શુગર ફ્રી અડદિયા પાક : ઠંડીની સીઝન પૂરી થઇ જાય એ પહેલા જ બનાવીને ખાઈ લો અને આખું વર્ષ તાજામાજા રહો…

હેલો ફ્રેન્ડઝ, આજ હું લાવી છું એક શિયાળામાં ખવાતી વાનગી, શુગર ફ્રી અડદિયા પાક.અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતી એક ફકત પારંપરિક મિઠાઈ છે ,જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને સાકર અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર મા એક નંગ જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.

દરેક લોકો ની અડદિયા બનાવવા ની રીત અલગ અલગ હોય છે કોઈ કાચી ખાંડ નો બનાવે છે તો કોઈ ચાસણી નો અડદિયો બનાવે છે
પરંતુ આજ દરેક ને ડાયાબિટીસ જેવા રોગ નો ડર લાગે છે,જે લોકો ને ડાયાબિટીસ છે, અથવા જે લોકો ડાયાબિટીસ ના થાય એના કારણે સાકર વાળી મિઠાઇ ખાવા નુ ટાળતા હોય છે તે લોકો માટે આજ ખાસ આ અડદિયા પાક ને મે એક અલગ પ્રકાર થી બનાવવા ની કોશિશ કરી છે મે ખાંડ ને બદલે તેમા ઓર્ગેનિક ગોળ નાખી ને બનાવ્યો છે. તો ચાલો નોંધી લો આ સુગર ફ્રી અડદિયા પાક ની રેસીપી..

1- સામગ્રી —

* અડદ નો કરકરો લોટ 500 ગ્રામ

* ઓર્ગેનિક ગોળ 500 ગ્રામ( સમારેલો)

* દેશી ધી 500 ગ્રામ

* ગુંદ 100 ગ્રામ

* અડદિયા નો મસાલો 50ગ્રામ

* બારીક સમારેલા કાજુ, બદામ, પિસ્તા

* 1/2 કપ દૂધ

ધ્રાબો આપવા ની રીત —

1–સૌ પ્રથમ એક પેન મા 1/2 કપ દૂધ અને 1/2 કપ ઘી ગરમ કરવા મૂકો થોડુ ગરમ થાય એટલે તેમાં અડદ નો કરકરો લોટ ઉમેરવો અને તેને બરાબર મિક્સ કરી ને તેને હથેળી થી દબાવી ને ધ્રાબો દેવો તેને 1/2 કલાક માટે સાઈડ પર મૂકી દો.
(ધ્રાબો આપવા થી અડદિયા મા સરસ કણી પડે છે )

2– તે દરમિયાન બધા સુકામેવા ને સમારી લો અને ગોળ ને પણ સમારી લો.

3– ત્યાર બાદ એક કડાઈમાં માં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ગુંદ ને ધીમા તાપે તળી લો ગુંદ ગુલાબી રંગ નો થઈ જાય અને ડબલ સાઇઝ નો ફુલી જાય એટલે તેને બહાર કાઢી લો, આવી રીતે થોડો થોડો કરી ને તળી ને સાઇડ પર મૂકી દો.

4– હવે ધ્રાબો દીધેલા લોટ ને થોડો થોડો કરી ને ચારણી થી ચાળી લેવો તમે જોઈ શકશો કે લોટ ની મોટી કણી બની ગઈ હશે.
5– ત્યાર બાદ જે કડાઈમાં ગુંદ તળીયો હો તેજ ઘી ગરમ કરવા મૂકો અને તે ગરમ થાય એટલે તેમાં ધ્રાબો દીધેલો લોટ ઉમેરવો અને તેને ધીમા તાપે સતત હલાવી ને શેકતા જાવ.
6– ધીમે ધીમે લોટ નો રંગ ગુલાબી થઈ જાય એટલે તેમા તળેલો ગુંદ ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો જરૂર લાગે તો તેમા થોડુ ઘી ઉમેરવુ.

7– ત્યાર બાદ તેમાં અડદિયા નો મસાલો અને સમારેલા સુકા મેવો ઉમેરી થોડો સુકો મેવો ગારનીશ કરવા માટે સાઈડ પર મૂકી દો. ને તેને ફરીથી એક વખત હળવા હાથે મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો અને તેને નીચે ઉતારી લો.
8– 2-3 મિનિટ સુધી સતત હલાવતાં રહેવુ જેથી તે થોડુ ઠંડુ થઇ જાય 2-3 મિનિટ બાદ તેમાં સમારેલો ગોળ ઉમેરો અને તેને ફરીથી મિક્સ કરી લો ધીમે ધીમે હલાવતાં જશો તેમ તેમ ગોળ ઓગળતો જશે જેવી રીતે આપડે ગોળ પાપડી બનાવીએ છીએ એમ જ આ અડદિયા પાક બનાવવો.

9– ત્યાર બાદ એક મોલ્ડ મા ઘી લગાવી તેમાથોડો તૈયાર કરેલો અડદિયો ભરી ઉપર થોડો સમારેલો સુકો મેવો ભભરાવો અને એ મોલ્ડ ઉપાડી, આવી રીતે તમે બધા અડદિયા તૈયાર કરી લો. અને એ ઠંડા પડે એટલે તેને ડબામાં મા ભરી લો.
નોંધ — તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમે હાથે પણ અડદિયા વાળી શકો છો. તેને થાળી મા ઢાળી ને ટુકડા પણ કરી શકો છો.

* ધ્યાન મા રાખવા ની બાબત–

*અડદિયા નો લોટ ને બરાબર બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવુ નહિતર એ કાચો લાગશે.

* ગુંદ ને બરાબર એકદમ ફુલી ને ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી ધીમા તાપે તળવો. જો કાચો રહેશે તો તે દાંત મા ચોંટશે.
*– લોટ શેકાય કે તુરંત ગોળ ના ઉમેરવો નહીતર અડદીયો કડક થઈ જશે.
તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને સુગર ફ્રી અડદિયા પાક. અને હું કરુ બીજી હેલ્ધી રેસીપી ની તૈયારી અને હા તમને આ રેસીપી કેવી લાગી એ તમારો ફીડબેક આપવા નુ ભુલતા નહીં …

રસોઈની રાણી : Mumma’s kitchen by Alka Joshi

દરરોજ અવનવી અને ટેસ્ટી વાનગીઓ શીખો આપણા પેજ પરથી, આપને આ વાનગી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.