અનેક બીમારીઓથી દૂર રહેવા ખાંડની બદલે કરો ગોળનો ઉપયોગ

ખાંડની જગ્યાએ ગોળ વાપરવા નો ફાયદો.

ખાંડ અને ગોળ બંને મીઠાશ ધરાવે છે પણ ગોળની સરખામણીમાં ખાંડ નુકસાનકારક સાબિત થાય છે. ગોળમાં રહેલ આ પ્રાકૃતિક તત્વોને કારણે ગોળ વધુ ફાયદાકારક છે જ્યારે એ રિફાઈન્ડ સ્વરૃપ હોવાને કારણે નુકસાન કરી શકે છે. ખાંડ ટેબલ સુગર ગણાય છે.‌ ખાંડ નુ રાસાયણીક નામ સુક્રોઝ છે.

image source

પ્રમાણભૂત પુરાવાઓને આધારે કહી શકાય કે આશરે ઇ.સ.પૂર્વે 500 ની આસપાસ ભારતમાં જ ખાંડનું ઉત્પાદન શરૂ થયું હતું. શરૂઆતમાં શેરડીમાંથી જ સીધેસીધું ખાંડનું ઉત્પાદન કરવામાં આવતો હતો અને કાચી ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હતો. શેરડીના રસને ઉકાળીને તેને રવાદાર બનાવવામાં આવતો હતો ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરી તેનો ઉપયોગ કરવામાં આવતો.

image source

હકીકતમાં સુગર શબ્દ સંસ્કૃત શબ્દ શર્કરા પરથી ઉપયોગમાં લેવાયો છે .જેનો શાબ્દિક અર્થ બજરીદાર એટલે કે દાણેદાર થાય છે. જુના પશ્ચિમી દેશો શેરડીના ઉત્પાદન થી લગભગ અજાણ હતા. સિકંદરની સેનાના કમાન્ડર નાચોસે શેરડીના ઉત્પાદન વિશે જાણનાર પ્રથમ યુનાની હતો. નાચોસે સિંધુ નદીની આસપાસ મધમાખી વગર મધ પેદા કરતા સાંઠા વિશે નોંધ કરી હતી.

image source

હાલ બજારમાં ઉપલબ્ધ થતી ખાંડ કાચી ખાંડનું રિફાઈન્ડ રસાયણીક સ્વરુપ છે. યુ.એન ના આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ આ પ્રકારની ખાંડમાંથી માત્ર કેલરી મળી રહે છે પરંતુ તેમાં રહેલા વિટામિન તેમજ mineral તેના રાસાયણિક રૂપાંતરણ ને કારણે નાશ પામે છે. ખાંડમાં રહેલી પૌષ્ટિકતા અંગે પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે.

image source

અમેરિકન હાર્ટ એસોસિએશન કુદરતી રૂપે ઉત્પન્ન થતી ખાંડ અને કૃત્રિમ રીતે બનાવવામાં આવતી ખાંડ વચ્ચેનો ભેદ દર્શાવે છે. ફળ શાકભાજી તેમજ અન્ય પદાર્થોમાંથી કુદરતી રીતે મળી રહેતી શર્કરા મીઠાશનુ કુદરતી સ્વરૂપ છે જ્યારે ઠંડા પીણા મીઠાઈ ફળોના રસ અને તેના ઉપરથી મેળવવામાં આવતી ખાંડ ખાંડનું કૃત્રિમ સ્વરૂપ છે. વિશેષ પ્રમાણમાં ખાંડનો યોગ ધમનીની બીમારીને વધારી શકે છે ઉપરાંત ખાંડ ડાયાબિટીસ તેમજ અન્ય પોષણયુક્ત બીમારીઓની વહન કર્તા પણ સાબિત થાય છે.

સંશોધન મુજબ ખાંડ ખાવાની વૃત્તિ તેવામાં પરિણમી શકે છેઘણા લોકોમાં ખાંડ ખાવાની ટેવ જ ખાંડ ખાવાની ઇચ્છાને વધારે છે.

image source

જ્યારે ખાંડની સરખામણીમાં ગોળ શ્રેષ્ઠ વિકલ્પ છે.શેરડીમાંથી બનતા ગોળ ને જોઈને જ સિકંદરનો કમાન્ડર પણ ચક્કર ખાઈ ગયો હતોભારત તથા દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં ગોળ મીઠાશ માટે ના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.ગોળમાં શેરડીના રસના પોષક તત્વો બરકરાર રહે છે. આયુર્વેદમાં પણ સૂકી ખાંસી ના ઉપચાર તરીકે ગોળનો વપરાશ કરવાનું સૂચવવામાં આવે છે.ગોળ પાચન તંત્રને પણ વધુ સક્ષમ બનાવે છે.

ચમકદાર પીળા રંગના ગોળમાં વિપુલ માત્રામાં ફોસ્ફેટ મળી રહે છે.

image source

જો કે કમનસીબે ગોળ ના નામે વેચાતા કેટલાક ગોળ જેવા ખાદ્ય પદાર્થોમાં વધુ પડતી ફોસ્ફેટની માત્રા નુકસાનકારક સાબિત થાય છેવધુ પડતો સફેદ અને સાફ દેખાતો ગોળ વાસ્તવમાં નુકસાનકારક છે.થોડો ઘેરા રંગનો અને કદરૂપો લાગે એવો ગોળ હકીકતમાં અસલી ગોળ હોય છે.

ગોળમાં આયરનની માત્રા પણ વિશેષ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ