પિતા હતા ખાણમાં મજૂર, નોકરી ન મળતા બન્યો ક્રિકેટર…

પિતા હતા ખાણમાં મજૂર, નોકરી ન મળતા બન્યો ક્રિકેટર

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર તરફથી રમતા ભારતના સ્ટાર બોલર ઉમેશ યાદવનું અત્યાર સુધીની પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઉમેશ યાદવના પ્રદર્શનને કારણે તાજેતરમાં જ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં બેગ્લોરનો ચાર વિકેટે વિજય થયો હતો. આ મેચમાં યાદવે ત્રણ વિકેટે ઝડપી હતી. તેણે મયંક અગ્રવાલ, એરોન ફિન્ચ અને યુવરાજ સિંહની વિકેટ લઇ બાજી પોતાની ટીમ તરફ કરી હતી. આ સીઝનમાં બેંગ્લોરે તેને 4.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો.

ઉમેશનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું છે. ઉમેશના પિતા મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના એક નાના ગામના રહેવાસી હતા પરંતુ કોલસાની ખાણમાં નોકરી હોવાના કારણે નાગપુર પાસેના ખાપરખેડા ગામમાં રહેતા હતા. ઉમેશના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તે પોતાના સંતાનને ભણાવી શક્યા નહોતા. અભ્યાસ બાદ પોલીસ અને સૈન્યમાં નોકરી કરવા માંગતો હતો પરંતુ અનેક પ્રયત્ન છતાં સફળતા ના મળતા ક્રિકેટમાં આગળ વધવાનું નક્કી કર્યું.

યાદવને 2008માં પ્રથમવાર રણજી ટ્રોફીમાં રમવાની તક મળી હતી. મેચની પ્રથમ ઇનિંગમાં 75 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. સ્ટાર ક્રિકેટર બન્યા બાદ ઉમેશ યાદવ રિઝર્વ બેન્કમાં અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ઉમેશ યાદવ હાલમાં નાગપુર પાસે ખાપરખેડામાં માતાપિતા, બે મોટા ભાઇઓ સાથે રહે છે.

2010માં તેને વન ડે અને 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ક્યારેક ગરીબીને કારણે અભ્યાસ પૂર્ણ ન કરી શકેલ ઉમેશ આજે ભારતના સ્ટાઇલિશ ક્રિકેટર્સમાંથી એક છે.આઈપીએલમાં રમતી વખતે ઉમેશ યાદવની મુલાકાત ફેશન ડિઝાઈનનો કોર્સ કરી રહેલી તાન્યા બાધવા સાથે થઈ હતી.

બન્નેની પ્રથમ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. તાન્યા અને ઉમેશ બે વર્ષ મિત્ર રહ્યા હતા અને 2012માં ઉમેશ પ્રપોઝ કર્યું હતું. આ પછી બન્નેએ 29 મે 2013માં પરિવારની મરજીથી લગ્ન કર્યા હતા.તાન્યા ફેશન ડિઝાઈનર છે.તાન્યા સોશિયલ સાઇટ્સ ઉપર ઘણી એક્ટિવ રહે છે.લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

દુનિયાભરની સેલિબ્રિટીઓના સમાચાર અને વાઈરલ ન્યુઝ વાંચવા માટે અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલતા નહિ ...

ટીપ્પણી