જલ્સા કરોને જેંતીલાલ

શાહરુખના અલિબાગ ફાર્મહાઉસ પર સ્ટાર કીડ્સે કરી ન્યૂ યર પાર્ટી

શાહરુખના અલિબાગ ફાર્મહાઉસ પર સ્ટાર કીડ્સે કરી ન્યૂ યર પાર્ટી, આર્યન-સુહાનાએ હોસ્ટ કરી પાર્ટી, અનન્યા-આર્યનની તસ્વીરો થઈ રહી છે વાયરલ

સ્ટાર્સની જેમ સ્ટારકીડ્સ પણ ચર્ચામાં રહ્યા કરે છે અને જ્યારે તે સ્ટાર કીડ્સ સ્ટાર્સ બનતા જાય છે ત્યારે તો તેમની એક એક હરકતો પર ગોસીપ્સ થવા લાગે છે. તાજેતરમાં શાહરુખ ખાનના અલીગઢ ખાતેના ફાર્મ હાઉસ ખાતે તેના દીકરા આર્યન ખાન અને સુહાના ખાને પોતાના ફ્રેન્ડ્સને ન્યૂયર પાર્ટી આપી હતી. જેમાં અન્ય સ્ટારકીડ્સ પણ જોવા મળ્યા હતા.

2020નો પ્રથમ સુરજ ઉગી ગયો છે. અને કેટલાએ બોલીવૂડ સ્ટાર્સ પોતાના ફેમિલિ તેમજ મિત્રો સાથે રજાની મજા માણવા દુનિયાની સેર પર ઉપડી ગયા છે અને ત્યાં જ તેમણે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. તો વળી કેટલાકે તો ભારતમાં જ ન્યૂ યર સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે જેમાં શાહરુખના ત્રણે સંતાનો આર્યન-સુહાના અને અબરામનો પણ સમાવેશ થાય છે.

અનન્યા પાંડેએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે જેમાં તેણી પોતાના મિત્રો સાથે ન્યૂયર વેકેશન માણી રહી છે. જેમાં તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન અને આર્યન ખાન પણ જોઈ શકાય છે.

આ ઉપરાંત તસ્વીરમાં શાહરુખ ખાનનો સૌથી નાનો દીકરો અબરામ ખાન તેમજ ઇન્ડસ્ટ્રીના અન્ય સ્ટાર કીડ્સ પણ જોઈ શકાય છે. અનન્યાએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે જ્યારે સુહાના ખાન બ્લેક ડ્રેસમાં જોઈ શકાય છે જ્યારે શાહરુખનો દીકરો હંમેશની જેમ કેઝ્યુલ વસ્ત્રોમાં જોવા મળ્યો હતો.

આ ન્યુયર પાર્ટી શાહરુખ ખાનના અલીબાગવાળા ફાર્મહાઉસમાં રાખવામાં આવી હતી. શાહરુખ ખાનનો પરિવાર આ ફાર્મ હાઉસનો ઉપયોગ પાર્ટી માટે જ કરે છે ગયા વર્ષે શાહરુખનો બર્થડે પણ અંગત મિત્રો સાથે તેણે ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. અનન્યા પાંડેએ શેર કર્યા ઉપરાંત પણ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

શાહરુખનું આ ફાર્મ હાઉસ સમુદ્ર કિનારે આવેલું છે. સુહાના ખાનના ફેન પેજ પર પણ આ પાર્ટીની ઘણી બધી તસ્વીરો શેર કરવામાં આવી હતી. જેમાં સુહાના પોતાની ગર્લગેંગ સાથે બીચના બેકગ્રાઉન્ડવાળી પણ એક તસ્વીર છે.

આ ઉપરાંત સુહાના-અનન્યા તેમના કેટલાક અન્ય મિત્રો સાથે સમુદ્ર કિનારે ક્વોડબાઈક પર પણ જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ પ્રિ ન્યુ યર સેલિબ્રેશન ચાલી રહ્યું છે અને અવારનવાર તેની તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી છે.

image source

શાહરુખની દીકરી સુહાના ખાને તો નાટકો દ્વારા પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી જ દીધી છે. પણ શાહરુખનો મોટો દીકરો આર્યન ખાન ફિલ્મોમાં એક્ટિંગની જગ્યાએ પરદા પાછળ ડીરેક્શનમાં રસ ધરાવતો હોય તેવું લાગે છે.

અનન્યાની વાત કરીએ તો તેણીની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરને જોઈએ તેટલી સફળતા નહોતી મળી શકી પણ તેણીની બીજી ફિલ્મ પતિ પત્ની ઓર વોને સારી સફળતા મળી છે અને લોકોને તેણીનું કામ પણ ગમી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Exit mobile version