શાહરુખની દીકરી સુહાના ખાનની આ તસ્વીરો ઘેરાઈ છે અનેક વિવાદોમાં, જોઇ લો તસવીરોમાં તમે પણ

શાહ રુખની દીકરી સુહાના ખાનની આ તસ્વીરો ઘેરાઈ વિવાદોમાં

image source

બોલીવૂડના રોમાન્સના બાદશાહ શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાને હજું તો બોલીવૂડમાં પગ પણ નથી મુક્યો અને તેની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ જાય છે અને અનેક. પ્રકારની ચર્ચાઓ જગાવવા લાગે છે. શાહરુખની દીકરી સુહાના એક એવું સેલેબ્રીટી સંતાન છે જે કે જેના પર ફિલ્મી રસિયાઓ નજર રાખતા હોય છે.

image source

તેણીની એક એક તસ્વીરમાં તેની આગવી સ્ટાઈલની ઝલક દેખાતી હોય છે. એક ટીનએજર તરીકે તેણી અવારનવાર સોશિયલ મિડિયા પર અવનવી તસ્વીરો શેર કરીને વિવાદો સર્જતી રહે છે. થોડા સમય પહેલાં સુહાનાની શોર્ટ ફિલ્મ યુ ટ્યુબ પર રીલીઝ થઈ છે જેમાં તેણીએ સાબિત કર્યું છે કે તેણી પણ પોતાના પિતાની જેમ જ એક ઉત્તમ એક્ટર બની શકે છે.

image source

આમ તો બધા જ સ્ટાર કીડ્સની જેમ સુહાના પણ લાખો ફોલોઅર્સ ધરાવે છે પણ કેટલાક તો એવા હોવાના જ કે જે કોઈને કોઈ બહાને તેણીની ટીકા કરવાનું છોડતા નથી. તેણીને અવારનવાર તેણીની તસ્વીરો માટે કોઈપણ કારણ વગર ટ્રોલ કરવામાં આવે છે. તો ચાલો તે તસ્વીરો જોઈએ જેણે વિવાદો સર્જ્યા.

બોલ્ડ વસ્ત્રો માટે ટ્રોલ કરવામાં આવેલી તસ્વીરો

image source

સુહાના ખાનને આમ તોપોતાના ફેન્સ તરફથી ખૂબ બધો પ્રેમ મળે છે પણ ઘણીવાર તેણીના એક્સપોઝીંગ વસ્ત્રો એટલે કે ટુંકા વસ્ત્રો તેના ફેન્સને નથી ગમતા હોતા અને તેણીને વધારે પડતા બોલ્ડ વસ્ત્રો માટે અવારનવાર ટ્રોલ પણ કવરામા આવે છે.

સુહાના ખાનની મિરર સેલ્ફી

image source

થોડા સમય પહેલાં સુહા ખાને પોતાની મિરર સેલ્ફી સોશિયલ મિડિયા પર શેર કરી હતી. પણ લોકોને તેના ચહેરા કરતાં વધારે તેણીના મોબાઈલ કવરમાં વધારે રસ હોય તેવું લાગ્યું. કારણ કે તેણીના મોબાઈલ કવરની અંદર તેનું એટીએમ કાર્ડ દેખાઈ રહ્યું હતું. અને તે જોઈને નેટીઝન્સને તેણીના બેંકમાં કેટલું બેલેન્સ છે તે જાણવાની ઉત્સુકતા થઈ હતી.

લો નેક – શોર્ટ ડ્રેસ માટે ટ્રોલ કરાયેલી તસ્વીર

image source

સુહાના ખાન સોશિયલ મિડિયા પર લાખોનું ફેન ફોલોઈંગ ધરાવે છે અને તેની તસ્વીરો તેમજ વિડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. પણ તેણીએ ભૂતકાળમાં એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણીએ વ્હાઇટ લો નેક ટીશર્ટ પહેર્યુ હતું અને તેની સાથે શોર્ટ્સ પહેરી હતી તેના કારણે તેણીને ભારે ટ્રોલ કરવામા આવી હતી.

બીકીનીમાં સુહાના

image source

આ સતસ્વીર સુહાનાએ નહીં પણ તેના ફેન ક્લબ પેજ પર શેર કરવામાં આવી હતી. જેમાં તેણી ઇટાલીમાં સ્વિમિંગ પૂલ આગળ મિત્રો સાથે એન્જોય કરી રહી છે. અહીં તેણે બ્રાઉન રંગની બીકીની પહેરી છે જે ઘણા લોકોને ખૂબ પસંદ આવ હતી તો વળી કેટલાકે તેણીને તેના ધર્મ (ઇસ્લામ)ના પાઠ ભણાવવા માંડ્યા હતા.

જ્યારે ગૌરી ખાને શેર કરી સુહાનાની તસ્વીર

image source

શાહરુખ ખાનની દીકરી ગૌરી ખાન પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર અવારનવાર તેની તેમજ તેના કુટુંબના સભ્યોની તસ્વીર શેર કરતી રહે છે. તેણે એક સુંદર તસ્વીર સુહાના ખાનની શેર કરી હતી જે ફેન્સને ખૂબ પસંદ આવી હતી. સામાન્ય વ્યક્તિ તે તસ્વીર જુવે તો તેને તેમાં કોઈ જ સમસ્યા નથી લાગતી પણ આ તસ્વીર જોતાં ટ્રોલર્સ તેને ફીમેલ શાહ રુખ કહેવા લાગ્યા જે આમ જોવા જઈએ તો એક કોમ્પ્લીમેન્ટ જ કહેવાય.

image source

તો વળી કેટલાક ટ્રોલર્સે તેને ‘લીપસ્ટીક અને વાળ સાથેનો શાહરુખ ખાન’ એવું પણ કહ્યું હતું. તો વળી કેટલાકે લખ્યું ‘એવું લાગે છે જાણે શાહરુખે વિગ પહેરી છે,’ આ પ્રકારની કમેન્ટ્સ ખરેખર વધારે પડતી જ ઉગ્ર હોય છે.

વોગના કવર પર સુહાના ખાન

image source

ગયા વર્ષે સુહાના ખાનની અત્યંત ગ્લેમરસ તસ્વીર વોગ ઇન્ડિયાના કવર પર મુકવામાં આવી હતી. જેને લઈને તેણીને તેમજ તેના પિતા શાહ રુખ ખાનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

જોકે ઘણા બધા લોકોને તેની મેગેઝીનના કવર પરની તેમજ અંદરની તસ્વીરો ખૂબ પસંદ આવી હતી અને તેને બોલીવૂડમાં પ્રવેશવાની સલાહ પણ આપી હતી, પણ કેટલાક લોકોને તેણીને નેપોટીઝમની પ્રોડક્ટ ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેણીએ એવું કશું જ નથી કર્યું કે તે મેગેઝીનના કવર પર પોતાની તસ્વીર ધરાવવાના લાયક બની શકે.

શર્ટલેસ મિત્રો સાથે સુહાના

image source

થોડા સમય પહેલાં સુહાનાની એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી જે તેના વિદ્યાર્થી મિત્રો સાથેની હતી. પણ આ તસ્વીરમાં તેના કેટલાક પુરુષ મિત્રો શર્ટ વગર જોવા મળ્યા હતા અને તેની સાથે ફોટો ખેંચાવવા બદલ તેણીને ટ્રોલ કરવામા આવ હતી.

સુહાનાનું સરળ સ્મિત

image source

આ તસ્વીરમાં તમારું ધ્યાન સુહાનાના સરળ સ્મિત પર જશે. પણ કેટલાક લોકોને તેણીનું આ સુંદર સ્મિત ન ગમ્યું અને તેણીના સ્મિતને વખાણવાની જગ્યાએ તેણીના વસ્ત્રોની સ્ટાઇલને લોકો ટ્રોલ કરવા લાગ્યા. આ તસ્વીરમાં સુહાનાએ એક ડીપ નેક ટોપ પહેર્યું છે જેને લોકો અઘણી શક્યા નહીં અને તેને વધારે પડતી ચામડી દેખાડવા માટે તેની ટીકા કરવા લાગ્યા.

image source

એક યુઝરે કંઈક આમ કમેન્ટ કરી, ‘ડીયર સુહાના તુ એક મુસ્લિમ છે તારે તારું શરીર ઢાંકેલું રાખવું જેઈએ,’ તો વળી બીજા એ લખ્યું, ‘હંમેશા તારા શરીરના ભાગો બતાવવાની જરૂર નથી. નોર્મલ પણ રહેવાય. તું વ્યવસ્થિત વસ્ત્રો પહેરીશ તો સુંદર લાગીશ.’

શોર્ટ્સમાં સુહાના

image source

આ તસ્વીર માટે પણ સુહાનાને ખરાબ રીતે ટ્રોલ કરવમાં આવી હતી. એક યુઝરે લખ્યું હતું કે વધારે પડતું શો ઓફ કરવાનું જરૂર નથી, જો તું સાદા વસ્ત્રો પહેરીશ તો પણ તું તેટલી જ સુંદર લાગશે તો વળી બીજાએ લખ્યુ હતું – તું શાહરુખ ખાનની દીકરી છે અને તારે આવા બધા દેખાડા કરવાની કોઈ જરૂર નથી, નોર્મલ રહે.

સુહાનાના રીવીલીંગ તસ્વીર

image source

આ તસ્વીરમાં આમ જોવા જઈએ તો કશું જ અજૂકતું નથી પણ ફેન્સને તો કંઈને કંઈ દેખાઈ જ છાય છે આ એક સ્વાભાવિક પોઝ હતો. પણ તેને જોઈને પણ ટ્રોલર્સે તેણીને વધારે પડતું રીવીલ કરી રહી છે તેવું કહીને ટ્રોલ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ