ડાયાબિટીઝ અથવા લોહીમાં વધતા સુગરને નિયંત્રિત રાખવા જરૂર થી કરો આ રીતે મેથીના દાણા નું સેવન….

મિત્રો, વજન ઘટાડવાથી માંડીને ત્વચાને સુંદર બનાવવા સુધીની દરેક ક્રિયાઓમા મેથીના દાણા અનેકવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. હાઈ બ્લડ શુગર અને ડાયાબિટીઝને નિયંત્રણમા રાખવા માટે આ આયુર્વેદિક ઔષધિનુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે આમાથી કોઈપણ બિમારીથી પીડિત છો, તો જાણો કે કેવી રીતે મેથીનો ઉપયોગ તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે?

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા દ્રાવ્ય ફાઇબર સમાવિષ્ટ હોય છે. શરીરમા પહોંચ્યા પછી આ દ્રાવ્ય ફાઇબર કાર્બોહાઇડ્રેટ્સના શોષણની પ્રક્રિયાને ધીમી કરે છે. ખોરાકના પાચનની પ્રક્રિયા દરમિયાન તમારા લોહીની અંદર ગ્લુકોઝનુ પ્રમાણ ધીમે-ધીમે વધે છે અને તેના કારણે તમારા લોહીમા સુગરની માત્રા પણ નિયંત્રિત રહે છે.

image source

તેના નિયમિત સેવનથી હાઈ બ્લડશુગરની સમસ્યા નિયંત્રણમાં રહે છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા સમાવિષ્ટ એમિનો એસિડ એ લોહીમા હાજર સુગરના સ્તરને નિયંત્રિત રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. તે લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારવામા પણ મદદ કરે છે અને ડાયાબિટીઝને નિયંત્રણમા રાખવા માટે પણ ફાયદારૂપ સાબિત થાય છે.

image soucre

જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો તો તમારા ચયાપચય ની ક્રિયા પણ યોગ્ય બની રહે છે. જો તમે શરીરની અંદર ખાશો તો તે ખોરાક શોષી લે છે અને સુગર પણ આપમેળે કંટ્રોલ થઈ જાય છે. આ વસ્તુમા સમાવિષ્ટ વિટામીન-સી એ તમારા શરીરની સાચી મેટાબોલિક પ્રક્રિયાને જાળવવાનુ કામ પણ કરે છે. તે તમને ડાયાબીટીસ અને બ્લડસુગર જેવી ક્રિયાઓ નિયંત્રિત રાખવામા મદદરૂપ સાબિત થાય છે.

image soucre

આ ઉપરાંત જો તમે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો પણ આ વસ્તુનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીર ને નીરોગી અને તંદુરસ્ત રાખે છે અને હૃદયરોગ થવાની સંભાવના ને પણ ઘટાડે છે. તો ચાલો હવે આ વસ્તુનુ સેવન કેવી રીતે કરવુ? તેના વિશે થોડી વિશેષ માહિતી મેળવીએ.

image source

આ વસ્તુનુ તમે બે રીતે સેવન કરી શકો છો. એક તો તમે રસોઈ બનાવતી વખતે તેમા મેથીનો ઉપયોગ કરો અને બીજી રીત એ છે કે, એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમા પલાળી રાખવા અને ત્યારબાદ સવારે ભૂખ્યા પેટે તેનુ સેવન કરી લેવુ. તેનુ સેવન કર્યા બાદ એક થી બે ઘૂંટડા પાણી પી શકાય છે. આ ઉપરાંત એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, આ વસ્તુનુ સેવન કર્યા બાદ તમારે ૩૦ મિનીટ સુધી કોઈપણ વસ્તુ ખાવાની નથી તો જ તમને ઉપાય નો ફાયદો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત