જલ્સા કરોને જેંતીલાલ

સ્ટૂડેંટ ઓફ ધ યર – 2 ફેમ અનન્યા પાંડે નહિ કરે આગળ અભ્યાસ, પિતા ચંકી પાંડેએ કર્યો ખુલાસો…

ફિલ્મ ‘સ્ટૂડેંટ ઓફ ધ યર ૨’થી બોલીવુડમાં ડેબ્યૂ કરનાર અનન્યા પાંડે હવે આગળનો અભ્યાસ નહિ કરે. તેના પિતા ચંકી પાંડે એ હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત જણાવી. તેમણે જણાવ્યુ કે તે આ સમય અભિનય કારકિર્દી પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ખરેખર, કારણ કે આ વાત એ સવાલના જવાબમાં કહી જેમાં તેમને અનન્યાના અભ્યાસથી જોડાયેલી વાયરલ પોસ્ટ બાબતે પૂછવામાં આવ્યુ હતુ જેમાં અભિનેત્રીની એ વાતને ખોટી જણાવવામાં આવી હતી કે તેમણે વિદેશી યુનિવર્સિટીનામાં એપ્લાય કર્યુ હતુ અને ફિલ્મમાં રોલ મળવાના કારણે તે ત્યાં ના ગઈ.

એક્ટર ચંકી પાંડે એ આ દાવાને ખોટા જણાવતા કહ્યુ કે ‘હા તેનુ બે યુનિવર્સિટીઝમાં એડમિશન થઈ ગયુ હતુ, પરંતુ તેને ફિલ્મ કરવી હતી એટલે તે ના ગઈ. મને નથી લાગતુ કે એ હવે યુનિવર્સિટી જશે. હવે તે બોલીવુડમાં કામ કરશે’.

ચંકીએ પોતાની દિકરીના ડેબ્યૂની પ્રશંસા કરી. તેમણે કહ્યું ‘મને તેના પર ખૂબ ગર્વ છે. તેણે ખૂબ સારુ કામ કર્યુ. મને ડર હતો કે તે બરાબર રીતે પર્ફોમ કરી શકશે કે નહિ…પરંતુ તેણે સારુ કામ કર્યુ. તે ખૂબ હોશિયાર છે. તેને હજુ લાંબી મુસાફરી કરવી છે’.

પોતે કોચ શોધીને અનન્યાએ અભિનય શિખ્યો છે: ચંકી પાંડે

સ્ટાર કિડ્સ બાબતે અવારનવાર એ કહેવામાં આવે છે કે તેમણે ફિલ્મમાં રોલ મેળવવા માટે મહેનત નથી કરવી પડતી. તેમને ખૂબ આસાનીથી તક મળી જાય છે. ચંકી પાંડે એ તેને ખારિજ કરે છે. તે કહે છે, ‘અનન્યાને એમજ ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં રોલ નથી મળ્યો. તેણે આના માટે ખૂબ મહેનત કરી છે અને ઘણી કુરબાનીઓ પણ આપી છે.


તે દસમા ધોરણથી જ અભિનય, ડાન્સ અને ડિક્શનની તાલિમ લઈ રહી છે.. તેમણે પોતે જ પોતાના માટે કોચ શોધ્યો. બધુ જ શિખી અને ઓડિશન બાબતમાં પણ પોતે જ જાણકારી મેળવતી હતી. આ ફિલ્મ માટે પણ તેણે પોતાની જાતે જ બધી જાણકારી એકત્રિત કરી અને ઘણા ઓડિશન્સ બાદ તેને આ રોલ મળ્યો છે’.

ચંકી જણાવે છે

અનન્યાના અભ્યાસનો ટ્રેક રેકોર્ડ સારો હતો તો અમે પણ તેને ક્યારેય નથી રોકી. આ બધુ કરવા છતા પણ તેણે ક્યારેય પોતાનો અભ્યાસ નથી છોડ્યો. બોર્ડ પરિક્ષામાં તે સ્કુલ ટોપર હતી અને ૧૨મા માં પણ તેના સારા માર્ક હતા.


આ ફિલ્મ મળવાના બરાબર પહેલા તેણે લોસ એંજેલિસની એક યુનિવર્સિટી માટે સ્કોલરશિપ પણ મળી હતી. તેણે યુનિવર્સિટીને પત્ર લખીને જણાવ્યુ કે તેણે ફિલ્મ મળી ગઈ છે એટલે તે અડમિશન નહિ લઈ શકે. તેના પર યુનિવર્સિટી એ તેને સ્પેશિયલ પરમિશન આપતા એક વર્ષનો સમય આપ્યો છે’

પેરેટિંગ બાબતે ચંકી બોલ્યા…


અનન્યા અભ્યાસની સાથે-સાથે પોતાના કોર્ષની તાલિમ કરી રહી હતી. તે બે વર્ષ દરમિયાન તેની સોશિયલ લાઇફ તો ખતમ થઈ ગઈ હતી. એટલે, જ્યારે તેને ખબર પડી કે ‘સ્ટૂડેંટ ઓફ ધ યર ૨’ ના ઓડિશન થઈ રહ્યા છે, તો તેણે આ તક હાથમાંથી જવા ના દીધી. તેને ખરેખર ધર્મા પ્રોડક્શનથી જ ડેબ્યૂ કરવુ હતુ.

છ વર્ષ પહેલા, જ્યારે તેનો પ્રથમ પાર્ટ અાવ્યો હતો તો તેને એ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ માટે ફાઈનલ થયા બાદ તેણે સૌથી પહેલા આ ખુશખબર પોતાની માને આપી હતી. મારુ માનવુ છે કે તમે બાળકોને સારી તાલિમ આપો અને પછી નિર્ણય લેવાનો અધિકાર તેમના પર છોડી દો તો તે બધુ સારા પરિણામ આપી શકે છે’.


જ્યારે પહેલીવાર સ્ક્રિન પર પિતા ચંકી પાંડે એ જોઈ અનન્યાને ના ઓળખી શક્યા પોતાની દિકરીને:

હું જણાવી નથી શકતો કે મને મારી દિકરીને સ્ક્રિન પર જોઈને કેટલી ખુશી થઈ રહી છે. મે વિચાર્યુ પણ નહોતુ કે મારી નાનકડી અનન્યા આટલી જલ્દી આટલી લોકપ્રિય થઈ જશે. આ ખુશી અલગ જ હોઈ છે. હું પહેલાથી જ એક સ્ટારના પિતાની જેમ અનુભવ કરી રહ્યો છુ. હું જો પોતાના સમયની વાત કરુ, તો હું ખૂબ નર્વસ હતો મારા સમયમાં. મે મારા માતાપિતાને પણ નહોતુ જણાવ્યુ કે મને ફિલ્મ મળી ગઈ છે. મને યાદ છે, મારી શુટીંગ હતી અને તેના બે દિવસ પહેલા મે મારી માતાને જણાવ્યુ હતુ.


ખરેખર, તે ખૂબ સ્પષ્ટ હતી કે તે ૧૦માનો અભ્યાસ પૂરો કર્યા બાદ અભિનયમાં ઉતરવા માંગતી હતી, પરંતુ તે અભ્યાસમાં શરુથી ખૂબ સારી હતી, એટલે તેણે નિર્ણય કર્યો હતો કે તે પહેલા અભ્યાસ પૂરો કરશે. ૧૨માથી તેણે ઓડિશન આપવાનુ શરુ કરી દીધુ હતુ અને પરિક્ષા શરુ થવાના બે દિવસે પહેલા તેને આ જણાવવામાં આવ્યુ હતુ કે તેની પસંદગી થઈ ગઈ છે. હું આનાથી વધુ દુઆ શું માંગુ કે વગર કોઇને કહ્યે તેને ફિલ્મ મળી ગઈ.

તેની પહેલી ફિલ્મ લાગી પણ નહોતી અને તેને બીજી ફિલ્મની ઓફર આવી ગઈ હતી. દિકરીની આ સફળતા જોઈ ખૂબ ગર્વનો અનુભવ થાય છે.


હું ક્યારેય આટલો ઉત્સાહિત નથી થયો. પહેલીવાર જ્યારે મે મારી ફિલ્મ જોઈ હતી, તો મને બિલકુલ સારુ નહોતુ લાગ્યુ.મને આ અજીબ લાગ્યુ હતુ, કારણ કે તમે રોજ પોતાને અરિસામાં જુઓ છો અને અચાનક તમે પોતાને સ્ક્રિન પર જુઓ છો અને વિચારો છો, ‘હે ભગવાન, શું આ હું છું’? પરંતુ અનન્યા સાથે, મને અલગ લાગ્યુ.


તેને ફિલ્મમાં જોઈને તો મને એ જ લાગ્યુ હતુ કે શું તે મારી દિકરી છે? તે ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે મને ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાની કયારેય તક ના મળી હતી. મને યાદ છે, જ્યારે તે નાની હતી, તે મને પૂછતી હતી, ‘પાપા, તમે કોફી વિથ કરણ ક્યારે જઈ રહ્યા છો’? અને હું, તેને ચિડાવતો રહુ છુ કે તુ મારાથી પહેલા ચાલી ગઈ. બસ હવે ઈચ્છુ છુ કે તેને સૌનો પ્રેમ મળે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version