ખજુરમાં રહેલાં તત્વો આપણા શરીર માટે ખુબ જ મહત્વના છે, તો ચાલો આજે આપણે બનાવીએ ખજૂરની જ એક વાનગી

સ્ટફ ખજૂર મસ્તાની

ખજૂરને શિયાળાનો રજા પણ કહેવામાં આવે છે. ખજુરમા નુટ્રીશન,વિટામીન,મિનરલ અને ફાઈબર ભરપૂર હોય છે જે આપણા શરીર માટે ખુબ જ મહત્વ નું છે. તો ચાલો આજે આપણે સ્ટફ ખજૂર મસ્તાની બનાવીશું જે  એક્દમ જલ્દી બની જાય છે.

સામગ્રી :

દોઢ ટેબલ-સ્પૂન ઑરેન્જ-જૂસ,
૫૦૦ ગ્રામ ખજૂર,
૧ કપ બદામ
૧/૪ સાકર
૧/૪ ટી-સ્પૂન તજ-પાઉડર
૧ ટેબલ-સ્પૂન બટર
ફૂડ કલર

ગાર્નિશ :
સાકર-અખરોટ

રીત :

બદામને ઊકળતા પાણીમાં ભીંજવી એની છાલ કાઢી સૂકવીને એનો પાઉડર કરી લેવો (છાલ સાથે પણ પાઉડર કરી શકાય અને તો ભીંજાવવી નહીં). એક મિક્સચર જારમાં બદામનો પાઉડર, આખી સૂકવેલી બદામ, સાકર, તજ-પાઉડર પીસી લેવું. એમાં બદામના પાઉડરમાં ઑરેન્જ જૂસ અને બટરને મિક્સ કરી ફરી બ્લેન્ડ કરી લેવં. ખજૂરને વચ્ચેથી કાપો. ફરી એમાં આ મિશ્રણને ભરીને સાકરમાં અખરોટને રોસ્ટેડ પાઉડર મિક્સ કરી એમાં રગદોળી ફ્રિજમાં મૂકીને ઠંડી સર્વ કરવી.

નોંધ :
બદામના પાઉડરમાં સાકર અને ઑરેન્જ-જૂસ નાખી એની ચાસણી કરીને બદામ કતરી કરીને પછી ખજૂરમાં સ્ટફ કરી એને બહાર રાખી શકાય. મોટી ખજૂર (મોટી સાઇઝ) માર્કેટમાં મળે છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – [email protected]

ટીપ્પણી