની આંખો પર લોભનો પડદો પડેલો હોય છે અને લોભ હંમેશા કોઈ પણ વ્યક્તિને ખોટું કામ કરવા માટે પ્રેરે છે. આવા લોકો લોભમાં આવીને તમને નુકસાન પહોંચાડે છે. તેમના દ્વારા કરવામાં આવેલી ખોટી ક્રિયાઓને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!