શું તમને પણ રહે છે ગેસની સમસ્યા તો કરી લો આ ઘરેલુ ઉપાયો, મળશે રાહત

ગેસની સમસ્યાથી લોકો રોજ જ પરેશાન રહે છે. ક્યારેક તો આ સમસ્યા એટલી વધી જાય છે ક લોકો સહન કરી શકતા નથી. અનેક વાર ગેસનુ દર્દ ખૂબ જ વધી જાય છે અને તેને સહન કરવાનું મુશ્કેલ બને છે. આ સાથે ગેસની સમસ્યાથી અનેક પ્રકારની બીમારીઓ પણ ઊભી થાય છે.

image source

આ માટે જરૂરી છે કે તેનાથી રાહત મળવી લો. તો જાણો કેટલીક ખાસ ટિપ્સને વિશે જેને ફોલો કરીને તમે ગેસની સમસ્યાથી રાહત મેળવી શકો છો. ગેસની સમસ્યાની સાથે અન્ય અનેક બીમારીઓ પણ જન્મ લે છે. આ માટે જરૂરી છે કે તમે ગેસની સમસ્યાથી જ રાહત મેળવી લો. તો જાણી લો કેટલીક ખાસ ટિપ્સ અને ઉપાયો જેનાથી તમને ફટાફટ આમાંથી રાહત મળી શકે છે.

image source

હરડે અને મધ

ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે હરડેનો ઉપયોગ કરી શકો છે. હરડેને પીસીને પાવડર બનાવીને મધમાં મિક્સ કરો અને તેને ખાવાથી લાભ થઈ શકે છે.

અજમો અને કાળું મીઠું

image source

ગેસની સમસ્યા હોય તો તમે ખાસ કરીને અજમાનું સેવન કરો. આમ કરવાથી તમે ગેસની સમસ્યાથી જલ્દી રાહત મેળવી શકો છો. અજમાને પીસી લો અને તેમાં સિંધવ મીઠું મિક્સ કરે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ તમને જલ્દી લાભ મળશે.

આદુ અને મીઠું

ગેસની સમસ્યાથી તમને પરેશાની હોય તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો. તે ફાયદો કરે છે. આ માટે તમે આદુના નાના ટુકડા કરો અને તેની પર મીઠું લગાવીને તેનું સેવન કરો. તમને અચૂક લાભ થશે.

હરડે, જીરું અને સિંધવ મીઠું

image source

ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે કાળું મીઠું, અજમો અને નાની હરડે અને જીરું બધું એકસરખા પ્રમાણમાં લો અને તેનો પાવડર બનાવી લો. આ પાવડરનું સેવન બપોરે અને રાતે જમ્યા બાદ કરો અને પછી પાણી પી લો.

સૂંઠ, હીંગ અને કાળું મીઠું

અડધી ચમચી સૂંઠ પાવડર, એક ચપટી હિંગ અને પા ચમચી સિંધવ મીઠું આ બધું એક સાથે મિક્સ કરો. તે એક કપ ગરમ પાણીમાં મિક્સ કરી લો અને તમને ગેસની સમસ્યાથી રાહત મળી જશે.

કાળું મીઠું, આદુ અને લીંબુ

image source

આદુની પાતળી સ્લાઈસ કરી લો. તેની પર લીંબુ અને કાળું મીઠું લગાવીને ભોજન બાદ ખાવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.

કાચા લાલ ટામેટા

કાચા લાલ ટામેટા પર કાળું મીઠું એટલે કે સિંધવ મીઠું નાંખો અને ભોજનમાં સલાડની જેમ તેનો ઉપયોગ કરો. તેનાથી પણ ગેસની સમસ્યાથી રાહત મળે છે.

નારિયેળ પાણી

image source

ગેસની સમસ્યાને દૂર કરવામાં નારિયેળ પાણી તમારી મદદ કરી શકે છે. રોજનું એક નારિયેળ પાણી પીવાથી તમને ગેસની સમસ્યાથી રાહત મળી શકે છે.

બેકિંગ સોડા, જીરું અને લીંબુ

ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા, એક લીંબુનો રસ, શેકેલા જીરાનો પાવડર અને કાળું મરી પાવડર મિક્સ કરીને પીઓ. ફટાફટ ગેસની સમસ્યા છૂમંતર થઈ જશે.