“સ્ટફ ચીક્કી” – આ ઉતરાયણ પર બનાવો ચીક્કીની એક નવીન વેરાયટી..

“સ્ટફ ચીક્કી”

સામગ્રી-

ચીક્કી માટે-

– 1/4 કપ ગોળ નો ભુકો,
– 3 ટેબલ સ્પુન તલ,

પુરણ માટે-

– 1/2 ટી સ્પુન ઘી,
– 2 ટેબલ સ્પુન ખજૂર,
– 1 1/2 ટેબલ સ્પુન બદામ-અખરોટનો ભુકો,
– 1 ટેબલ સ્પુન ચોકલેટ ચીપ્સ અથવા ચોકલેટ સીરપ,
– 1/2 ટી સ્પુન મધ,

રીત-

– જાડા તળિયાના વાસણમાં ધીમા તાપે ગોળ પીગાળો.
– ગોળ પલળે અને હલાવતા હાથ હલકો થાય કે ગેસ બંધ કરી તલ નાખી ઝડપી હાથે મિકસ કરો.
– મિશ્રણના બે ભાગ કરી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર ઠલાવી બે પાતળા રોટલા વણો.
– અને તરત જ રોલ કરતાને કોર્નનો શેપ આપો.
– કોર્નને ઠંડા થવા બાજુએ મુકો.
– પેનમાં ઘી ગરમ કરી ખજુર નાખી નરમ કરો.
– ખજુર નરમ થાય કે બદામ- અખરોટ નાખી હલાવો.
– મધ નાખી બરાબર મિક્સ કરો.
– ચોકલેટ ચીપ્સ કે સીરપ નાખી ગેસ બંધ કરો.
– ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવો.
– ચીક્કી કોર્નમાં પુરણ ભરો.
– થોડી મેલ્ટેડ ચોકલેટ અથવા સીરપ થી ચીક્કી સજાવો.
– સ્ટફ ચીક્કી તૈયાર છે.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી